કાળા મરીથી પણ અતિ ગુણકારી છે સફેદમરી, શરદી,ઉધરસ અને કફ માટે 100% અસરકારક છે…

તમે કદાચ કાળા મરી વિશે તો જાણતા જ હશો, જેને આપણે પ્રાદેશિક ભાષામાં તીખા તરીકે ઓળખીએ છીએ. પરંતુ તમે સફેદ મરી(white paper) વિશે ભાગ્યે જ કોઈ કોઈ જાણતુ હશે, જેમ કાળા મરીને આયુર્વેદમાં અગત્યના ગણવામાં આવે છે અનેજેનો અનેક રોગોમાં ઉપયોગ થાય છે. આ કાળા મરી કરતા પણ સફેદ ઉપયોગી ગુણકારી છે.

અમે અહિયા સફેદ મરી વિશે જણાવીશું કે ક્યાં ક્યાં રોગો માટે ઉપયોગી છે. સફેદ મરી શરીરમાં અનેક રોગો સામે રક્ષણ આપે છે અને સવાસ્થ્ય લાભો પહોચાડે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ જડીબુટ્ટી સ્વરૂપે કરવામાં આવે છે. સફેદ મરીને દક્ષિણી મરી પણ કહેવામાં આવે છે. તેમાં ફ્લેવોનોઈડ, વિટામીન, આયર્ન અને ઘણા પોષક તત્વો હોય છે. તો ચાલો જાણીએ સફેદ મરીના ફાયદા.

શરદી: સફેદ મરી એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે, માટે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઉપયોગી છે. સફેદ મરીના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેના પરિણામે શરદીના વાઈરસનો નાશ કરવા શરીર સક્ષમ બને છે. સાથે ગરમ સ્વભાવ પણ શરદીને મટાડે છે. સફેદ મરીનું મધ સાથે સેવન કરવાથી શરદી મટે છે.

કફ : સફેદ મરીમાં રહેલો ગરમ સ્વભાવ અને એન્ટી ઓક્સીડેંટ ગુણ શરદીના વાયરસનો નાશ કરે છે. શિયાળાની ઋતુમાં વાયરસ અને કફનો પ્રકોપ વધારે હોય છે આવા સમયે સફેદ મરીનું સેવન કરવાથી ફેફસાની અંદર રહેલો કફ ઓગળીને બહાર નીકળે છે.

ઉધરસ: શિયાળાની ઋતુમાં કફ ઓગાળીને બહાર કાઢે છે જેના લીધે ફેફસા સ્વચ્છ થાય છે અને જેના લીધે ગળું પણ ચોખ્ખું રહે છે જેના લીધે ઉધરસ આવતી નથી. જો શિયાળામાં ચપટી હળદર સાથે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો ઉધરસની સમસ્યા મટે છે.

આંખો માટે: સફેદ મરી આંખોની રોશની વધારવા માટે મદદ કરે છે. સફેદ મરીનો પાવડર બનાવી લો. તેને બદામ, ખાંડ, વરીયાળી અને ત્રિફળા પાવડર સાથે તેનો નિયમિત પ્રયોગ કરવાથી આંખોની રોશની વધે છે. સફેદ મરીનું સેવન કરવાથી મોતિયા જેવી સમસ્યાઓ માટે પણ ખુ બજ ઉપયોગી છે.

મોતિયો: આયુર્વેદમાં સફેદ મરીને જડીબુટ્ટી માનવામાં આવે છે કારણ કે તે ફ્લેવોઈડ, વિટામીન, આયર્ન જેવા ઘણા પ્રકારના પોષકતત્વો ધરાવે છે જે શરીર માટે ફાયદાકારક છે. જે લોકોને આંખોમાં મોતિયાની તકલીફ રહે છે તેમના માટે ખુબ જ ઉપયોગી છે.

શરદી-ખાંસી-કફ: શરદી અને કફ થવા પરસફેદ મરીનો પાવડર બનાવીને ખાવાથી ખાંસી અને કફ ઠીક થાય છે. શરદી- ખાંસી માટે સફેદ મરી રામબાણ સમાન છે. જેમાં ભરપુર માત્રામાં એન્ટીબાયોટીક ગુણ હોય છે જે બોડીની અંદર ગરમી પેદા કરીને શરદીમાં થનારી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

પેટની સમસ્યા: ખાવામાં, સલાડમાં, સફેદ મરીનું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દુર થઈ જાય છે. તેનાથી એસીડીટી ઠીક થાય છે. સફેદ મરીમાં ભ્પુર માત્રામાં હાઈડ્રોક્લોરિક એસીડ હોય છે જે એસીડીટી, ગેસ, અપચો અને પેટના ઈન્ફેકશન જેવી સમસ્યાઓને દુર કરવામાં ઉપયોગી છે. સફેદ મરીનું સેવન કરવાથી પાચન શક્તિ મજબુત થતા ઘણી બધી સમસ્યાઓ ઠીક થાય છે.

ડાયાબીટીસ: સફેદ મરી પાચન ક્રિયાને ઠીક કરે છે, એટલા માટે મેથીના દાણાનો પાવડર, હળદર પાવડર અને સફેદ મરીના પાવડરનું સેવન 1 ગ્લાસ દૂધ સાથે કરવાથી સુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસમાં ફાયદો મળે છે. જેના પરિણામે ડાયાબીટીસ નિયંત્રણમાં રહે છે.

હાર્ટએટેક: નિયમિત રૂપથી સફેદ મરીનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે છે અને જેનાથી હાર્ટએટેકનો ખતરો ઓછો થાય છે. હ્રદયના રોગ સાથે જોડાયેલા દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી હ્રદય સ્વસ્થ રહે છે.

માથાનો દુખાવો: જો લાંબા સમયથી માથાનો દુખાવો થઇ રહ્યો હોય તો સફેદ મરીનું સેવન કરવાથી તે મટી જાય છે. જે ન્યુરો પેપ્ટાઇડ કારણે માથાનો દુખાવો થાય છે જે મગજને દર્દ પહોચાડે છે જેમાં સફેદ મરીમાં આવેલું આ સંચરણ સમસ્યાઓને મટાડે છે.

અલ્સર: સફેદ મરીનું નિયમિત સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થ દુર થઈ જાય છે જેનાથી પેટમાં થનારા બેક્ટેરિયા મરી જાય છે. એટલા માટે અલ્સર થવાનું જોખમ ઘટી જાય છે. સફેદ મરીનું સેવન પેટ અને આંતરડામાં ઉત્પન્ન થયેલા અલ્સર ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાને મારી શકે છે.

માથાનો ખોડો: સફેદ મરીમાં માથાનો ખોડો મટાડવાના ગુણ હોય છે. તે વાળમાંથી ખોડાને ખુબ જ ઝડપથી દુર કરી નાખે છે. માટે દહીં સાથે સફેદ મરીને મિક્સ કરીને માથા પર વાળમાં નીચે સુધી લગાવો. જેના લીધે વાળમાંથી ખોડો નાશ ઉખડીને નાશ પામે છે.

શરીર પરના નકામાં વાળ- રુવાંટી: શરીર પર, છાતીમાં, પગમાં અને હાથોમાં ઉગેલા વધારાના નકામાં વાળ અને રુવાંટી ને દુર કરવામાં સાફેદ મરી ખુબ જ ઉપયોગી છે. બદામના તેલમાં આ કપૂર અને સફેદ મરી મિક્સ કરીને આ મિશ્રણ વધારા વાળ કે શરીર પરની રુવાંટીઓ પર લગાવી દેવાથી અને તેને 15-20 મિનીટ માટે લગાવી રાખવાથી વાળ દુર થઇ શકશે.

કેન્સર: સફેદ મરીમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના કોષોને વધવા દેતા નથી જેના લીધે કેન્સર થવાનો ખતરો ઓછો થઈ જાય છે. સફેદ મરીમાં કેપ્સિકીન નામના તત્વ હોય છે જે કેન્સરના કોષોને મારી નાખે છે.

બ્લડપ્રેસર: સફેદ મરીમાં ફ્લેવોનોઇડ અને વિટામીન સી અને ઈ ધરાવે છે. તેના લીધે બ્લડપ્રેસર નિયંત્રિત રાખવામાં ઉપયોગી છે., હાઈ બ્લદ્પ્રેસ્રની તકલીફ ધરાવતા વ્યક્તી જો નિયમિત રૂપથી સફેદ મરીનું સેવન કરે તો બ્લડપ્રેસર કાબુમાં રહી શકે છે.

હાડકા મજ્બુ કરે: સફેદ મરીમાં મેગ્નેશીયમ અને કોપર તેમજ મેંગેનીઝ તત્વો ધરાવે છે. જેના લીધે સફેદ મરીના સેવનથી હાડકાની તાકાત વધારવામાં મદદ મળે છે.

ગઠીયો વા: સફેદ મરીનું સેવન કરવાથી સ્નાયુનો સોજો ઓછો થાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે. જેમાં આવેલા ફ્લેવોનોઇડ અને કેપ્સેસીઈન તત્વો આ સ્નાયુ અને સાંધાના દુખાવા માટે ઉપયોગી છે. જૂ તમને વા ની તકલીફ રહે છે તો નિયમિત રૂપથી સફેદ મરીનુ સેવન કરો.

વજન ઓછો કરવામાં સહાયક: સફેદ મરીમાં મળી આવતા પોષક તત્વો શરીરની વધારાની ચરબીને વધતી રોકે છે. તેનું સેવન સલાડમાં, ભોજનમાં કોઇપણ પ્રકારે કરી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. જેમાં આવેલું કેપ્સેસિઈન તત્વ શરીરમાં રહેલી ચરબીને ઓગાળવા માટે ઉપયોગી છે.

આમ, સફેદ સફેદ મરી શરીરની ખુબ જ અગત્યની સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી છે. સફેદ મરી હ્રદયથી માંડીને આંખ, પેટ, હાડકા વગેરે જેવી અનેક સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી છે. આશા રાખીએ કે આ સફેદ મરી વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *