કંગના રનૌતએ રિતિક રોશન સાથેના પોતાના સબંધને લયને કર્યો મોટો ખુલાસો જાણો શું કહ્યું!
કંગના રનૌત બોલીવુડની મોટી અભિનેત્રી છે. કંગના રનૌત હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે અને તે વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. એક સમય હતો જ્યારે કંગનાએ રિતિક રોશનને લઈને મોટા મોટા નિવેદનો આપ્યા હતા. 2013-14ની વચ્ચે કંગના રનૌત અને રિતિક રોશન વચ્ચેના સંબંધો ખૂબ જ સારા ચાલ્યા.
ફિલ્મ ક્રિશ 2 ના શૂટિંગ દરમિયાન, કંગના રનૌત અને રિતિક રોશન એકબીજાની ખૂબ નજીક આવ્યા અને તેમના ડેટિંગના સમાચાર પણ મીડિયામાં ઉડવા લાગ્યા. હૃતિક રોશન અને કંગનાની આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તે ખબર જ ન પડી. જોકે, કંગના અને હૃતિકનો સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો, ત્યારપછી ઈન્ટરવ્યુ અને ઈવેન્ટ્સ દરમિયાન કંગનાનો ગુસ્સો હૃતિક પર ઘણી વખત ભડકી ગયો હતો અને તેણે હૃતિકને ઠપકો આપ્યો હતો.
ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ હૃતિક સાથેના તેના સંબંધો વિશે કહ્યું હતું કે, “ફિલ્મ ક્રિશ 2 ના શૂટિંગ દરમિયાન, અમે વાત કરવાનું શરૂ કર્યું અને આ વાતચીત મિત્રતામાં બદલાઈ ગઈ. આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ ત્યારે અમને બંનેને ખબર પણ ન પડી અને હૃતિક હંમેશા મને ડેટ કરવા માટે દબાણ કરતો હતો અને મેં ફરીથી હા પાડી હતી.
જો કે, તમને માહિતી માટે જણાવી દઈએ કે જે સમયે રિતિક રોશન અને કંગના રિલેશનશિપમાં આવ્યા હતા, તે સમયે રિતિક રોશને તેની પત્ની સુઝેનને વર્ષ 2014માં ડિવોર્સ આપી દીધા હતા અને રિતિકના ફેન્સે કંગનાને આ છૂટાછેડાનું કારણ જણાવ્યું હતું. જો કે રિતિક રોશને કંગનાના આ વર્તનને ખોટો સંબંધ ગણાવ્યો હતો.