ખોરાક ન પચતો હોય તો આ વસ્તુનું સેવન કરો,જાણો વધુ માહિતી…

અપચો એક એવી સમસ્યા છે જે અમુક કારણોસર કોઇપણ વ્યક્તિને થઈ શકે છે. આ સમસ્યા ધરાવતા દર્દીને ખાવાનું બરાબર પચતું નથી. આ રોગને અંગ્રેજીમાં ઇનડાયઝેશન રોગ કહેવામા આવે છે. આ પાચન તંત્રને લગતી ખુબ જ સામાન્ય તકલીફ છે એટલે કે અપચો છે. જ્યારે ખાધેલું સારી રીતે પચતું નથી કે અધકચરું પચે ત્યારે થતી તકલીફને અપચો કહેવામાં આવે છે. આ અપચાને લીધે ખાધેલા ભોજનામાંથી જે પોષક તત્વો કે જે શક્તિ મળવી જોઈએ છે તે મળતી નથી. જ્યારે આ અપચાને લીધે ન પચેલો અને આંતરડામાં પડી રહેલો ખોરાક શરીરને રોગીષ્ઠ કરે છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર અજીર્ણમાં લીધેલું ભોજન ઝેર સમાન અસર કરે છે. માટે આ અજીર્ણમાં કે આપણું પેટ ખરાબ હોય તો એ સમયે લીધેલું ભોજન શરીરમાં નુકશાન દાયક છે માટે આ સમયે ભોજન ન લેવું જોઈએ.

આ અપચો થવાના અનેક કારણો હોય છે. બેઠાડું જીવન છતાં વધુ ભોજન જે લોકો લે છે તેવા લોકોને અપચો થાય છે, ભૂખના પ્રમાણમાં ખોરાક લઈ લીધો હોય છતાં દાબી દાબીને ખાઈએ તો આવા લોકોને પણ અપચો થઈ જાય છે. ચાવ્યા વગર જ કોળીયો ગળે ઉતરી જાય છે અને ફટાફટ ખાઈ લેવામાં આવે છે. આવા સમયે પણ અપચો થાય છે.

અધકચરો રાંધેલા ભોજન જે લોકો લે છે. જે લોકો આવો ખોરાક લે છે તેવા લોકોને અપચો થઇ જાય છે. ઘણા લોકો ખુબ જ તીખા અને તળેલા ખાદ્યો ખાય છે. ખુબ જ તીખું તળેલું ખાવાથી પણ અપચો થાય છે. વાસી અને ઉતરેલું ભોજન જમવાથી પણ અપચો થઈ જાય છે.

ઘણા લોકો આજકાલ ફાસ્ટફૂડ ખાવાના શોખીન બન્યા છે. વારંવાર આવું ફાસ્ટફૂડ ખાવાથી પણ ઘણા લોકોને અપચો થાય છે. જમ્યા બાદ ખોટી મુદ્રાઓમાં આડા અવળા બેસી રહેવાથી પણ અપચો થઈ જાય છે. અમુક લોકો તો જમ્યા બાદ પેટના સ્નાયુઓને શ્રમ પડે તેવી કસરતો કરે છે. જેના લીધે પણ અપચો થઈ જાય છે.

ઘણા લોકોને પેટના ભાગ વધુ પડતા સુચ્ત એટલે કે ટાઈટ જીન્સ પેન્ટ કે આવા પ્રકારના વસ્રો પહેરવાથી પણ અપચો થઇ જાય છે. ઘણા લોકોને આવા ફેશન વાળા કપડા પહેરવાની ટેવ ઘણા લોકોને હોય છે. આજના સમયે ઉજાગરો કરવાની ટેવ દરેક યુવાનોમાં અને વૃદ્ધોમાં જોવા મળે છે.

ઘણા લોકો મોબાઈલમાં લાંબા સમય સુધી કોઈ પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે. આવા લોકોને પણ અપચો જેવી સમસ્યાઓ થઇ શકે છે. માનસિક તણાવ જે અત્યારના સમયે ઘણા લોકોને જોવા મળે છે. આજના સમયે ઘણા લોકો કોઈ વ્યસ્ત જીવન અને ધંધા રોજગાર અને સામાજિક સમસ્યાને લીધે માનસિક તણાવ અનુભવે છે. જે લોકો વધારે પડતા આ રીતે માનસિક તણાવમાં રહે છે તેવા લોકોને પણ આ અપચાની સમસ્યા થાય છે.

ચા, કોફી, તમાકુ કે સિગારેટના વ્યસનને લીધે અને ખાસ વિરુદ્ધ આહારને લીધે પણ અપચો થવાની સંભાવના રહે છે. અપચાની સમસ્યા હોય તેવા લોકોમાં અનેક લક્ષણો જોવા મળે છે, જેમાં ભૂખ ન લાગવી, પેટ ભારે ભારે લાગવું, ક્યાય ગમતું ન હોય, ઉબકા અને ઉલટી જેવું લાગે છે અને મોઢામાં બે સ્વાદ લાગે છે. અને ખાટા તેમ તીખા ઓડકાર આવે છે. આવા લક્ષણો અપચાની સમસ્યા ધરાવતા લોકોમાં જોવા મળે છે.

ઘણા લોકોને પેટમાં અને છાતીમાં બળે છે. પેટમાં વાયુ થયો હોય એટલે કે પેટ ગોળા જેવું લાગે છે આ બધા લક્ષણ આ અપચામાં જોવા મળે છે. અપચાને લીધે ઘણા લોકોને માથું પણ ભારે લાગે છે અને માથું દુખવા પણ લાગે છે. અપચાને લીધે ઘણા લોકોને ઊંઘ અનિયમિત થઈ જાય છે. પેટમાં થયેલી આવી ગરબડને લીધે કારણે ઊંઘ બરાબર આવતી નથી.

ઘણી વખત અપચો કે અજીર્ણ કાયમી કબજિયાત અને એસીડીટી ઉભી કરી શકે છે માટે આ રોગને જલ્દીથી દૂર કરવો જોઈએ. અપચાને મટાડવા માટે ભોજનમાં કાળજી રાખવી જરૂરી છે. સૌપ્રથમ તો કયો ખોરાક ખાવો અને કયો ખોરાક ન ખાવો એ બાબત પર ધ્યાન આપવું જોઈએ.

જે લોકોને અપચો થયો હોય તેમણે પેટ એકદમ સાફ ન આવે ત્યાં સુધી હળવો અને સહેલાઈથી પચે તેવો ખોરાક લેવો જોઈએ. સવારે નાસ્તામાં ફણગાવેલા મગ અને મઠ ખાવા જોઈએ અને બિલકુલ હળવો નાસ્તો કરવો જોઈએ.

આ સમયે પપૈયાનું સેવન કરવું જોઈએ. પપૈયાના સેવનથી પાચન સુધરે છે સાથે પેટ પણ સાફ આવે કે માટે પપૈયાનું સેવન કરવું જોઈએ. આ સિવાય ફુદીનો, તુલસી, લીંબુ, આદું, મરી આ પ્રકારના જે કુદરતી પાચનકારક ઔષધો છે તે અપચામાં 100% ટકા રાહત આપે છે.

ઘણા લોકો આદુ અને ફૂદીનાનું પણ સરબત પિતા હોય છે. આદું અને લીંબુનું સરબત પણ અપચામાં ફાયદો આપે છે. ફુદીનો, લીંબુ અને આદુનું સરબત બનાવીને પીવાથી અપચામાં રાહત થાય છે. અપચા વાળી વ્યક્તિઓએ હંમેશા ઉકાળેલું અને હુંફાળું પાણી જ પીવું જોઈએ. ઉકાળેલું પાણી પીવાથી હોજરીનો અગ્નિ પ્રદીપ્ત થાય છે અને ન પચેલો ખોરાક પચવા લાગે છે.

આ સિવાય ભોજન ચાવી ચાવીને જ ખાવું જોઈએ. ભોજન ચાવીને ખાવાથી તેમાં લાળ રસ ભળે છે તેમજ તેમાં અનેક ખોરાક ચવાય જાય છે. જેના લીધે પેટમાં પાચન કરવામાં પણ સરળતા રહે છે.

અપચાની સમસ્યા થાય ત્યારે આયુર્વેદીક રીતે દવા બનાવીને ખુબ જ સરળતાથી આ સમસ્યાને ઠીક કરી શકાય છે. અપચાના ઈલાજ માટે લીલી કોથમીર, લીલો ફૂદીનો લેવો. આ બંનેને સરખા ભાગે મેળવીને તેની ચટણી બનાવીને ખાઈ શકાય છે. આ ચટણી ભોજન સાથે ખાવાથી અપચાની સમસ્યા થતી નથી.

આ સિવાય બીજો એક ખુબ જ ઉપયોગી ઉપચાર છે જેમાં વરીયાળી, જીરું, ધાણા અને ફુદીનો. આ બધી જ વસ્તુઓને સરખી માત્રામાં ૨૦-૨૦ ગ્રામ લઈને તેમાં 10 ગ્રામ સંચળ ભેળવવું તેમજ 5 ગ્રામ જેટલી હિંગ ભેળવવી. આ પછી જેમાં થોડાક દાડમના દાણા કાઢીને નાખવા. આ મિશ્રણમાં આદુનો રસ અને થોડોક લીંબુનો રસ નાખીને આ આ પેસ્ટ વાળા મસાલાનું સેવન કરવાથી પાચન બરાબર સક્રિય થાય છે. જેના લીધે અપચાની સમસ્યા ઠીક થાય છે. આ રીતે આ ઉપાય ખુબ જ અસરકારક સબિત થઈને અપચાને દૂર કરે છે.

આમ, ખોરાકનું બરાબર પાચન ન થતું હોય, ખોરાક પચતો ન હોય અને અપચાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય કરી શકાય છે. જેના લીધે શરીરના પાચન ઉત્ચેસકો સક્રિય થાય છે અને પાચન અંગો ઠીક કાર્ય કરે છે જેના લીધે પાચનની સમસ્યા ઠીક થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *