જો ઓક્સિજન લેવલ ઘટે કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તો ભૂલથી પણ ના કરતા આ ભૂલ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસે ને દિવસે ગંભીર રીતે વધી રહ્યાં છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ઓક્સિજન ખુટી પડ્યાની ફરિયાદો ઉઠવા પામી છે. આ મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે જેમાં શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘરઘથ્થુ રીતે વધારવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં કોઈ ઘરઘથ્થુ રીતે ઓક્સિજન લેવલ વધારી શકાય ખરૂ.

મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં કપૂર , અજમો, લવિંગ, નિલગીરીનું તેલની પોટલી અંગે માહિતીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ પ્રમાણે, આ પોટલીને સૂંધવાથી ઓક્સિજનનું લેવલવધે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. આ પોસ્ટને દેશના દિગ્ગજ નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, આ સ્વાસ્થ્યની પોટલી છે. તો જાણો આ પોટલી વિષે કે જે ખરેખર ઓક્સિજનનું લેવલ વધારી શકે છે.સોશિયલ મીડિયામાં વાત ફરતી થઇ હતી કે, કપૂર, લવિંગ, આજમો, નીલગિરીના તેલના થોડા ટીપા લઇને એક કાપડની પોટલી બનાવો અને દિવસભર તેની સુંગધ લો.

આવું કરવાથી ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ થાય છે. આ પોટલી લદ્દાખમાં પણ પર્યટકોને આપવામાં આવે છે, જ્યારે ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. પરંતુ અહીં જાણવાની વાત એ છે કે, શું ખરેખર આ ઓક્સિજન વધારવાની યોગ્ય પદ્ધતિ છે? અંગ્રેજી વેબસાઇટ ક્વિંટના જણાવ્યાં પ્રમાણે, આ દાવા અંગે કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા.આ પોટલી હળવા શ્વસન સંક્રમણ દરમિયાન તે ફીલ-ગુડ થેરેપી તરીકે કામ કરી શકે છે. કપૂરનો ઉપયોગ પીડા અને ખંજવાળને ઘટાડવા માટે ત્વચા પર ઘસવા માટે કરવામાં આવે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે, nasal decongestion પર તેમની કોઈ અસર નથી.

એક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પોટલી ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં ફાયદાકારક નથી.સોશિયલ મીડિયા પર વાયરલ આ નુસ્ખા વિષે વિશેષજ્ઞોનું માનવું છે કે, આ વસ્તુઓને કોરોના વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી. કપૂર એક જ્વલનશીલ પદાર્થ છે. જેની સુગંધ તીવ્ર હોય છે. દુ:ખાવા અથવા ખંજવાળને દૂર કરવા માટે ઘણી વાર તેને ત્વચા પર લગાવવામાં આવે છે. આનો ઉપયોગ નહિવત્ત પ્રમાણમાં વિક્સ જેવા જેલમાં પણ કરવામાં આવે છે. પરંતુ બંધ નાક ખોલવા માટે કપૂર ફાયદાકારક છે એવી કોઈ સ્ટડી ઉપલબ્ધ નથી.

અભ્યાસ પ્રમાણે, શ્વાસ નળીના અવરોધને દૂર કરવાથી ઓક્સિજન લેવલ વધતું નથી. તેવી જ રીતે, ત્યાં કોઈ અભ્યાસ નથી સૂચવતો કે, લવિંગ, આજમો અને નીલગિરી તેલ ઓક્સિજનનું સ્તર વધારી શકે કરે છે.કોરોના કાળમાં અનેક પ્રકારના ઘરઘથ્થુ નુસખાઓ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ કોઈ પણ પ્રકારની સારવાર કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. નહિંતર તમારા સ્વાસ્થ્યને નુંકશાન પહોંચી શકે છે કે પછી મુશ્કેલીઓ વધી શકે છે.શરીરમાં ઑક્સિજન ઓછું થવાનો અર્થ છે કે શરીરને પોતાની નિયમિત ક્રિયાઓને સારી રીતે ચલાવવા માટે જેટલા પ્રમાણમાં ઑક્સિજન જોઇએ, એટલા પ્રમાણમાં ઑક્સિજન ન મળી શકવું.

જ્યારે શરીરમાં ઑક્સિજન ઘટવા લાગે છે ત્યારે સૌથી પહેલા વ્યક્તિને થાકનો અનુભવ થાય છે, શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અથવા શ્વાસ ફૂલવા લાગે છે. ત્યારબાદ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની ગતિ ધીમી થઇ જાય છે. તેનાથી થાક અને ગભરામણ વધી જાય છે. શરીરમાં ઑક્સિજન ઘટવાને કારણે થઇ શકે છે આ બીમારીઓ, જો શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઇ જાય તો બ્રેઇન ડેમેજ અને હાર્ટ અટેક સુધીની પરિસ્થિતિ બની શકે છે. શુગરના દર્દીઓમાં જો ઑક્સિજનનું લેવલ ઘટી જાય તો તેમનું શુગર અચાનકથી ખૂબ જ વધારે વધી શકે છે, જે એક જીવલેણ પરિસ્થિતિ પણ બની શકે છે.

ઑક્સિજનનું સ્તર અચાનકથી ખૂબ જ ઘટી જવાને કારણે શરીરમાં થાયરોઇડ હૉર્મોનનું સંતુલન ખોરવાઇ જાય છે. આ પરિસ્થિતિમાં થાયરોઈડનું સ્તર ખૂબ જ વધારે વધી શકે છે અથવા તો ખૂબ જ વધારે ઘટી શકે છે. તેનાથી Hypothyroidism અને Hyperthyroidismની સમસ્યા થઇ શકે છે. શરીરમાં ઑક્સિજનના ઘટવાનું કારણ, શરીરમાં ઑક્સિજન ઘટવાના કેટલાય કારણ હોય છે જે વ્યક્તિની લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે. જે લોકો ખૂબ જ વધારે આળસથી ભરપૂર લાઇફસ્ટાઇલ જીવે છે એટલે કે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તેમના શરીરમાં પણ ઑક્સિજન ઘટવા લાગે છે.

મિત્રો જે લોકો ખૂબ જ વધુ પડતો શારીરિક શ્રમ કરે છે પરંતુ તેના હિસાબે યોગ્ય ડાયેટ લેતાં નથી તેમનાં શરીરમાં પણ ઑક્સિજનનો ઘટાડો થઇ શકે છે.જે લોકોના ભોજનમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય છે જો તેઓ લાંબા સમય સુધી આ પ્રકારનું ભોજન લેતાં રહે તો તેના શરીરમાં પણ ઑક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે. કારણ કે ફેફસાં સહિત આખા શરીરમાં ઑક્સિજનના પ્રવાહ માટે આયર્ન મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

પાણી લીંબુ અને મધ લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો દાડમનો રસ મરી અને સીંધોમીઠું દાડમના રસમાં થોડું મરી અને થોડું સીંધોમીઠું નાખીને રોજ પીવાથી, આયર્નની ઉણપ પૂરી થવા લાગે છેબીટનો રસ મધ શરીરમાં આયર્નની માત્રા વધારવા માટે ગ્લાસ બીટના રસમાં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન આવે છે અને લોહી શરીરમાં રચવા બનવા લાગે છે.

દૂધ અને ખજૂર એનિમિયાની કમીને દૂર કરવા માટે દૂધ અને ખજૂરનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે સુતા પહેલા રાત્રે દૂધમાં ખજૂર ઉમેરી દૂધ પીવો. દૂધ પીધા પછી ખજૂર જરૂર ખાવ.મીઠું અને લસણમાં થોડું મીઠું નાખીને પીસીને તેની ચટણી બનાવી આ ચટણીનું સેવન કરો તે હિમોગ્લોબિન વધારે છે હિમોગ્લોબિન વધારવાનો આ સૌથી અસરકારક માર્ગ છે.

એનિમિયાની આયુર્વેદિક સારવાર કાળા તલ આયર્ન હોવાના કારણે એનિમિયાની કમીના ઉપચારમાં ખૂબ મદદગાર છે એક કપ પાણીમાં 2 ચમચી તલ પલાડો અને તેને 2 થી 3 કલાક રાખો પછી તેમાંથી પાણી કાઢીને તેને પીસીને પેસ્ટ બનાવો હવે તેમાં એક ચમચી મધ નાખો અને દિવસમાં 2.3 વખત તેનું સેવન કરોતમારે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું છે?જો તમારે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવું હોય, તો સૌથી સારો ઉપાય એ છે કે તમારે જે ખોરાકમાં લોહતત્વ વધારે હોય તેવો ખોરાક લેવો જોઈએ.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *