જો ભોજનમાં આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ઝડપથી રક્તકણો ની ખામીની સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે….જાણો વિગતે 

આજકાલ ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. આમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવાને કારણે ક્યારેક દર્દીની સ્થિતિ નાજુક બની જાય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સાથે પ્લેટલેટ્સ વધારવામાં કેટલીક વસ્તુઓ મદદરૂપ થાય છે. ડેન્ગ્યુ મટી ગયા પછી પણ આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી નબળાઈ દૂર થાય છે.

તમને જણાવી દઈએ કે પ્લેટલેટ્સ આટલે શરીરની અંદર રહેલા નાના નાના રક્તકણો જે આપના શરીરના લોહીને સાચવી રાખવામા મદદ કરે છે જેનાથી  જ્યારે આપણને કોઈ ઇર્જા થાય ત્યારે વહેતા લોહીને અટકાવવા નું કામ આ નાના નાના રક્તકણો કરતાં હોય છે આજે આપણે શરીર ના રક્તકનોની સંખ્યા કઈ રીતે વધારી શકાય તે અંગે જાણકારી મેળવવા જય રહ્યા છીયે.

સૂકી દ્રાક્ષ: ઘણા લોકો ના શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે જો તેમાં જડપથી વધારો કરવો હોય તો  10 થી 12 કિસમિસને ધોઈને દૂધ સાથે ઉકાળો. તેના બીજ કાઢીને આખા ખાઓ અને હૂંફાળું દૂધ પીવો. આ સિવાય તમે 5-8 સૂકી દ્રાક્ષને તવા પર શેકીને ખાઈ શકો છો.

અલસી અને  સફેદ તલ: જ્યારે રક્તકણ ની સંખ્યા બહુ જ ઓછી હોય ત્યારે જડપથી શરીરને તંદુરસ્ત કરવા માટે આ બંને વસ્તુને  સરખી માત્રામાં લઈ, તળીને પીસી લો. લગભગ 10-15 ગ્રામ ગોળમાં 1 ચમચી પાવડર ભેળવીને ખાઓ. તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને એનર્જી વધે છે.

પપૈયાના પાન:  અનેક પ્રકાર ના રોગો માટે  પપૈયાં ના પાનનો ઉપયોગ થાય છે .રક્તકણ ની સંખ્યા વધારવા માટે પણ તેનો ઉપયોગ થઈ સકે છે.તેના પાંદડામાંથી 2 ચમચી રસ કાઢીને એક ગ્લાસ બકરી કે ગાયના દૂધમાં ભેળવીને હૂંફાળું પીવું. જો દૂધ ઉપલબ્ધ ન હોય તો, તમે મધ સાથે 4 ચમચી ભેળવી શકો છો.

ગિલોય: . ગિલોય શરીરના અનેક રોગો દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ છે.લગભગ 6-7 ઇંચ ગિલોય વેલો લો અને તેને ક્રશ કરો. તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે ચોથા ભાગનું પાણી રહી જાય ત્યારે તેને ગાળીને હૂંફાળું પી લો. તમે તેમાં 4-5 તુલસીના પાન પણ ઉકાળી શકો છો.

જુવારનો રસઃ મુખ્ય રીતે કેન્સર ના દર્દીઓ આ રસનું સેવન કરતાં હોય છે સાથે જ આ રસ અનેક રોગ માટે પણ  અસરકારક  સાબિત થયું છે.લગભગ 25 થી 50 ગ્રામ જુવારને અડધો ગ્લાસ પાણીમાં નાખીને મિક્સરમાં પીસી લો. ફિલ્ટર કરો અને પીવો જમીનમાં ઘઉં વાવીને લગભગ છ થી સાત દિવસમાં જુવાર સરળતાથી ઉગાડી શકાય છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *