તીખું ખાય ને પેટમાં જલન થતી હોય તો આની ફક્ત એક ચમચી ખાય લ્યો, જલન થઈ જશે ગાયબ…
પેટની જલન … પેટમાં ઘણી વખત જલન થાય છે . ક્યારેક પેટની જલન એટલી બધી વધારે હોય છે જાણે કે પેટમાં આગ લાગી હોય એવુ લાગે છે. આ પેટની બળતરા તમારા રોજીંદા ખોરાક પર આધાર રાખે છે. ક્યારેય મરચું ન ખાવાવાળા લોકો કે ઓછું મરચુ ખાનાર લોકોને વધારે પ્રમાણમાં મરચું ખાવાથી આ મુશ્કેલી સર્જાય છે. ઘણી વખત તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધવાથી પણ આ પેટમાં જલનની સમસ્યા થાય છે. આપણા શરીરનું મુખ્ય કેન્દ્ર પેટ છે. માટે તેમાં કોઇપણ પ્રકારની ગડબડ થવા દેવી ન જોઇએ.
પેટમાં જલન થવાની સમસ્યા દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપાય: પુષ્કરના મૂળ, એરંડના મૂળ, જૌ અને ધમાસાને અધકચરા ખાંડીને ડબ્બામાં ભરી લેવા. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ચૂર્ણ નાખી ઉકાળો. જ્યારે પાણી અડધો કપ રહે ત્યાં સુધી ઉકાળી લો ઉકળીને અડધો થાય ત્યારે ઉતારી લેવું. તેમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવાથી પેટની જલન શાંત થાય છે. આ પ્રયોગને ૮ દિવસ કર્યા બાદ બંધ કરવો. આ પ્રયોગની સાથે યોગ્ય સુપાચ્ય ખોરાકનું સેવન કરવું અને અપાચ્ય ખોરાકનો ત્યાગ કરવો જરૂરી છે.
પથ્ય ખોરાકમાં દૂધ અને પાણી એક – એક કપ મેળવીને તેમાં એક ચમચી દળેલી ખાંડ કે સાકર મેળવી ખાલી પેટે પીવું જોઇએ. ચા અને દૂધનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે દિવસમાં બે – ત્રણ વખત આ પીણું પીવું જોઈએ. જમ્યા બાદ આગરાના પેઠા અથવા કેળું ખાવું. સવાર – સાંજ એક – એક ચમચી પ્રવાલ યુક્ત ગુલકંદનુ સેવન કરવું જોઇએ. બપોરના સમયે આમળાના મુરબ્બાને ( એક આમળા ) ખૂબ ચાવી – ચાવીને ખાવો આ ઉપચાર કરવાથી પેટમાં થતી જલનમા ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.