નકામા ગણી ફેકી દેતા લસણ ના ફોતરના અઢળક ફાયદા વિષે જાણશો તો આજથી જ લસણ ના ફોતરાં ભેગા કરવાનું શરૂ કરી દેજો
દેશમાં કોરોનાના પ્રકોપને દિવસે ને દિવસે વધતો જાય છે.આ કોરોના ના કાળ માં અસર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર ખૂબ જ વધારે જોવા મળી છે. છેલ્લા એક વર્ષથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવામાટે દરેક પ્રયાસ કર્યા છે. અને જે લોકો ને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકો ને કોરોના નો ભય વધારે રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાવ નકામી લગતી વસ્તુ માંથી કઈ રીતે રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય.

દરેક ને એવો વિચારી વિચાર આવતો શકે કે લસણ ના ફોતરા નો શું ઉપયોગ થતો હશે. પરંતુ તમને જણાવીએ કે લસણની જેમ તેના ફોતરા માં પણ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. લસણની જેમ લસણ ના ફોતરા પણ આરોગ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે અમે તમને જણાવીએ કે લસણ ના ફોતરા નો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
જો પગ માં સોજો આવી ગયો હોય અને પગમાં ખુબ જ બળતરા થતી હોય તો તેને ઘટાડવા માટે લસણ ના ફોતરા ઉપયોગી છે. સૌ પ્રથમ લસણની છાલને પાણીમાં ઉકાળો. એ પછી પાણી નવશેકું રહે એટલે તે પાણીમાં પગ ડુબાડીને થોડીવાર બેસો થોડા દિવસ માં જ પગની બળતરા માં રાહત થશે.
જો તમને વધારે પ્રમાણમાં ઠંડી લગતી હોય તો તેમાંથી રાહત મેળવવા માટે સૌ પ્રથમ પાણીમાં લસણ ફોતરા ને નાખો. પછી તેને સારી રીતે ઉકાળો. આ પાણી ધીરે ધીરે પીવો. આ પાણીનું સેવન કરવાથી ઠંડીમાં પણ રાહત થાય છે. અને તમારી ત્વચા પર ખંજવાળ આવે તો તમે પણ તે સમયે આ છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે લસણની છાલને ઉકાળ્યા બાદ જે જગ્યાએ ખંજવાળ આવે ત્યાંરે આ લસણ નું પાણી લગાવો.
જો માથામાં જૂને રાહત આપવા માટે લસણ ના ફોતરાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે છાલને થોડા પાણીમાં ઉમેરી તેને પીસીને સારી પેસ્ટ બનાવી લો. તેમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો અને વાળના મૂળ પર મસાજ કરો. તેનાથી વાળની અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. હેર ડ્રેઇન, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે પાણીમાં લસણની છાલ ઉમેરી થોડી વાર ઉકાળો. જ્યારે તે ઠંડું થાય ત્યારે વાળને ધોઈ લો.થોડા સમય માં જ આ દરેક સમસ્યામાંથી છુટકરો મળશે
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.