જો તમારા શરીરમાં દેખાય છે આવા લક્ષણો તો ન કરતા નજરઅંદાજ હોય શકે છે આ ગંભીર બિમારી…
મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે બેસલ સેલ કાર્કિનોમા અને સ્ક્વામસ સેલ કાર્કિનોમા જેવા સ્કીન કેન્સર ઘણી વખત તમારી ત્વચામાં આવેલા ન જોઈતા બદલાવની સાથે શરૂ થાય છે. સ્કીન પર આ રીતના બદલાવ કેન્સર નથી હોતા, પરંતુ કેન્સરનું કારણ બની શકે છે. એક અનુમાન પ્રમાણે, ફેર સ્કીનવાળા આશરે 65 વર્ષની ઉંમરના 40 થી 50 ટકા લોકોમાં કેન્સર થવાનો ખતરો વધારે હોય છે.
મિત્રો એટલા માટે સ્કીનમાં જોવા મળતા કોઈ પણ દાગ-ધબ્બાને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. જો સ્કીન કેન્સરને શરૂઆતના સ્ટેજ પર રોકવામાં ન આવે તો આગળ જતા હાલાત વધારે ખરાબ થઈ શકે છે.એક્ટોનિક કૈરાટોસિસ, શરીર પર આ નાના ધબ્બા સૂર્યની કિરણોના સંપર્કમાં વધારે આવવાને લીધે થઈ શકે છે. આવા નિશાન આપણા માથા, નાક, હાથ અથવા શરીરના કોઈ પણ અંગ પર હોઈ શકે છે.
મિત્રો જોકે એ બતાવવું મુશ્કેલ છે કે આ રીતના નિશાન કેટલા સમય બાદ કેન્સરનું રૂપ ધારણ કરે છે. તેની સંભાવના ઘણી ઓછી હોય છે, પરંતુ ડૉક્ટર પણ તેની તપાસ કરાવવા માટે કહે છે. ફેર સ્કીન, લાલ વાળ અથવા ભૂરા કલરની આંખોવાળા લોકોમાં આ ખતરાની સંભાવના વધારે હોય છે.એક્ટિનીક ચેઈલિટીસ, એક્ટિનીક શિલાઈટીસ પણ શરૂઆતી સ્કીન કેન્સરની એક કન્ડીશન હોય છે, જે સામાન્ય રીતે નીચેના હોઠ પર હોય છે.
મિત્રો તેમાં હોઠ પર પોપડીદાર પેચીસ અથવા ખરજવું થઈ શકે છે. કેટલાંક મામલામાં હોઠ પર સોજો, સ્કીનના શાર્પ બોર્ડર અને લિપ લાઈન પર પણ તેની અસર પડે છે. જો સમય પર ઈલાજ કરાવવામાં ન આવે તો એક્ટિનીક ચેઈલિટીસ ખતરનાક સ્ક્વેમસ સેલ કાર્સિનોમાનું રૂપ લઈ શકે છે.ક્યુટેનિયસ હોર્ન, ક્યુટેનિયસ હોર્ન ત્વચા પર કોઈ શીંગડા જેવું ઉભરી આવે છે. જેની નીચેની સ્કીન લાલ હોય છે. આ કેરોટીનથી બનેલું હોય છે.
મિત્રો એજ પ્રોટીન જેનાથી આપણા નખ બને છે. આ એક્ટિનીક કેરોટીનનો એક ખાસ પ્રકાર છે. સામાન્ય રીતે તેની સાઈઝ અને શેપ કોઈ પણ રીતનું હોઈ શકે છે, પરંતુ મોટેભાગના કેસોમાં તેની લંબાઈ મિલીમીટરમાં હોય છે. તેના આધારે સ્ક્વેમેસ સેલ કોર્કિનોમા મેળવી શકાય છે.શરીર પર જોવા મળતા તલમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થવો સામાન્ય નથી. આ રીતની મુશ્કેલી સ્કીન કેન્સરની સમસ્યા ઉભી કરી શકે છે.
મિત્રો આવા બદલાવ એક સમય પછી મેલેનોમા કેન્સરનું કારણ બને છે. સ્કીન કેન્સરમાં કન્વર્ટ થનારા તલ સામાન્ય રીતે અનિયમિત આકારના હોય છે. આ કોઈ પણ કલરના હોઈ શકે છે. તેનો આકાર પેન્સિલ રબર જેટલો મોટો હોઈ શકે છે.પ્રથમ સંકેત, જો તમને લાંબા સમય સુધી તમારા પેટમાં હળવો દુખાવો હોય, તો તમને કબજિયાત થાય છે, પેટમાં સોજો આવે છે, તો તેનો અર્થ એ કે પછીથી તમને પેટનો કેન્સર થઈ શકે છે, જેના કારણે તે વ્યક્તિ પણ મરી શકે છે. જેમને આ રોગ છે, તેની કમરનું કદ ધીમે ધીમે વધશે.
બીજો સંકેત, મિત્રો જો તમારું વજન અચાનક ઓછું થવા લાગ્યું છે, તો તે તમારા માટે ચિંતાનો વિષય છે, કારણ કે વજન ઓછું કરવું એ કેન્સરનું ખૂબ મોટું લક્ષણ પણ છે. ફેફસાં, પેટના કેન્સરને કારણે, પહેલા વ્યક્તિનું વજન ઓછું થાય છે.ત્રીજી સંકેત, જો તમને હંમેશા કબજિયાત રહે છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો, કારણ કે વ્યક્તિ હંમેશા કોલોન કેન્સરને કારણે કબજિયાતની સમસ્યા હોય છે, પરંતુ જો તે સમયસર મળી આવે તો આ રોગમાંથી મુક્તિ મળી શકે છે.
કેન્સરના મુખ્ય પ્રકાર :કાર્સીનોમા: કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરના અંગોને આવરી લે છે.સાકોમા: કેન્સર કે જેની શરૂઆત હાડકાં, કાર્ટિલેજ,ચરબી સ્નાયુ,લોહી નળીઓ અથવા અન્ય જોડતાં અથવા સહાયક કોષોમાં થાય છે.લ્યૂકોમિયા: કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતાં કોષો જેવાં કે બોર્નમેરોથી થાય છે અને તેનાથી મોટી સંખ્યામાં અસામાન્ય લોહીના કોષો પેદા થાય છે અને લોહીમાં પ્રવેશે છે.લીમ્ફોમા અને માઇલોમા: કેન્સર કે જેની શરૂઆત રોગ પ્રતિકારક તંત્રના કોષોમાં થાય છે.સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર: કેન્સર કે જેની શરૂઆત મગજ અને કરોડરજ્જુના બારીક કોષોમાં થાય છે.
કેન્સરના કેટલાંક લક્ષણોસ્તન અથવા શરીરના અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો થઇ જવો.નવા તલ કે મસા થવાં. જે તલ કે મસા શરીર પર હોય તેમાં બદલાવ આવવો.ગળું બસી જવું અથવા કફ થવો કે જે મટતો ન હોય.સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ આવવો.જમ્યા પછી અસ્વસ્થતા લાગવી.ખોરાક ગળેથી નીચે ઉતારવામાં ખૂબ તકલીફ થવી.કોઇપણ જાણીતા કારણ વગર શરીરનું વધવું અથવા ઘટવું.અસામાન્યપણે લોહીનું પડવું /સ્ત્રાવ નીકળવો.ખૂબ જ નબળાઇ લાગવી કે થાક લાગવો.
મોટેભાગે આવા લક્ષણો કેન્સરના કારણે થતાં જોવા મળતા નથી. તે સાદી ગાંઠ અથવા અન્ય સમસ્યાને કારણે પણ થઇ શકે છે. આ બાબતે ર્ડાકટર જ ખાતરીપૂર્વક કહી શકે. કોઈપણ વ્યકિતને પોતાના શરીરમાં આવા લક્ષણો દેખાય અથવા તેની તંદુરસ્તીમાં કોઇપણ જાતનો ફેરફાર થયેલો જણાય તો તેણે બને તેટલા વહેલાસર ડૉકટર પાસે જઇ તેનું નિદાન કરાવવું અને તેની સારવાર લેવી . સામાન્ય રીતે શરૂઆતના કેન્સરમાં દુઃખાવો થતો નથી જો તમને તેના લક્ષણો દેખાતા હોય તો તેનો દુઃખાવો થવાની રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.આ એક રોગ છે જેના વિશે આપણે ઝડપથી જાણી શકીએ નહીં.
મોઢાના કેન્સરની પ્રારંભિક લક્ષણો જેવા કે મોઢા ની અંદર સફેદ ચાંદી અથવા નાના મોટા ઘા થવાના કેન્સરની શરૂઆત થઈ શકે છે મોઢાની અંદર ધોળા ધબ્બા, ઘા, લાંબા સમય સુધી રહે છે તો તે ભવિષ્યમાં મોઢાના કેન્સરની સમસ્યા બની શકે છે.જો મોઢામાંથી વધારે પડતી લાળ વહે છે અથવા લોહી મિશ્રિત લાળ મોંના કેન્સરનું લક્ષણ માનવામાં આવે છે.મોંના કેન્સરનાં લક્ષણોમાં મોંમાં સફેદ કે લાલ ચાદું, મોં ખોલવામાં તકલીફ, અવાજ બદલાઈ જવો, ગળામાં ગાંઠ, ખોરાક લેવામાં તકલીફ પડવી, મોઢામાં ગાંઠ હોવી, મોઢા માંથી લોહી નીકળવું, ચામડીમાં ફેરફાર થવો, કાનમાં સતત દુખાવો રહેવો વગેરે મુખ્ય છે.
મોઢાના જડબામાં અથવા ગળામાં ક્યાંય પણ આવેલો સોજો જે ત્રણ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં. પૂરૃં મોઢું ખોલવાની પડતી તકલીફ, ગળવામાં, ચાવવામાં અથવા જીભ કે જડબુ હલાવવામાં તકલીફ.અન્નનલિકા અથવા ગળામાં કંઈક અટકી ગયું હોય તેવું લાગે.લાંબા સમયથી ચાલી રહેલ ગળાની તકલીફ અથવા ઘોઘરાપણું જે છ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં.કોઈપણ કારણ વગર દાંત ઢીલા પડવા માંડે જેવા લક્ષણો દેખાય એટલે તરત જ ડૉક્ટર નો સપર્ક કરવો જરૂરી છે. મો ને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો લાંબા ગાળે મોઢાનો રોગ અથવા કેન્સર થવાની સંભાવના છે.
જે લોકો ગુટખા, પાન, સોપારી, પાન મસાલા જેવી વસ્તુઓ ખાય છે તેમને મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.બીડી, સિગારેટ, આલ્કોહોલ, ગાંજો વગેરેનું સેવન કરે છે તેમને પણ મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.જેમ દર દિવાળીએ ઘરની સફાઈ જરૃરી છે, વાહનને મેઈન્ટેનન્સ માટે ગેરેજમાં મોકલીએ છીએ એ જ રીતે આ શરીરરૃપી મશીનને તંદુરસ્ત રાખવા એને પણ સર્વિસની જરૃર હોય છે જેમાં યોગ્ય આહાર, વ્યાયામની સાથે દર છ મહિને ડેન્ટલ ચેકઅપ, જરૃરી સારવાર પણ એટલી જ અગત્ત્યની છે.
જો તમે મોઢાના કેન્સરથી બચવા માંગો છો તો તમારે ધૂમ્રપાન અને નશાથી દૂર રહેવું પડશે.તમે તમારા મોં ને દરરોજ બરાબર સાફ કરો. દિવસમાં બે વાર દાંત અને મોં સાફ કરવાથી તમે મોઢાના કેન્સરથી બચી શકો છો.મોંનું કેન્સર સામાન્ય રીતે ગાલ, હોઠ, જીભ અને જડબામાં શરૂ થાય છે અને તે થવાનાં કારણોમાં સૌથી વધુ જવાબદાર કારણ છે તમાકુનું કોઈપણ પ્રકારે સેવન કરવાની આદત. તમાકુ જે જગ્યાએ અડે ત્યાં કેન્સર વધુ જોવા મળે છે. જેમ કે ગુટખા, મસાલા ખાતા લોકોને ગાલનું, બીડી પીનારને હોઠનું તથા તમાકુ ચાવનારને જીભનું કેન્સર થાય છે.
છીંકણી ઘસનારને જડબાનું કેન્સર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમાકુ-ધૂમ્રપાન સિવાય દારુનું સેવન, અપૂરતું પોષણ, વિટામીનની ખામી, ફિટ ન થતાં ચોખઠાં કે ઘારદાર દાંત પણ કેન્સર કરી શકે છે.હળદર, સંચળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, તેલ, લોટ, ચોખા વગેરે વસ્તુઓમાં મિલાવટની બાબતમાં ઘણી વાર સામે આવતા રહે છે. આ સામાનમાં વધારે નફા માટે ઘણી વાર ખુબ જ હાનિકારક તત્વ મિક્ષ કરવામાં આવે છે, જેનાથી શરીરમાં કેન્સર થઇ શકે છે.
કેન્સર થી બચવાના ઉપાય.પહેલા કેન્સરના રોગી ત્વચા, ફેફસા, કીડની અને આંતરડા સાફ કરો, કિડનીની સફાઈ માટે એનીમા લેવો જોઈએ. ૪ દિવસ રોગી માત્ર સંતરા, દ્રાક્ષ, નાશપાતી, ટમેટા, લીંબુ વગેરે રસવાળા ફળ લો. ગાજર વગેરે કાચા શાકભાજીનો રસ પણ ફાયદાકારક છે. ત્યાર પછી નીચે જણાવેલ ડાઈટ ચાર્ટ ફોલો કરો. થોડા દિવસો સુધી આનો પ્રયોગ પછી રોગીને કુદરતી આહાર આપવો જોઈએ, જેવા કે લસણ, ટમેટા, ગાજર, લીલા પાંદડા વાળા શાકભાજી, કોબી વગેરે, તે ઉપરાંત અંકુરિત અનાજ, બદામ વગેરે.
જુના સમયમાં કેન્સરની દવા તરીકે લસણનો ઉપયોગ કરતા હતા. જે લોકો વધુ પ્રમાણમાં લસણ ખાય છે તેમને કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. એક કિલો પાણીમાં ચાર ચમચી તજ પાવડર નાખીને ઉકાળો. ૭૫૦ ગ્રામ પાણી રહે એટલે ગાળીને આખા દિવસમાં થોડું થોડું કરીને પીવું જોઈએ.મોઢાના કેન્સરથી દર ૩ કલાકે ૧ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં મોઢાનું કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. ૧૦ માંથી ૪ કેન્સર મોઢાના કેન્સર હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ મૃત્યુ મોઢાના કેન્સરથી થાય છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર