કફવાળી ઉધરસ આવે છે તો સીરપ લેવાને બદલે અપનાવો આ દાદીમાના નુશખા

તમને પણ કફવાળી ઉધરસ થઇ જાય છે તો ઘરે બનાવેલી સીરપ બનાવીને પીશો તો ગળું ખરાબ હોય , ઉધરસ આવતી હોય , શરદી થાય એટલે કફની સમસ્યા સામાન્ય વાત છે કફની સાથે સાથે તાવ આવે , થાક લાગે , માથામાં દુખાવો થાય, અને આંખોમાં પણ થાક ભરેલો લાગે આવીસમસ્યા શરદીમાં થાય છે આથી શરદીનો ઇલાજ કરવો ખુબ જરૂરી બને છે.

આત્યારના જમાના દરેક લોકો સામાન્ય શરદી થાય કે તાવ એટલે તરત ડોક્ટર પાસે જતા હોય છે પરતું તમારે ડોક્ટરની સલાહ મુજબ ઘરે પણ પહેલા શરદી માટેના ઉપચાર કરવા જોઈએ પરંતુ તમે ડોક્ટરી દવાઓ સિવાય ઘરેલુ નુસખા અપનાવીને પણ આ શરદીની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

જો તમે ઘરે જ સીરપ બનાવશો તો શરદીમાં રાહત મળશે. આ સીરપ બનાવવા માટેની રીત આ મુજબ છે. સીરપ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ મિલી પાણી , ૧ ચમચી અજમો , ૧ ચમચી હળદર , ૧ ચમચી મધ. શરદી માટેની સિરપ બનાવવાની રીત નોંધી લો : સૌ પ્રથમ એક પેનમાં પાણી ઉમેરીને ધીમી આંચ પર પાણી ઉકાળી લેવું ત્યરબાદ તેમાં અજમા અને હળદર ઉમેરની હળવે તાપે ગરમ થવા દો.

મિશ્રણને ઠંડુ કરીને એક ચમચી મધ મિક્સ કરીને પીવો શું તમે જાણો છો શા માટે ફાયદાકારક છે દાદીમાં એ કહેલ ઘરગથ્થુ શિરપ? આ શિરપ પીવાથી છાતીમાં લોહીનું પરિભ્રમણ થાય છે અને છાતીમાં ભરાયેલા કફને પણ બહાર નીકાળી દે છે. તેનાથી શરદી , ઉધરસધી છુટકારો મળે છે.

છાતીમાં ભરાયેલા કફ દૂર કરવાના અન્ય ઘરેલું ઉપાય છે તો જાણો ૧. સરસવના તેલમાં મીઠું નાખી છાતી પર મસાજ કરવાથી છાતીમાં કફની ગાંઠોને દૂર થાય છે . ૨.બે કપ પાણીમાં ૧૫-૨૦ કાળા મરી ઉમેરો અને અડધા સુધી ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં મધ નાખીને પીઓ. ૩. મધમાં લીંબુ નાખીને દિવસમાં ૨ વાર પીવાથી મધમાં એન્ટી ઇન્ફ્લેમેશન અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોવાથી કફ દૂર કરવામાં મદદગાર થાય છે . ૪. દરરોજ ૧ ગ્લાસ હળદરના દૂધમાં મધ મેળવીને પીવાથી છાતીમાં જમા થતી લાળમાંથી ઝડપી રાહત મળે છે. ૫. મીઠા વાર પાણીના કોગળા કર્યા પછી કફ નીકળી જાય છે ૬. આદુ , તુલસી , તજ , કાળા મરીનો ઉકાળો પીવાથી પણ રાહત મળે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *