જો તમે પણ ભોજન કર્યા પછી કરો છો આ 6 મોટી ભુલ તો થઇ જાવ સાવધાન, સ્વાસ્થ્યમા માટે છે ખુબજ ગંભીર…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આપ સૌનુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જમતા સમયે તમે અમુક એવી ભુલો કરો છો જેનાથી તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરો છો તેમજ સુખી જીવન માટે જરૂરી છે બેલેન્સ ડાયટ અને બધા લોકો પ્રયત્ન કરતા હોય છે કે સારું ખાવું જોઈએ જેનાથી શરીરને ફાયદા થાય અને મોટાભાગના લોકો પોતાના ખાવા-પીવાને લઈને બહુ ધ્યાન રાખતા હોય છે પરંતુ આ સાવધાની સાથે સાથે શાસ્ત્રોમાં કહેવામાં આવેલી વાતોનું ધ્યાન રાખીયે તો કયારે શરીરને તકલીફો નહી થાય.

મિત્રો ઘણા લોકોને જમતા જમતા પાણી પીવાની આદાત હોય છે પરંતુ તમને જણાવી દઇએ કે ભોજન દરમિયાન અને ભોજન પછી તરત જ પાણી ન પીવું જોઇએ ખરેખર ઘણા લોકોને ખોરાક લેતી વખતે પાણી પીવાની ટેવ હોય છે. જ્યારે કેટલાક લોકો ભોજન કર્યા પછી પાણી પી લે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમજ ડોકટરોના જણાવ્યા મુજબ, કોઈએ ખોરાક લેતા સમયે અને તરત જ ખોરાક ખાધા પછી પાણી ન પીવું જોઈએ.

મિત્રો હંમેશાં ભોજન પછીના ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવો એટલું જ નહી ઠંડુ પાણી ક્યારેય પીશો નહી ઠંડુ પાણી પીવાથી પાચનશક્તિ બગડે છે અને તેથી હંમેશાં ખાધા પછી નવશેકું પાણી પીવો મિત્રો જે રીતે પૂજા-પાઠ કરવા માટે વિધી હોય છે તેવી જ રીતે જમવા માટે પણ દિશાનું મહત્વ હોય છે અને આજે અમે તમને જણાવીશું કે જમતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવુ જોઇએ તેમજ હંમેશા પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોઢુ રાખીને જમવાથી શરીરમાં તાકાત વધે છે.

તો કયારે પણ ભૂલથી પશ્ચિમ અને દક્ષીણ દીશા તરફ મોઢુ રાખીને ના ખાવું જોઈએ કારણ કે દક્ષિણ દીશા તરફ મોઢુ રાખીને જમવાથી શરીર માં બીમારીઓ થઈ શકે છે અને ધ્યાનમાં રાખવું કે ખાવાના વાસણ હંમેશા ચોખ્ખા હોવા જોઈએ ઘણા લોકોને ભોજન પછી ચા અથવા કોફી પીવાની ટેવ હોય છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. ડોકટરોના કહેવા પ્રમાણે, ખાધા પછી તરત જ ચા અથવા કોફી પીવાથી ખોરાકમાં રહેલા આયર્નનો નાશ થાય છે.

શરીરને પ્રોટીન મળતું નથી અને બપોરનું ભોજન કર્યા પછી જરા પણ ઊંઘ ન લો. હંમેશાં ખાધા પછી થોડો સમય ચાલો અને ઓછામાં ઓછા અડધા કલાક પછી સૂઈ જાઓ તેમજ તરત જ ખોરાક લીધા પછી લેવાતી ઊંઘ દ્વારા ખોરાક યોગ્ય રીતે પચવામાં આવતું નથી અને પેટમાં દુખાવો થવાની ફરિયાદો પણ થાય છે. આટલું જ નહીં, ઘણા લોકો ના પેટ પણ ફૂલી જાય છે.તેથી ખોરાક ખાધા પછી તરત સૂવાનું ટાળવું એ ભૂલશો નહીં.

જમ્યા પછી જ્યુસ પીવુ એ યોગ્ય માનવામાં આવતું નથી અને આમ કરવાથી પાચનની પ્રક્રિયા માં અવરોધ આવે છે. તેથી, જમ્યા પછી તરત જ જ્યુસ અથવા પીણાં નું સેવન ન કરો. જમ્યા પછી ના તેના ઓછામાં ઓછા બે કલાક પછી જ્યૂસ પીવુ હંમેશાં યોગ્ય માનવામાં આવે છે તેમજ ઘણા લોકો જમ્યા પછી ધૂમ્રપાન કરે છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે જમ્યા પછી ક્યારેય ધૂમ્રપાન ન કરવું અથવા દારૂ પીવો નહીં તેમજ ખાતી વખતે ક્યારેય ઠંડી અને ગરમ વસ્તુઓ સાથે ન ખાઓ.

મિત્રો ઘણા લોકો દહીં ખાધા પછી ઉપરથી દૂધ પીવે છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. દહીં અને દૂધ એક સાથે પીવાથી પેટમાં દુખાવો થાય છે. તેવી જ રીતે, પનીર પર દહીં, દૂધ, ચા અથવા કોફી પીશો નહી લંચ પછી, લોકો તરત જ તેમની ખુરશી પર કામ કરવાનું શરૂ કરે છે. ડોક્ટરના કહેવા મુજબ કોઈએ ભોજન કર્યા પછી તરત ખુરશી પર બેસવું ન જોઈએ. હંમેશાં જમ્યા પછી ઓછામાં ઓછા 10 મિનિટ ચાલો અને પછી જ ખુરશી પર બેસીને કામ કરો.

મિત્રો કયારે પણ તૂટેલા વાસણમાં ના જમવું જોઈએ અને હંમેશા બેસીને ખાવુ જોઈએ કયારે પણ ઉભા રહીને ના ખાવુ જોઈએ કેમ કે બેસીને ખાવાથી ઈન્ડાઈઝેશન અને એસીડીટી જેવી સમસ્યાથી બચી શકાય છે તેમજ જમતા પહેલા શરીરના પાચ અંગોને સ્વચ્છ રાખવા જોઈએ, બંને હાથ, પગ અને મોઢું સારી રીતે ધોઈ લેવું.અને એવુ માનવામાં આવે છે કે શરીરના અંગોને સાફ કરીને ખાવાથી સ્વાસ્થય સારું રહે છે અને આયુષ્ય પણ વધે છે.

અને જયારે તમે ખાવાનું બનાવો છો ત્યારે કોઈની ખરાબ વાતો ના કરવી અને કોઈના પણ માટે ખરાબ વિચાર કરીએ છીએ, ત્યારે તેની અસર ખાવાના સ્વાદ પર પડે છે અને હંમેશા શાંત મને ખાવાનું રાંધવું જોઈએ તેનાથી ખાવાનું સારું બનશે અને ઘરમાં કયારે અનાજની અછત ઉભી નહી થાય જમવાનું બનાવતી વખતે પહેલા ભગવાનને યાદ કરવા અને એમનો આભાર માનવો પીરસવામાં આવેલ જમવાનું કયારે પણ અપમાન ના કરવુ જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *