મોંઘા શેમ્પુ ખરીદવા કરતા ઘરે બનાવો હર્બલ શેમ્પુ

આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં વાળ ખરવાની સમસ્યા , વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે અંતે આપણે કંટાળી જાય છે વાળની સાર સંભાળ રાખવામાં કંટાળો આવે છે આજે તમને હર્બલ શેમ્પુ ઘરે કેવી રીતે બનાવવું તેની રીત શીખીશું તમારો વધારાનો ખર્ચો પણ નીકળી જશે અને વાળ પણ સરસ થઇ જશે ( વાળ કાળા , લોબા , ઘાટા તેમજ રેશમી બને છે )તો હર્બલ શેમ્પ બનાવવાની રીત પૂરે પૂરી વાંચજો અને મિત્રો સાથે શેર કરજો.

સૌ પ્રથમ હર્બલ શેમ્પ બનાવવા માટે અરીઠા શિકાકાઈ આમળાના નાના ના કટકા કરી લેવા અને આ કટકા તેમજ સુકાયેલી મેથીના બીજ કડવા લીમડાના પાન પણ સુકવી લેવા. હર્બલ શેમ્પ બનાવવાની ટિપ્સ સૌપ્રથમ આમળા , શિકાકાઈ તથા અરીઠાને જુદા – જુદા મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ ઠળીયા ને દુર કરી અરીઠા નો ભુક્કો કરી લેવો .

પછી આમળાના કટકાને ક્રશ કરી લો , તેમજ શિકાકાઈને પણ ક્રશ કરો . આમ આમળા , શિકાકાઈ તથા અરીઠા ના ભૂકો કરીને પાવડર બનાવી લેવો આ ત્રણેય પાવડરને એક બાઉલમાં કાઢી બરાબર ભેળવી લો . હવે આ તૈયાર પાવડરને એક ડબ્બામાં સંગ્રહ કરો પાવડર લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને જયારે તમારે માથું ધોવાનું હોય ત્યારે આ પાવડર વાપરી શકાય છે. – આ પાવડર ને જે દિવસે માથુ ધોવા નુ હોય તેની આગલી રાત્રે પાણી માં પલાળી લો. હવે પછી આ શેમ્પ તૈયાર કરવા માટે એક પ્યાલા પાણી ને એક પાત્ર મા બે ચમ્મચી ઉમેરી રાખી દો .

હવે આ મિશ્રણ મા બે ચમ્મચ મેથીના બીજ તથા કડવા લીમડાના પાન ઉમેરો . હવે આ બધુ ઉકાળી લો . ત્યારબાદ થોડા સમય બાદ આ તૈયાર મિશ્રણ ને હાથ ની મદદ થી ચોળી લો . હવે આ શેમ્પુ ને એક અન્ય પાત્ર મા કપડા ની સહાયતા થી ગાળી લેવુ . હવે આ શેમ્પનો બીજા દિવસે સવારે તમે ઉપયોગ કરી શકો છો . આ આયુર્વેદિક શેમ્પ ના ઉપયોગ થી તમારા વાળને લગતી તમામ પ્રકાર ની તકલીફો દુર થાય છે . આ શેમ્પ ના ઉપયોગ થી વાળ કાળા , લોબા , ઘાટા તેમજ રેશમી બને છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *