આ ઠંડીમાં અમૃત સમાન પીણું એટલે કાવો…

શિયાળીની આ ગુલાબી ઠંડી માં ગરમા ગરમ ખાવાની ખુબ મજા આવતી હોય છે તેમજ આ સિઝનમાં લીકો બીમાર થવાની સમસ્યા પણ એટલી જ રહે છે જો આ આયુર્વેદિક કાવો પીવાનું શરુ કરી દોજે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે સાથે શિયાળીની ઠંડીમાં પણ રાહત મળશે તમે બધાએ કાવો પીધો હશે પરંતુ બજારમાં મળતો કાવો પીધો હશે આ રીતે ઘરે કાવો બનાવજો તો કાવો બનાવવાની રેસીપી નોંધી લો કાવો બનાવવા માટે જરૂરી સામગ્રી:

2 ગ્લાસ પાણી
1 કટકો આદુ
૧ ટે. સ્પૂન સંચળ પાવડર
૨ ટી. સ્પૂન અજમો
1 ચમચી મરી
1 ચમચી તજ
1 ચમચી લવિંગ
1 ચમચી સૂંઠ
1 ચમચી મધ
2 ચમચી લીંબુ નો રસ
10 તુલસી નાં પાન
5 પાન ફુદીના નાં

કાવો બનાવવાની રીત આ પ્રમાણે છે : એક પેન મા પાણી ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ પાણી માં મરી, અજમો, આદુ તજ,લવિંગને ઉમેરો તેમાં સૂંઠ આદુ તુલસી ફુદીના નાં પાન ઉમેરો અને પાણી ને ઉકાળો હવે લીંબુ નો રસ અને મધ, સંચળ પાવડર ઉમેરી ગેસ બંધ કરી ને ગાળી લો. તૈયાર કરેલા કાવા ને કપ માં ભરી ને સર્વ કરો.

કાઠિયાવાડી કાવો બનાવવા માટે જરૂરી સામગ્રી:

2 કપ પાણી
1.5 tsp ઇન્સ્ટન્ટ કોફી પાવડર
10-15 નંગ તુલસીના પાન
10-15 નંગ ફુદીના ના પાન
1 ઇંચ ખમણેલું આદુ
3 નંગ લવિંગ
1 ઇંચ તજ નો ટુકડો
1 tbsp મધ
1/4 tsp તજનો પાઉડર
1 tsp સંચળ પાવડર
1/4 tsp કાળા મરી પાવડર
1/2 નંગ લીંબુ નો રસ
નમક સ્વાદ અનુસાર

કાઠિયાવાડી કાવો બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. જ્યારે પાણી ઊકળે એટલે આમાં ઇન્સ્ટન્ટ કોફી પાવડર ઉમેરી બરાબર હલાવી લો. ત્યાર બાદ આમાં તુલસીના પાન અને ફુદીના ના પાન ઉમેરો. હવે આમાં લવિંગ, તજ નો ટુકડો, આદુને ખમણી ને ઉમેરો અને તજ પાવડર ઉમેરો. ત્યાર બાદ આમાં કાળા મરી પાવડર, સંચળ પાવડર અને નમક ઉમેરો. હવે આમાં મધ ઉમેરી બરાબર મિક્સ કરી આ કાવા ને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દો. ત્યારબાદ ગેસ ની આંચ બંધ કરી આમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિકસ કરી લો. ત્યારબાદ આ કાવા ને ગરણી થી ગાળી લો. આ કાવા ને ફુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો. હવે આપણો એકદમ હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક કાઠીયાવાડી કાવો તૈયાર છે સર્વ કરવા માટે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *