ઘરે જ બનાવી લ્યો આ ઔષધીય તેલ, સાંધાના દુખાવા, ખરતા વાળ અને ચામડીના રોગ 2 દિવસમાં કાયમી ગાયબ, જાણી લ્યો તેલ બનાવવાની રીત

પૂજા પાઠમાં વપરાતુ કપૂર અનેક ઔષધિયો ગુણો ધરાવતું હોવાના કારણે ઘણું લોકપ્રિય છે. કપૂર ઝાડની છાલમાંથી મળે છે. તેનું તેલ પણ અનેક સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. કપૂરનું વૈજ્ઞાનિક નામ સિનામોમસ કૈફોરા છે. તેની સ્મેલ ખૂબ જ હાર્ડ હોય છે. તેમાં ટરપીન હોય છે તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તો જાણો કઈ બીમારીમાં કપૂર તમને રાહત આપે છે.દેશના અનેક આયુર્વેદિક એક્સપર્ટનું માનવું છે કે ચહેરાના ડાઘને ઘટાડવા માટે ભીમસેની કપૂરનો ઉપયોગ કરાય છે. આ સિવાય સ્કીનમાં સૂકાપણું અને શુષ્ક ત્વચાના કારણે તે ધબ્બાવાળી દેખાય છે. કપૂરને નારિયેળના તેલમાં મિક્સ કરીને સ્કીન પર લગાવવાથી તેની શુષ્કતા ઘટે છે. કપૂરનું ચૂરણને બરગદના દૂધમાં મિક્સ કરીને પીસીને આંખમાં કાજલની જેમ લગાવી લેવાથી આંખના અનેક રોગમાં રાહત આપે છે.

કપૂરમાં એસેન્શિયલ ઓઈલ મળે છે જે સ્કીનની ખંજવાળ અને બળતરાને માટે ફાયદો આપે છે. આ એસેન્શિયલ ઓઈલને સ્કીન શોષી લે છે અને સ્કીનને ઠંડક આપે છે. સ્કીનની ખંજવાળ અને બળતરાને દૂર કરવામાં નારિયેળ તેલના એક કપમાં એક ચમચી પીસેલું કપૂર મિક્સ કરો. તેના મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ફાયદો થશે.કપૂર વાળને ફાયદો આપે છે. વાળનું ખરવું, વાળને મજબૂત બનાવવા અને ખોડોની સમસ્યામાં પણ કપૂરનો ઉપયોગ કરાય છે. આ ઘરેલૂ ઉપાય માટે નારિયેળ તેલની સાથે કપૂરને મિક્સ કરો. આ મિશ્રણથી માથાની મસાજ કરવાથી તમને ખોડોથી રાહત મળશે અને વાળ મજબૂત થશે.

જે લોકો પોતાના સાંધાના દુઃખાવાથી પરેશાન રહે છે તેઓએ ઘરેલૂ ઉપચારમાં કપૂરનો ઉપયોગ કરી લેવો. કપૂરના તેલમાં ગરમાવો લાવનારા તત્વો હોય છે. જે નસની સંવેદનશીલતાને ઘટાડે છે. તમે તેનાથી માલિશ કરો છો તો તમને રાહત મળે છે. સાંધાના દર્દથી રાહત મેળવવા માટે તલનું તેલ ગરમ કરો અને તેમાં કપૂર મિક્સ કરીને આ મિશ્રણથી જ્યાં દુઃખાવો રહે છે તેની પર માલિશ કરો. તમને રાહત મળશે.કપૂરને તેલ સાથે ભેળવીને છાતીમાં માલિશ કરવાથી નાક, કફ અને ફેફસાની જકડનતામાંથી રાહત મળે છે. વિક્સ, ઝંડુ, અમૃતંજન વગેરે જેવા લગભગ તમામ બામમાં કપૂર હોય છે.નાક ખોલવા અને કફને છૂટો કરવા માટે ગરમ પાણીમાં કપૂર ઓગાળી ને ભાપ લેવી અસરકારક છે.

કપૂરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળે છે. જે સ્કીન પર ખીલની સમસ્યાથી રાહત આપી શકે છે. કેટલાક રિસર્ચ અનુસાર જે લોકોની સ્કીન ઓઈલી હોય છે તેમને માટે કપૂર ફાયદો કરે છે. આ ઘરેલૂ ઉપાય માટે એક કપ નારિયેળ તેલમાં કપૂરની 2 નાની ગોટી મિક્સ કરો અને તેને થોડા થોડા પ્રમાણમાં લઈને ખીલ વાળી જગ્યાએ લગાવશો તો ફાયદો થશે.દાંત ઉપર દેશી કપૂર નો નાનો ટુકડો નાખો જ્યાં તમને દુખાવો થાય છે અને તેને બે મિનિટ માટે દબાવો. પીડાથી ત્વરિત રાહત મળશે. કપૂર મોંમાંથી દુર્ગંધ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

5 વર્ષથી વધુ ઉંમરના બાળકોના પેટમાં રહેલા કીડાઓને નાશ કરવા માટે, ગોળમાં થોડો દેશી કપૂર મિક્સ કરો.  તેનાથી કીડા દૂર થશે અને કીટના કારણે પેટનો દુખાવો પણ મટી જશે.જો પેટમાં દુખાવો હોય તો ભીમસેની, કપૂર, ચોખા અને થોડી સેલરીનો ટુકડો એક સાથે લેવાથી રાહત મળે છે.માથાનો દુખાવો આજકાલ એક સામાન્ય પ્રથા છે કોઈ ના કોઈ કારણોસર માથામાં દુખાવો થાય છે. માથાના દુખાવામાં કપૂર તેલ લગાવવાથી તમે પીડાથી રાહત મેળવશો.શરીર પર કંઈક વસ્તુ થી કપાઈ જાય છે. અને લોહી બંધ થતું નથી, તો તમે ચૂરને પાણીમાં પલાળીને કપાઈ ગયેલા ભાગ પર લગાવો. કોઈ ભાગ દાઝી જાય તો ત્યાં કપૂર લગાવવાથી રાહત મળે છે.

અનેક વાર તમારી એડીમાં તમે લાઈનો જુઓ છો. જેને આપણે ફાટેલી એડી કહીએ છીએ. આ માટે પણ તમે ઘરેલૂ ઉપાયમાં કપૂરનો ઉપયોગ કરી શકો છો. એક પાણી ભરેલી ડોલ લો અને તેમાં 10-12 કપૂરની ગોળીઓ નાંખો. હવે તે પાણીમાં 10-15 મિનિટ સુધી તમારા પગ રાખો. આ ઘરેલૂ ઉપાયથી તમારી એડીઓ મુલાયમ બનશે અને ક્રેક ભરાઈ જશે.કેળાની વચ્ચે ચણા જેટલું કપૂર લેવાથી બાવાસીર ના રોગમાં ફાયદો થાય છે.નારિયેળ તેલમાં દેશી કપૂર ભેળવીને ગુદામાર્ગ પર લગાવવાથી પીડા, બળતરા સનસનાટી, ઠંડક થાય છે અને સોજો પણ ઓછો થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *