માત્ર 7 દિવસમાં ખરતા વાળ, ખોડો, ખીલ, ખંજવાળ જેવી ત્વચા અને વાળની તમામ સમસ્યામાથી કાયમી મળી જશે છુટકારો…

આકારમાં ચોરસ દેખાતું કપૂર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ કપૂરને નાળિયેર તેલની સાથે લગાવવાથી અનેક ફાયદા થાય છે. તમે તો જાણતા જ હશો કે નાળિયેરનું તેલ વાળ માટે કેટલું ફાયદાકારક છે, પરંતુ નારિયળના તેલ સાથે કપૂરને ઉમેરવાથી વાળ અને ત્વચા બંને માટે ઔષધિની જેમ કામ કરે છે.

કપૂરમાંથી ખુબ જ સારી સુગંધ આવે છે અને નારિયળના તેલ સાથે મેળવવાથી તે વધારે ગુણકારી થઈ જાય છે. આજના આ લેખમાં આપણે જાણીશું કે, નાળિયેરનું તેલ અને કપૂર બંનેનું સાથે મિશ્રણ કરવાથી શરીરને ક્યાં ફાયદાઓ મળે છે. તો આવો વિસ્તારથી જાણીએ નાળિયેર તેલ અને કપૂરથી થવા વાળા 5 મહત્વના ફાયદાઓ વિશે.

ખંજવાળ : શરીરમાં કોઈ પણ પ્રકારની ખંજવાળ થવા પર નાળિયેરનું તેલ અને કપૂર લગાવી લેવું જોઈએ. આમ કરવાથી ખંજવાળમાં તરત જ આરામ મળશે. એવું થતું હોય છે કે, બદલતી ઋતુના કારણે ત્વચા સુકાઈ જાય છે, જે કારણથી ખંજવાળ આવે છે. તો ગરમીની ઋતુમાં પરસેવાના કારણે ખંજવાળ આવે છે. તમે ખંજવાળથી મુક્તિ મેળવવા માટે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.

ઉપયોગ : 3 થી 4 ચમચી નાળિયેરનું તેલ લો, તેમાં 1 કપૂર નાખી દો. કપૂરને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ખંજવાળ વાળા સ્થાન પર લગાવી લો.

ડેંડ્રફ (ખોડો) : માથામાં ખોડાની સમસ્યા એક સામાન્ય છે. દરેક પ્રકારના શેમ્પૂ અને દવા બજારમાં મળે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે, આ બધાનો ઉપયોગ કરવા છતાં પણ કોઈ ફાયદો થતો નથી. તો તમે તેમાંથી જ એક છો, તો એક વાર નાળિયેર તેલની સાથે કપૂરને લગાવીને જુઓ. તમને 1 અઠવાડીયામાં ફાયદો જણાશે. નારિયળનું તેલ અથવા તો સરસવના તેલને કપૂર સાથે મિક્સ કરીને તમારા સ્કેલ્પ પર માલિશ કરો. આમ કરવાથી ખોડાની સમસ્યા દૂર થશે અને જો તમને વાળમાં ઝૂ પણ થઈ ગઈ છે, તો તેનાથી પણ મુક્તિ મળશે.

પિંપલ્સ માટે : તમારા ચહેરા પર ખીલનું આવવું તેનો અર્થ એ છે કે, તમે ઘર સુધી જ સીમિત છો. આપણે ત્વચા પર કોઈ પણ પ્રકારના ડાગને સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં પીડાદાયક પિંપલ્સને કેવી રીતે સહન કરી શકાય ? પરંતુ શું તમે જાણો છો કે, કપૂર અને નાળિયેરના તેલથી આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે. કપૂરમાં એન્ટી-ફ્ંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપ્રટિઝ હોય છે, જે ત્વચા પરના ઇન્ફેકશનને દૂર કરે છે. તેથી જ કપૂરથી કોઈ પણ પ્રકારની એલર્જી પણ ઠીક થઈ જાય છે. નાળિયેર તેલ સાથે કપૂરને મિક્સ કરવાથી તેમાં સ્મૂથનેસ આવી જાય છે અને નાળિયેર તેલના પણ ફાયદા મળે છે.

વાળને ઉતરતા રોકે : વાળ ઉતરવા એ એક સામાન્ય અને મોટી સમસ્યા છે. જ્યારે તમે દાંતિયો ફેરવો છો, તો તેની સાથે ઢગલો વાળ આવી જાય છે અને ખુબ જ દુઃખ થાય છે, તેવામાં નાળિયેર તેલ અને કપૂરનું મિશ્રણ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. એવું થતું હોય છે કે, વાળને ઉતરતા રોકવા માટે આપણે અનેક પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરતાં હોઈએ છીએ અને વાળની ઊતરવાની સમસ્યા ત્યાંને ત્યાં જ રહી જાય છે. તેવામાં તમે નાળિયેર તેલ અને કપૂરના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને તમારે વાળ પર લગાવવાનું છે સ્કેલ્પ પર નહીં. તમે જોશો કે, ધીમે ધીમે તમારી વાળ ઉતરવાની સમસ્યા ઓછી થવા લાગશે.

બર્ન(દાજ) નિશાન : નાળિયેર તેલ અને કપૂરનું મિશ્રણ ઘા ના નિશાનને અને બળવાના નિશાનને પર દૂર કરે છે. એટલું જ નહીં, આ મિશ્રણ ચિકનપોક્સ પછી શરીર પર રહેલ નિશાનોને પણ દૂર કરે છે. નાળિયેર તેલ અને કપૂરને મિક્સ કરીને નિશાન વાળી જગ્યા પર દરરોજ લગાવો, આમ કરવાથી નિશાન જલ્દી દૂર થઈ જશે. તમારી ત્વચા નોર્મલ થવા લાગશે. કપૂર અને નાળિયેર તેલ બર્ન અને કાપેલાના નિશાનને ઠીક કરે છે.નાળિયેર તેલ અને કપૂરમાં એવા ગુણો હોય છે, જે એલર્જીથી લઈને વાળ માટે પણ ફાયદાકારક છે. આ બંનેનો સાથે ઉપયોગ કરવાથી ત્વચાને ફાયદા થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *