કેરીના વધેલ ગોટલામાંથી બનાવો આ સ્વાદિષ્ટ મુખવાસ

મુખવાસ માટે જરૂરી સામગ્રી : થોડા કેરીના ગોઠલા, મીઠું, 1/2 ચમચી હળદર, કેરીનું મીઠાવાળું પાણી અથવા અડધા લીંબુનો રસ,તળવા માટે તેલ, જીરાનો ભૂકો, સંચળ, ચાટ મસાલો, હીંગ, હળદરબનાવવાની રીત – વપરાય ગયેલા ગોઠલાને સૌ પ્રથમ સદા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ આ ગોઠલાને 7 થી 8 દિવસ સુધી તડકામાં સુકવો. ગોઠલાને જમીન પર સીધા સુકવશો તો ચાલશેગોઠલા સુકાય જશે એટલે સફેદ કલરના થઈ જશે. અમે જેમ જેમ કેરી વપરાતી જાય તેમ તેમ ગોઠલા સુકવતા જઈએ.. બધા ગોઠલા 7 થી 8 દિવસ સુધી સૂકવવા .

» ગોઠલા બરાબર સુકાય જાય એટલે હથોડી કે દસ્તાની મદદથી ગોઠલાને તોડો. ધ્યાન રહે અંદરની ગોઠલી ભૂકોના થઇ જાય. બને ત્યાં સુધી પેહલા કિનારીથી તોડો અને ગોઠલી આખી નીકાળવાની ટ્રાય કરવી..» આ ગોઠલીના ઉપરના પડ કાઢી લેવા.» હવે ગોઠલીને પાણીમાં પલાળો. દર 4 થી 5 કલાકે પાણી બદલી લેવું. સાથે જેટલું પડ નીકળે નીકળતા જાઓ.» આપ જોશો પાણી કાળા પડતા જશે. અને ગોઠલી ધીરે ધીરે સફેદ બનતી જશે.» પાણી બદલાવાની પ્રક્રિયા 4 થી 5 વાર કરો. ધ્યાન રહે ગોઠલીના કાળા ડાઘા પડશે.

» ત્યારબાદ ગોઠલીને કુકરમાં બાફવા માટે મુકો. એમાં થોડું કેરીનું પાણી , મીઠું અને હળદર ઉમેરો. ગોઠલી ડૂબે એટલું પાણી લો. ધીમી આંચ પર 3 થી 4 સીટી વગાડો.» ત્યારબાદ બફાયેલી ગોઠલીને ચાયણીમાં નિતારવા મુકો. 2 થી 3 કલાક માટે નિતારવા દો. આમ કરવાથી સમારતી વખતે ગોઠલી તૂટશે નહીં.» હવે એકદમ પાતળીને લાંબી સુધારો. હળવે થી સુધારો નહીં તો બફાયેલી ગોઠલીનો ભૂકો થઈ જશે.» હવે એકદમ પાતળીને લાંબી સુધારો. હળવે થી સુધારો નહીં તો બફાયેલી ગોઠલીનો ભૂકો થઈ જશે.» આ સમારેલી ગોઠલીને એક કોટનના કપડાં પર તડકે સુકવો.. આવા આકરા તડકામાં 2 દિવસમાં ગોઠલી સુકાય જશે.» ધ્યાન રહે ગોઠલી એકદમ સુકાય જ જવી જોઈએ.» ગોઠલી તળીને અથવા શેકીને બનાવી શકાય છે. તળી ને બનાવેલ વધુ પોચી અને સરસ બને છે . તેલ એકદમ ગરમ થાય ત્યારે જ તળવી.» ત્યારબાદ, આ ગોઠલીને મોટા બાઉલ કે કડાયમાં લઇ બધો મસાલો ઉમેરો..» એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરો અને આનંદ ઉઠાવો આ સ્વાદિષ્ટ મુખવાસ નો .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *