જો તમે પણ સુંદર દેખાવવાના ચક્કરમાં નાકના વાળ કાપી નાખો છો તો ચેતી જજો,નહિ તો પાછળથી બહુ પસ્તાવો થશે
આજના આધુનિક યુગમાં દરેક યુવાનો ને સુંદર દેખાવું હોય છે તે માટે ઘણા લોકો પાર્લર ના મોટા ખર્ચા કરતા હોય છે. ઘણીવાર શરીર માં અમુક જગ્યા એ ઉગી નીકળેલા વાળ ને કાઢવા માટે અલગ અલગ રીત અપનાવતા હોય છે. પરંતુ શરીર પર જે વાળ ઉગે છે તેના પાછળ નું પણ કારણ હોય જ છે. પરંતુ સુંદર દેખાવાના ચક્કરમાં ઘણી વાર વાળ કાઢવી લેતા હોય છે.
વધતી ઉંમર અને હોર્મોન્સમાં થયેલા ફેરફારને કારણે ઘણીવાર શરીરમાં અન્ય જગ્યાએ વાળ ઊગે છે અને લોકો તે વાળ ને કોઈ પણ રીતે તે દૂર કરવા માંગતા હોય છે ઘણાં લોકોના શરીર માં ખૂબ વધુ પ્રમાણમાં વાળ ઊગી નીકળે છે અને તે રેગ્યુલર રીતે સાફ કરતા હોય છે. ઘણીવાર તે પોતાના નાક ની અંદર રહેલા વાળ ને દૂર કરે છે. આપણા શરીરમાં અલગ-અલગ જગ્યા પર વાળ હોય છે. અને ઘણીવાર આપણને તે વાળ નડતા હોય છે પરંતુ તેનું પણ એક અલગ કારણ છે.
મહિલાઓ સુંદર દેખાવા માટે આ અલગ અલગ જગ્યા પર વેક્સ કરતા હોય છે. જે લોકોના હાથ-પગમાં રહેલા વાળ ને કાપે છે તેની માટે ખૂબ જ ખતરારૂપ સાબિત થાય છે. જ્યારે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ ત્યારે નાક ની અંદર હવા સાથે ધુળ માટી આવો ઘણો બધો કચરો અંદર જાય છે. પણ જો નાક માં વાળ હોય તો બધા કચરાને ફિલ્ટર કરી અને અંદર જવા દે છે. અને નાકમાં રહેલા ખરાબ કચરાને બહાર કાઢે છે. અને શુદ્ધ હવા અંદર જાય છે. માટે આ ફિલ્ટર નાકમાં આવેલા વાળને કારણે થાય છે.
જો નાક માં રહેલા વાળ કાપવામાં આવે તો શ્વાસોશ્વાસની ક્રિયામાં ફિલ્ટર થતું નથી. જ્યારે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ ત્યારે ધુળ અંદર જાય છે અને આ ફેફસા સુધી પહોંચે છે. જો વાળ કાપી નાખવામાં આવે તો ફિલ્ટર થતું નથી. અને આપણા ફેફસાની અંદર ખરાબ હવા જાય છે. અને ફેફસા ને નુકશાન પહોચાડે છે. અમુક લોકો તો નાક મા આવેલા વાળને હાથથી ખેંચીને ઉખાડી નાખે છે. આમ કરવું ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે કારણ કે આનાથી તમારી આંખની રોશની કમજોર થઈ જાય છે. એટલા માટે તમે ભૂલથી પણ નાક માં રહેલા વાળ ને ના ખેચતા.
અમુક લોકોને નાકમાં વાળ ખૂબ જ વધી જાય છે. ઘણા ને તો નાકની બહાર પણ વાળ દેખાતા હોય છે આવું થાય ત્યારે સુંદરતા ખરાબ લાગે છે હા પણ આ વાળ ખૂબ જ જરૂરી છે તમે કાતર દ્વારા વાળ કાપી શકો છો પણ ખુબ જ ધ્યાન રાખવું પડે છે. ક્યારેય વધુ ધારદાર વાળી કાતર નો ઉપયોગ ક્યારે ન કરવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.