બાળકો કેરોસીન , અન્ય રસાયણ કે દવા પી જાય તો તરત કરો આ કામ

બાળકોમાં જન્મજાત કુતુહલવત્તિ I હોય છે . આ વૃત્તિને વશ થઈ તેઓ કોઈ ને કોઈ ચીજવસ્તુઓને મોઢામાં મૂકી તેનો અનુભવ લેવા પ્રેરાય છે . માત્ર પાણીનો જ સ્વાદ નહીં તેઓને કેરોસીન ઉપરાંત અન્ય 1 0 હેલ્થ ઇઝ વેલ્થ રસાયણોનો સ્વાદ ચાખવાની ઈચ્છા પણ થાય છે .ઘરમાં બનતી ઘટનાઓમાં કેરોસીન ઉપરાંત બાળકો નીચે દર્શાવેલી વસ્તુઓ મોઢામાં પધરાવી આફત નોતરે છે .

૧ . બાટલીની દવા કે ટીકડી .

૨ . જંતુનાશક દવાઓ .

૩ . કેરોસીન , તેલ , લાદી સાફ કરવાનું પ્રવાહી સ્પિરિટ .

૪ . સાબુ , ફિનોલની ગોળી , અનાજમાં નાખવાની ટીકડી . આપણા દેશમાં બાળકોની ઝેર પીવાની ઘટનાઓમાં મુખ્ય ઘટના કેરોસીન પી જવાની હોય છે , કારણ કે . .

• કેરોસીન એ ઘરવખરીની ચીજ હોવાથી દરેક ઘરમાં તેની હાજરી હોય છે .

• કેરોસીન અને કેટલાંક અન્ય રસાયણોની તીવ્ર વાસ બાળકને આકર્ષે છે , એટલે તે ત્યાં જઈ પહોંચે છે . મધ્યમવર્ગનાં કુટુંબોમાં કેરોસીનનો ઉપયોગ અધિક થાય છે . તેને હાથવગું રાખવા કેરોસીન ભરેલું ડબલું ઘરના ખૂણામાં , જમીન પર નીચે જ રાખવામાં આવે છે . ત્યાં બાળક આસાનીથી જઈ પહોંચે છે . માતા – પિતાને એવો ખ્યાલ પણ હોતો નથી કે બાળક કેરોસીન પી શકે છે . અને ખ્યાલ હોય તો તેઓ ડબલું અભેરાઈ ઉપર ચડાવી મૂકવાની તકેદારી રાખતાં નથી .

ખાસ નોંધ – આજકાલ બ્લેકલરનું કેરોસીન મળે છે . આવું કેરોસીન બાળક પીએ છે ત્યારે તેની હાનિકારકતા બેવડાય છે . કેરોસીનની અંદર ભેળવેલું લૂ રસાયણ શરીરની પેશીઓનો , ખાસ કરીને ફેફસાંનો કચ્ચરઘાણ કરી નાખે છે . કેરોસીનની શરીરમાં કેવી અસર થાય : ૩૦ મિલિ . ( છ ચમચી ) થી વધારે કેરોસીન પીધું હોય તેવો કેસ જોખમી ગણાય .

• પ્રથમ ૨૪ કલાક વધુ ગંભીર ગણવા . – કેરોસીન ગટગટાવી ગયેલું બાળક ડૉક્ટરની સામાન્ય સારવારથી શરૂઆતમાં સ્વસ્થ જણાય છે , પરંતુ પેટમાં ગયેલું કેરોસીન ફેફસાંમાં પહોચે એટલે ન્યુમોનિયા થાય છે . જેને કારણે બાળક હાંફે છે . ૬થી ૨૪ કલાકમાં આવાં લક્ષણો દેખાય છે . કેરોસીન અને અન્ય હાઈડ્રોકાર્બન શ્વસનતંત્ર માટે હાનિકારક હોય છે . •

કોઈ કેસમાં , મગજમાં તેની ઘાતક અસર થાય તો બાળક બકવાસ કરે , તેને આંચકી આવે , અને તે બેભાનાવસ્થામાં સરી પડે . • પેટના આંતરડાની ગતિ – ક્રિયા વધી જાય છે અને તેથી ઝાડા – ઊલટી થાય છે . • બાળક કેરોસીન કે જલદ ૨સાયણ પી ગયું હોય તો તત્કાલ શું કરવું ?

• બાળક કેરોસીન કે કોઈ જલદ રસાયણ પી ગયું હોય તો તેને ઊલટીઓ કરાવવાની કોશિશ ન કરવી . મોઢામાં આંગળા નાખી ઊલટીઓ કરાવવાની મથામણ એટલે બાળકને ઊલમાંથી ચૂલમાં નાખવાની ક્રિયા . ઊલટી થવાથી કેરોસીન રસાયણ ફેફસાંમાં જઈ શકે છે , જે ન થવું જોઈએ .

• કેરોસીન કે રસાયણથી ખરડાયેલાં કપડાં કાઢીને દૂર કરવાં . • બાળકને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવું . જે રસાયણ પીધું હોય તેનું ડબલું સાથે લઈ જવું . ડબલા ઉપર તે દવાની ઘાતક અસરના નિવારણની વિગત છાપેલી હોય છે . આવી વિગત ડૉક્ટરને સારવાર કરવામાં મદદરૂપ થાય છે . ડૉક્ટર લીલીઝંડી ન આપે ત્યાં સુધી દૂધ કે અન્ય આહાર ન આપવો .

• મોઢામાં ફીણ આવતાં હોય કે પીધેલું રસાયણ ટપકતું હોય તો તે હળવે હાથે લૂછી નાખવું . • આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલે રસાયણો અને દવાઓ બાળકની પહોંચની બહાર રાખવાં . ઘરની અભેરાઈ ઉપર જ મૂક્યાં .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *