શિયાળામા વાળની સંભાળ રાખવા માટે આ રહ્યા ખાસ ઉપાયો

શિયાળામાં રાખો આ રીતે વાળની ખાસ સાર સંભાળ શિયાળાની સીઝનમાં વાતાવરણ બહુ જ ડ્રાય બની જાય છે સ્કિનની સાથે સાથે વાળને પણ ખાસ પ્રકારની સારસંભાળની જરૂર પડતી હોય છે. શિયાળા દરમિયાન વાળને હેર ફોલ, ડેન્ડ્રફ, દ્વિમુખી વાળ અને ડ્રાય હેર જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. શિયાળામાં આપણે સ્કિનની તો કાળજી લઈએ છીએ પરંતુ વાળની માવજત લેવાનું યાદ પણ નથી આવતું. શિયાળામાં વાળની માવજત કેવી રીતે કરવી તેના વિશે જાણીએ અમુક ફાયદેમંદ ટિપ્સ .

શિયાળામાં વાળને નિયમિતપણે કન્ડિશનર કરવું બહુ જ જરૂરી બની જાય છે કારણ શિયાળામાં માથાની સ્કિન ડ્રાય થઈ જાય છે અને એના લીધે ડેન્ડ્રફ જેવી સમસ્યા ઊભી થતી હોય છે. ત્યારે વાળને જરૂર છે હેર કન્ડિશનર અને હેર સીરમ્સની જે વાળને સોફ્ટ અને શાઇની બનાવવામાં મદદ કરે છે તેમજ વાળને કવર કરી તેની સંભાળ પણ કરે છે . 49 37 % પરફ્યૂમની બોટલમાં થોડું પાણી અને કન્ડિશનર મિક્સ કરી વાળ પર સ્પ્રે કરી માથું ઓળવાથી વાળને જરૂરી પોષકતત્વો મળી રહે છે અને વાળ સોફ્ટ થાય છે . શિયાળામાં વાળની સંભાળ માટે આ બહુ જ અસરકારક અને ફાયદેમંદ ટિપ્સ છે. વાળને શેમ્પૂથી સાફ કર્યા બાદ જો કન્ડિશનર કરવાનું ભુલાઈ ગયું હોય તો તેમાં બે ટીપાં ઓલિવ ઓઈલ અથવા સનફ્લાવર ઓઈલ લગાવી શકાય

ઓલિવ ઓઈલ અથવા સનફ્લાવર ઓઈલ વાળ માટે કન્ડિશનરનું કામ કરશે અને આવું કરવાથી વાળને સાચવવા બહુ સરળ બની જાય છે . જો તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હો તો તેને તમારા વાળથી ૧૦ ઈંચ દૂર રાખો . તેમજ બને ત્યાં સુધી વાળને નેચરલ રીતે સૂકા થવા દો . હેર ડ્રાયર વાળને વધુ ડ્રાય બનાવી દે છે અને વાળ રફ બની જાય છે . અઠવાડિયામાં બે વખત વાળમાં દહીં અથવા ઈંડાં લગાવી અડધો કલાક રહેવા દો અને ત્યારબાદ જ માથું ધૂઓ . વાળમાં દહીં અથવા ઈંડાં કન્ડિશનરનું કામ કરે છે .

દહીં વાળને જરૂરી બધાં જ પોષકતત્વો પૂરાં પાડે છે તેમજ તમે જ્યારે પણ ઘરની બહાર જાવ ત્યારે વાળને કવર કરી નીકળો જેથી તડકામાં વાળની શાઇન ન જતી રહે . www.pgondaliya.blogspot.in Page – 1 અઠવાડિયામાં બે વખત નવસેકા ગરમ તેલથી વાળમાં મસાજ કરવાથી ડેન્ડ્રફ અને દ્વિમુખી વાળની સમસ્યાથી છુટકારો મળે છે . ( ] નારિયેળના તેલને સહેજ ગરમ કરી વાળમાં લગાવી આખી રાત રહેવા દો અને સવારના લીંબુનો રસ ૧૫ મિનિટ લગાવી ધોઈ નાખો . વાળ સોફટ અને મજબૂત બનશે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *