નકામા લાગતા આ ઠળિયા અનેક બીમારી થી બચાવશે. ડાયાબિટીસ થી લઈને હરસ મસા થી મળશે કાયમી છુટકારો, ધરતી પરની સંજીવની,એકવાર ફાયદા જાણશો તો તેને ક્યારેય નહિ ફેંકો.
ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો કેરી અને જાંબુ ની રાહ જોતા હોય છે. ગરમી શરુ થાય એટલે લોકો કેરી ખાય છે. અને ગરમીમાં લોકોને જાંબુ ખાવા પણ ખુબ જ ગમતા હોય છે. સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે. સાથે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી માંથી રાહત મેળવવા લોકો જાંબુનું સેવન કરતા હોય છે.આપણે સૌ જાંબુ ખાઈને તેના ઠળિયા ફેંકી દેતા હોઈ છીએ. પરંતુ જાંબુની ની સાથે સાથે જાંબુના ઠળિયા પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જાંબુના ઠળિયામાં જાંબોલીન હોય છે. જાંબુના ઠળિયા ઈન્સ્યુલીનના ઉત્પાદનમાં પણ ખૂબ જ વધારો કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ એક ઔષધ સમાન છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ઠળિયા અને તેની છાલ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર જાંબુના ઠળિયા થી પાચનક્રિયા ખૂબ જ સારી બને છે. સાથે સાથે બીજી ઘણી બધી બીમારીઓ થી પણ બચાવે છે. માટે તેને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ. જાંબુ ના ઠળિયા મોતિયા માં ખુબ જ ફાયદાકારક છે. જાંબુના ઠળિયાનો પાઉડર અને મધને મિક્સ કરીને નાની નાની ગોળીઓ બનાવો.
ત્યારબાદ રોજ એક ગોળી સવાર સાંજ લેવાથી અથવા ગોળી ને મધ સાથે લેવાથી મોતિયા માં ફાયદો થાય છે.જે લોકો ખીલની સમસ્યાથી પીડાતા હોય તેને માટે ઠળિયા ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરા પરનું વધારાનું તેલ શોષી લે છે અને ચહેરાને ખીલ મુક્ત બનાવે છે. અને ચહેરા ની ચમક વધારે છે. જાંબુ કેન્સરની સારવાર માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. એક અભ્યાસ પ્રમાણે જાંબુના ઠળિયામાં કેન્સર પ્રતિરોધી અને કીમો પ્રિવેન્ટિવ તત્વ હોય છે.
જે સ્ત્રીને શ્વેત પ્રદરની સમસ્યા હોય તેને ચોખાના ઓસામણના પાણીમાં બે તોલા જાંબુ ના ઠળિયા નો પાઉડર મિક્મિસ કરીને પીવાથી તરત જ રાહત થાય છે. જાંબુના ઠળિયા હાઈ બ્લડપ્રેશર સામે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. જાંબુના ઠળિયાનો પાઉડર લેવાથી ઇમ્યુનિટી સિસ્ટમ માં પણ વધારો થાય છે. જે લોકોને દાંતમાં દુખાવો થતો હોય કે પાયોરિયા થતો હોય તે લોકોએ જાંબુના ઠળિયાનું સેવન કરો. ઝાડા અને મરડો થયો હોય તે લોકોએ જાંબુના ઠળિયાનો પાઉડર છાશમા મિક્સ કરીને પીવાથી તરત જ રાહત થશે.જો નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો બાળકો માટે જાંબુ ઉત્તમ છે.
જે મહિલાઓને પીરિયડ્સ વધારે બ્લીડિંગ થતું હોય કે વધારે દુખાવો થતો હોય તેને સવાર-સાંજ જાંબુના ઠળિયાનો પાઉડર લેવાથી ખુબ જ રાહત થાય છે. જો કોઈ બાળક પથારીમાં પેશાબ કરી જતું હોય તો જાંબુના ઠળિયાને પીસીને પાણી સાથે પીવડાવવાથી આ સમસ્યાનો થોડા સમયમાં જ અંત આવશે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તે લોકો માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જાંબુ ખાવાથી પથરી માં ખૂબ જ ફાયદો થાય છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ ઘી સાથે ખાવાથી માત્ર ને માત્ર બે થી ત્રણ દિવસમાં જ પથરી નીકળી જાય છે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તે લોકોએ પણ આનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. એટલે વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. મહિલાઓને માસિક સમસ્યામાં જાંબુના ઠળિયાનો પાઉડર ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને શ્વાસ સંબંધી બીમારી હોય કે હાઇપોગ્લાસિમિયા જેવી બીમારી હોય તે લોકોએ જાંબુનું સેવન ન કરવું જોઈએ.જાંબુના ઠળિયા નો પાવડર બનાવવા માટે પહેલા જાંબુના ઠળિયાને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ થોડા સમય સુધી તડકામાં સૂકવી દો. ત્યારબાદ સુકાઈ જાય પછી તેને ખાંડણી અને દસ્તા ની મદદથી અથવા તો મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેને ચાળી લો. એકદમ ઝીણો પાવડર બનાવવો જેટલું જીણો પાવડર હશે એટલો વધારે ફાયદાકારક થશે. એટલે બની શકે તો પાતળા કપડાથી ચાળવો.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર