આ નાનકડું અને ચમત્કારી એવું ફળલોહીને શુદ્ધ કરી 100 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર

કરમદાંના છોડ પહાડી વિસ્તારમાં મોટા ભાગે જોવા મળે છે. આ છોડ પર કાંટા હોય છે. તેની ઊંચાઈ ૬ થી ૭ ફુટ જેટલી હોય છે. પાંદડાંની પાસે કાંટા હોય છે, જે ખુબ જ મજબૂત હોય છે. તેનાં ફળ સહેજ લંબગોળ, નાનાં અને લીલાં રંગનાં હોય છે. પાકેલાં ફળ કાળા રંગનાં હોય છે. કરમદાંનાં કાચાં ફળ લીલાં, સફેદ અથવા લાલિમા સહિત અંડાકાર તથા બીજાં રીંગણીયા કે લાલ રંગનાં હોય છે. દેખાવમાં સુંદર તથા કાચાં ફળને કાપવાથી દૂધ નિકળે છે. પાકેલાં ફળનો રંગ કાળો થઇ જાય છે. ફળની અંદર ૪ બીજ નિકળે છે.

કરમદાથી સુકા ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.  5 મિલી કરમદાના પાંદડાના રસમાં મધ મેળવી ચાટવાથી સૂકી ઉધરસની પીડાથી રાહત મળે છે. કરમદાના સૂકા ફાળના ચૂર્ણ  અથવા કરમદાના ના મૂળનું ચૂર્ણ પીવાથી ઝાડા, પેટના રોગો અને પેટના કીડાથી છૂટકારો મળે છે.

કરમદા ના ફાયદા:

કરમદાના પાકા ફળમાંથી બનાવેલ 1-2 ગ્રામ પાવડર લેવાથી પિત્ત અને કફની અસંતુલિતતા માં ફાયદો થાય છે. જો પેશાબ કરતી વખતે બળતરા થવાની સમસ્યા હોય તો નાના કરમદાના 1 ગ્રામ મૂળને પીસીને દૂધ સાથે પીવાથી પેશાબની સમસ્યામાં સારવાર મળે છે.જલોદર વાળા દર્દીએ પહેલા દિવસે કરમદાના પાંદડાનો 5 મિલી રસ લેવો જોઈએ, બીજા દિવસે 10 મિલી, આ રીતે દરરોજ 5 મિલી જેટલો વધારો કરવો જોઈએ અને 50 મિલી જેટલો ઉપયોગ કરવો જોઈએ અને પછી તેને ઘટાડીને 5 મિલી કરવો જોઈએ.આ રીતે સવાર-સવાર આ રસ પીવાથી જલોદરમાં ફાયદો થાય છે.

કરમદાથી પેટમાં દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. તે ઉપરાંત પાચનતંત્ર વધારે મજબૂત થાય છે. આ ફળનો નિયમિત રીતે સેવન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ બીમારી થવાની શક્યતા રહેતી નથી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

૧-૨ ગ્રામ કરમદા ના મુળિયા ને દૂધ માં પીસીને સેવન કરવાથી માસિક ધર્મ સબંધિત અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે. જો વધારે ખવાઈ ગયું હોય અને પેટ માં ગેસની સમસ્યા થઇ જાય છે તો કરમદા ના ફૂલ ના ચૂર્ણ માં અથવા તેના મૂળ ના ચૂર્ણમાં મધ મિલાવીને ચાટવાથી ગેસની સમસ્યાની સાથે સાથે પેટના દર્દ માં પણ રાહત રહે છે. કરમદા માં લોહતત્વ ની માત્રા સારા એવા પ્રમાણમાં હોવાથી લોહીની ઉણપ દૂર થાય છે. કરમદા ના પાંદડા અને મૂળને પીસીને ત્વચા પર લગાવવાથી ખંજવાળ, બળ્યા ના ડાઘથી છુટકારો મળે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *