કાકડાના સોજા માટે 11 અસરકારક દાદીમાંના નુસખા

કાકડા : ( ૧ ) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો તે મટે છે . ( ૨ ) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે . ( ૩ ) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બે – ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે . ( ૪ ) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે . ( ૫ ) એક એક ચમચી હળદર અને ખાંડ કાફી જઈ ઉપર ગુરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે . ( ૯ ) કાકડા – ટોન્સિલ્સમાં સોજો આવે , તાવ આવે અને ખોરાક – પાણી ગળવામાં મુશ્કેલી પડે તો જેઠી મધ , કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચૂર્ણ બે થી ત્રણ ચમચી મધમાં સવાર – સાંજ ચાટવાથી રાહત થાય છે . સાથે સાથે સશસ્ની વટીની અને સુદર્શન ઘનવટીની એક એક ગોળી સવારે , બપોરે , સાંજે લેવી , માવાની મીઠાઈ , ફ્રિજનું ઠંડુ પાણી , ઠંડાં પીણાં , આઈસ્ક્રીમ , શરબત , ટૉફી , ચૉકલેટ , દહીં , છાસ તેમજ લીંબુ , આમલી , ટામેટાં જેવા ખાટા પદાર્થો બંધ કરવા . ખદિરાવટીની બે – બે ગોળી ચૂસવી ખૂબ જ હિતકારી છે .


( ૭ ) કાકડા થાય તો એક દિવસ ઉપવાસ કરવો . મળશુદ્ધિ માટે રાતે નાની ચમચી હરડેનું ચૂર્ણ લેવું . દિવસમાં ત્રણ વખત એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું . સવારે “ સુવર્ણ વસંતમાલતી ‘ ની અર્ધ ગોળી પીસીને મધમાં ઘંટી ચાટી જવી . ૧૧-૧૨ દિવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે . ( ૮ ) વડ , ઉમરો , પીપળો જેવા દૂધ ઝરતા ઝાડની છાલને કૂટી , ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે .( ૯ ) ટંકણખાર , ફટકડી , હળદર અને ત્રિફલાના મિશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે . ( ૧૦ ) કાકડા ( ટોન્સીલ્સ ) માં કાકડાશિંગી હળદર સાથે આપવી . કાકડાશિંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દિવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરિણામ આવે છે . ( ૧૧ ) ઠંડા , ચીકણા અને ગળ્યા પદાર્થો બંધ કરી નાગરવેલના પાનમાં તજનો એક ટુકડો , પાંચ – સાત મરી અને તુલસીનાં સાત – ઠ પાન લઈ બીડું બનાવી સવાર – સાંજ ચાવી ચાવીને રસ ગળા નીચે ઉતારતા જવું .


Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.