ઉધરસ અને કફથી છો પરેશાન તો કોઈ અન્ય દવા લેવાને બદલે ખાવ ઘરે બનાવેલી પ્રાકૃતિક ગોળી…
મિત્રો આજે અમે ખુબ જ મહત્વની વસ્તુ તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ. બદલતા મોસમની ઋતુમાં લોકોને શરદી ઉધરસ જેવી સસ્યાઓ તો થતી જ હોય છે તેમાં ખાસ કરીને બાળકો અને વૃધ્ધોને આ સમસ્યા થતી હોય છે અને લોકો ડોક્ટર પાસે જતા હોય છે તેમજ કોઈ અન્ય દવાની ગોળી ખાઈ લેતા હોય અથવા પછી કોઈ કફ સીરપ પી લેતા હોય. પરંતુ આજે અમે તમને એક એવી પ્રાકૃતિક ગોળીની રેસેપી બતાવવા જઇ રહ્યા છીએ કે જેના સેવનથી ઉધરસ અને કફ થશે ગાયબ. તેના માટે તમારે સીરપ કે દવાની કોઈ જરૂર નહિ રહે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે તમે આ પ્રાકૃતિક કફ ડ્રોપ્સ બનાવી શકો છો ઘરે જે ખુબ જ અસરકારક છે.
કફ ડ્રોપ્સ ગોળી બનાવવા માટે જોઈતી સામગ્રી:-
ચાર ચમચી આદૂનો રસ, (આદૂને પીસીને તેનો રસ કાઢી લેવો) છ લવિંગનો પાવડર, એક કોકમ, અડધી ચમચી કાળામરીનો ભૂકો, અડધી ચમચી હળદર, એક ચમચી તજનો ભૂકો, એક મોટી ચમચી મધ, એક કપ ખાંડ, અડધો કપ પાણી,
કફ ડ્રોપ્સ ગોળી બનાવાની રીત:-
સૌપ્રથમ તેને બનાવતા પહેલા તમારે પૂર્વ તૈયારી કરી લેવાની છી. તેના માટે તમારે સૌપ્રથમ એક કોટિંગ પાવડર બનાવવાનો છે જેનો ઉપયોગ તમારે આ ગોળીને બનાવતી વખતે નથી કરવાનો પરંતુ આ ગોળીઓ બનાવ્યા પછી એક બીજા સાથે ચિપકે નહિ તેના માટે તેની ઉપર છાંટવા માટે બનાવવાનો છો. તેના માટે એક ચમચી તજનો ભૂકો, એક ચમચી સૂંઠનો પાવડર અને એક ચમચી દળેલી ખાંડ લો. આ ત્રણેય વસ્તુને મિક્સ કરી પાવડર બનાવી લો.
હવે તમે એક પ્લેટમાં તેલ લગાવીને તૈયાર રાખો. હવે આપણે ચાસણી બનાવીને કફ ડ્રોપ્સ બનાવવાનું ચાલુ કરવાનું છે. તેના માટે એક તપેલીમાં એક કપ ખાંડ લો અને ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાખો. હવે ખાંડને ઓગળવા દો. ગેસને તમારે માધ્યમ આંચ પર રાખવાનો છે તેમજ તમારે તેને સતત હલાવતા રહેવાનું છે.
હવે ખાંડ ઓગળ્યા બાદ તેમાં આદૂનો રસ, તજનો ભૂક્કો, લવિંગનો ભૂક્કો, હળદર, કાળામરીનો ભૂક્કો અને કોકમ નાખી દો. હવે આ મિશ્રણને બરાબર હલાવો અને બે તારની ચાસણી બને ત્યાં સુધી હલાવો.
તમારે થોડા થોડા સમયે તેને હાથમાં લઈને ચેક કરતા રહેવાનું છે કે કેટલા તારની ચાસણી બની તે.
બે તારની ચાસણી થયા બાદ તેને એક મિનીટ સુધી હલાવીને ત્યારબાદ તેને ફરી એક વાર તપાસવાનું છે. તેના માટે તમારે એક પાણી ભરેલો વાટકો લેવાનો છે તેમાં થોડી ચાસણી નાખી અને જોવાનું છે તે થોડી હાર્ડ થઇ ગઈ છે, જો હા, તો ગેસ બંધ કરી દો. લગભગ વીસ મિનીટ ચાસણીને ચલાવ્યા બાદ તે હાર્ડ બની જશે. હવે ગેસને બંધ કરી દો અને ત્યારબાદ આ મિશ્રણને ત્રણ મિનીટ સુધી હલાવો.
હવે તેમાં ઉપરથી એક ચમચી મધ મિક્સ કરી દો. હવે તેને બરાબર હલાવી લો અને તેમાં રહેલ કોકમને બહાર કાઢી લો. હવે ચમચીની મદદથી તમારે તેલ લગાવેલી પ્લેટ પર ગોળકારના ડ્રોપ્સ મૂકવાના છે. પાવલી જેવડા ડ્રોપ્સ મૂકવાના છે સાવ નાની સાઈઝના પણ નથી મૂકવાના.
ડ્રોપ્સ મૂક્યા બાદ તેની ઉપર આપણે જે સૌથી પહેલા જે કોટિંગ પાવડર તૈયાર કરેલો છે તેને છાંટવાનો છે. થોડો પાવડર બચાવવાનો છે જેથી તેને પ્લેટમાંથી ઉખાડયા બાદ પાછો છાંટી શકાય. હવે તેને રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દો. દશ મિનીટ સુધી.
સેટ થયા બાદ તમે જોશો કે તે એક પીપરમેન્ટ જેવી બની ગઈ હશે હવે તમારો વધેલો કોટિંગ પાવડર ફરી આ ગોળીઓ પર છાંટી દો અને તેને બરાબર હલાવીને મિક્સ કરીને એક એરટાઈટ ડબ્બામાં પેક કરી દો
હવે તમે તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઘરમાં કોઈને ઉધરસ કે કફ થઇ જાય તો આ ગોળી આપી શકો છો. તેનાથી કફ દૂર થશે તેમજ ઉધરસ પણ મટી જશે. (કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે. વધારે પડતી શરદી ઉધરસ હોય તો ડોક્ટરની સલાહ લઇ યોગ્ય રિપોર્ટ કરાવવા જરૂરી છે.)
તમને એવું થાય કે આ ગોળીમાં આપણે ખાંડનો ઉપયોગ કરેલો છે તો તે નુકશાન પણ કરી શકે પરંતુ મિત્રો તે કોઈ નુકશાન નહિ કરે કારણ કે આપણે એવી સ્ટ્રોંગ સામગ્રી લીધી છે કે તે તેની અસરને ઓછી કરી નાખે છે. અને આમ પણ તમે બજારમાં જે કફ સીરપ અને વિક્સની ગોળીઓ લેવા જાવ તેમાં જે શુગર સીરપનો ઉપયોગ કરેલો હોય તેના કારતા તો ઓછી નુકશાનદાયક હોય છે ખાંડ.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.