જો તમારામાં પણ દેખાય છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન,તમને પણ થઈ શકે છે કેન્સર……

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઈ રહ્યા છે, આ લેખ માં અમે તમને કેન્સર ના લક્ષણો વિશે જણાવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦નું ગણવામાં આવે છે. દર વર્ષે કેન્સરનાં નવાં ૮ લાખ દર્દીઓ જોવા મળે છે, ઉપરાંત ૨૪ લાખ જૂનાં દર્દીઓ છે.૪૮ ટકા પુરૂષોમાં અને ૨૦ ટકા સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન બીડી-સિગારેટ, ગુટખા, પાન મસાલા, છીંકણી છે. આપણા દેશમાં પુરૂષો તથા સ્ત્રીઓ બંને જાતિઓમાં મોં અને ગળાનું કેન્સર, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના ૫૦ ટકા થી વધુ જોવા મળે છે.પૅંક્રિએટિક કૅંસર પેટનાં નીચેનાં ભાગમાં આવેલ પૅંક્રિયાઝ અગ્નાશય નાં ઉતકોમાં થાય છે.

તેમાં પૅંક્રિયાઝમાં કોશિકાઓ નિયંત્રણથી બહાર થઈ જાય છે અને ગરબડી પેદા કરવા લાગે છે કે જેનાં પરિણામ કૅંસર યુક્ત ટ્યૂમર થઈ જાય છે.પૅંક્રિએટક કૅંસર અગ્નાશયનાં બે મહત્વનાં કાર્યોને ગરબડ કરી દે છે એંઝાઇમનું સ્રાવ કે જે આપણા પાચનમાં મદદ કરે છે અને ઇંસ્યુલિન કે જે આપણાં શરીરમાં શુગર બનાવવામાં મદદ કરે છે.કેંસરથી બચવા માટે આ લક્ષણો દેખાય તો જરૂર સાવધ થઈ જાવ. રીડર ડાયજેસ્ટના મુજબ જો તમે હંમેશા સ્વસ્થ રહો છો પણ અચાનક જ તમને સતત તાવ કે ઈંફેક્શન રહેવા લાગે તો તમારે સાવધાન થવાની જરૂર છે.

આ સમસ્યા સામાન્યરીતે 45 વર્ષથી વધુ વયનાં લોકોમાં વધારે જોવા મળે છે, પરંતુ ક્યારેક-ક્યારેક યંગ લોકો પણ તેની ઝપટે ચઢી જાય છે.આ સ્થિતિમાં કોઈ પ્રકારનું જોખમ પૅંક્રાએટિક કૅંસરને વધારી શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે વધારે વિશેષ નથી હોતા અને તેથી લોકો આ લક્ષણો ઓળખવામાં નિષ્ફળ રહે છે. આ લક્ષણોની જાણકારીથઈ આપ આપનું જીવન બચાવી શકો છો.સતત ગળાની ખરાશ રહે અને અનેક અઠવાડિયા સુધી બની રહે તો આ ગળાનું કેંસર હોઈ શકે છે.

આ ઉપરાંત ખાવાનુ ગળવામાં કોઈ તકલીફ હોય તો પણ સાવધ થઈ જવુ જોઈએ.સ્ત્રીઓએ ખુદને કૈસરથી દૂર રાખવા માટે આ લક્ષણો દેખાતા જરૂર સાવધ થઈ જાવ. તેમા સૌ પહેલા જો 50ની વય પાર કરી ચુકેલી મહિલાઓ મોનોપોઝ થયા પછી પણ જો પીરિયડ્સ હોય કે થોડો પણ રક્તસ્ત્રાવ થય તો આ સંકેત યૂરીન કેંસરના છે. પીઠનાં નીચેનાં ભાગમાં અને પેટમાં દુઃખાવો,આ પૅંક્રિએટિક કૅંસરનાં પ્રારંભિક લક્ષમોમાંનાં એક છે.

સામાન્ય રીતે આપને પેટનાં નીચેનાં ભાગે તીવ્ર દુઃખાવો અનુભવાશે અને ધીમે-ધીમે તે દુઃખાવો પીઠ સુધી પહોંચી જાય છે.કમળો,પૅંક્રિએટિક કૅંસરથી પીડિત વ્યક્તિઓમાં કમળો થવો સામાન્ય વાત છે. કમળાનાં કારણે વ્યક્તિનાં પગ અને હાથ, મુખ્યત્વે તાળવા અને હથેળીઓમાં ખંજવાળ આવે છે. તેમાં આખું શરીર હળવા પીળા રંગનું થઈ જાય છે.આ ઉપરાંત જો બ્રેસ્ટમાં ગાંઠ હોય કે પછે તેનો રંગ બદલાય ગયો હોય કે સોજો આવી ગયો હોય તો સમજી લો કે આ બ્રેસ્ટ કેંસર તરફ ઈશારો છે.

રીડર ડાયજેસ્ટ મુજબ જો ક્યારેક અચાનક જ સૂઈને ઉઠ્યા અને શરીર પર ઘાવ કે થક્કા જમી ગયા  હોય તો લ્યૂકેમિયા હોઈ શકે છે.જો તમારા પેટમાં વારેઘડીએ સોજો રહે તો એ પણ કેંસર હોઈ શકે છે. જો આવો સોજો માસિક ધર્મના સમયે હોય તો આ સામાન્ય હોઈ શકે છે  પણ ત્યારબાદ પણ આવી સ્થિતિ રહે તો થોડા સાવધ થઈ જવુ જોઈએ. અનિયમિત માસિક ધર્મ પણ ઓવેરિયન કે વેજાઈનલ કૈસર હોઈ શકે છે.અચાનક વજન ઘટી જવું,આ પૅંક્રિએટિક કૅંસરનાં મુખ્ય લક્ષણોમાંનું એક છે.

વ્યક્તિનું વજન ત્યારે જ ઘટે છે કે જ્યારે ટ્યૂમર શરીરનાં અન્ય અંગોમાં ફેલાવા લાગે છે અને તેના કાર્યમાં ગરબડી પેદા કરવા લાગે છે. તે શરીરમાં પોષક તત્વોને યોગ્ય રીતે પચવા નથી દેતું અને તેનાં કારણે યોગ્ય ભૂખ નથી લાગતી.ઉબકા અને ઉલ્ટી થવી,ઉબકા આવવા અને ઉલ્ટી થવી પૅંક્રિયાએટિક કૅંસરનાં લક્ષણોમાંનાં એક છે. જ્યારે ટ્યૂમર વધવા લાગે છે, તો તે પાચન તંત્રનાં કેટલાક ભાગોને અવરુદ્ધ કરી દે છે અને પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે. તેનાં કારણે ઉબકા આવે છે અને લોકોને ઉલ્ટીઓ પણ થવા લાગે છે.

જો આખી રાત સૂતા રહેવા છતા પણ તમે તાજગીનો અનુભવ ન કરો અને મોટાભાગે થાકનો અનુભવ કરો તો તેનાથી પણ સાવધ થવાની જરૂર છે.સતત થનારો માથાનો દુખાવો જો માઈગ્રેન નથી તો આ ખતરનાક બની શકે છે.સવારે જો તમારા મળ સાથે લોહી આવે તો આ કોલોન કૈસરનુ લક્ષણ હોઈ શકે છે.પેશાબનાં રંગમાં પરિવર્તન,પૅંક્રિએટિક કૅંસરથી પીડિત વ્યક્તિઓનાં પેશાબનો રંગ નારંગી, ભૂરો કે એંબર શેડ જેવો થઈ જાય છે. શરીરમાં વધી રહેલું ટ્યૂમર પિત્ત ને અવરુદ્ધ કરી દે છે અને શરીરમાંથી નિકળવા નથી દેતું.

તેનાં કારણે શરીરમાં વધુ પ્રમાણમાં એકત્રિત બિલીરૂબિન પેશાબમાં આવી જાય છે અને તેથી પેશાબ ઘેરા રંગનો દેખાવા લાગે છે.ચિકણું કે હળવા રંગ વાળુ મલ,ધ્યાનથી જોતા આપ પામશો કે આપનું મલ પીળું અને દુર્ગંધયુક્ત થઈ જાય છે. તે શરીરમાં ટ્યૂમર વધવાનું કારણ હોય છે કે જે પૅંક્રિયાઝને શરીરમાંપાચન એંઝાઇમ પેદા કરવાથી રોકે છે. શૌચનાં સમયે એવા લક્ષણો દેખાય, તો તરત તબીબ પાસે જઈ પોતાની તપાસ કરાવો.કેન્સર એક એવી બીમારી છે કે જે શરીરના અલગ અલગ ભાગમાં અનિયંત્રિત રીતે વધવા લાગે છે.

કેન્સરગ્રસ્ત કોશિકાઓ શરીરના અંદરના અંગોને નુકસાન પહોંચાડવા લાગે છે. કેન્સર આજે ખૂબ જ સામાન્ય બીમારી છે જેના લક્ષણો અલગ-અલગ હોય છે. એવામાં એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.પેટ ફુલવું,ટ્યૂમરનાં કારણે પેટમાં સોજો, ગૅસ, બળતરા વગેરે ગૅસ્ટ્રોઇંટેસ્ટાઇટલ સંબંધી લક્ષણો ઉત્પન્ન થવા લાગે છે. જ્યારે પૅંક્રિયાઝ પેટ પર દબાણ નાંખવા લાગે છે, તો વ્યક્તિમાં આ તમામ લક્ષણો પેદા થવા લાગે છે. આ પૅંક્રિએટિક કૅંસરનાં શરુઆતનાં લક્ષણોમાંનું એક છે.

ભૂખમાં ઘટાડો,આ કૅંસરથી પીડિત લોકોની ભૂખ બહુ ઝડપથી ઓછી થવા લાગે છે. તેનાં કારણે તે ઓછું ખવા છતા પેટ ભરેલું અનુભવે છે. જેમ-જેમ ટ્યૂમર વધે છે, તેમ નાના આંતરડા પર તેટલી જ ઝડપે દબાણ બનવા લાગે છે. તેથી પાચન તંત્ર અવરુદ્ધ થઈ જાય છે અને ભૂખ ઓછી લાગવા લાગે છે.નેશનલ હેલ્થ સર્વિસ (ઈંગ્લેન્ડ)ના મતે, દર ત્રણમાંથી એકને જીનવાકાળ દરમિયાન કોઈને કોઈ પ્રકારનું કેન્સર થાય છે કેન્સરના અંદાજીત 200થી વધુ પ્રકાર છે. જેમાં દરેક કેન્સરના લક્ષણો પણ અલગ અલગ હોય છે.

જોકે ચાર એવા કેન્સર છે જેના લક્ષણો સમાન છે. આ 4 કેન્સરમાં એબ્ડોમિનલ(પેટના) એરિયામાં દુખાવો થવો સામાન્ય લક્ષણ છે.મોટાભાગના લોકોને કેન્સરની જાણકારી છેલ્લા સ્ટેજમાં પહોંચે છે. એટલા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેની સારવાર શક્ય બની શકે છે. જેના માટે તમારે તમારા શરીરમાં થઈ રહેલા ફેરફાર પર ધ્યાન રાખવું. જેમ કે શરીરના કોઈ ભાગમાં ગાંઠ કે પછી યૂરીનમાં લોહી કે આંતરડાઓમાં કોઈ ફેરફારનો અનુભવ થવો. જો તમારા શરીરના એબ્ડોમિનલ (પેટના ભાગમાં) દુખાવો થાય તો શક્યતા છે કેતમને આ 4 પ્રકારના કેન્સરના લક્ષણો છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *