ખુબજ અગત્યનાં છે ગર્ભ સંસ્કાર,જાણો બાળક પર તેની શું અસર પડે છે અને કેવી રીતે.

ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર. આમ, તો સંતાન સુખ ની ખેવના દરેક વ્યક્તિ રાખે છે પણ એક ઉત્તમ સંતાન ની ખેવના માટે ગર્ભસંસ્કાર જરૂરી છે.આવો આજે આપણે જાણીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે.એક જીવ ની ઉત્પત્તિ એ વિશ્વની સૌથી પવિત્ર અને આનંદદાયક ઘટના છે. આ આનંદદાયી ઘટના ના તમે સાક્ષી બનવા જઈ રહ્યા છો તો એના માટે તમને ખુબ ખુબ અભિનંદન.માણસ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે.જયારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશી ની વાત છે. આજના યુગ માં દરેક માતા પિતા પોતાના ઘરે એક સ્માર્ટ બાળક ઈચ્છે છે.દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેનું સંતાન ઉત્તમ વિચારો ધરાવતું સંતાન તરીકે જન્મ લે.બુદ્ધ ,મહાવીર, રામ, કૃષ્ણ જેવા સંસ્કારો ધરાવતું બાળક ની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે માટે ગર્ભસંસ્કાર ઉત્તમ છે. મનમાં આવતા વિચારો થી આપણા સંકલ્પો નક્કી થાય છે. જેવા શિશુ ની આપણે ઈચ્છા રાખીએ છીએ તેવા વિચારો આપણે લાવવા જરૂરી છે.મનમાં આવતા વિચારો બાળક ના જન્મ પર ખુબ જ અસર કરે છે. બાળક માતા ના મન અને હૃદય ની દરેક વાતો ને અનુભવે છે માતાના વિચારો થી જ રામ જેવા પુત્ર જન્મ થાય છે જે દુનિયા નો તારણહાર બની શકે છે અને માતા ના વિચારો થી જ રાવણ જેવા પુત્ર નો પણ જન્મ થાય છે જે દુનિયા નું વિનાશ પણ સર્જી શકે છે.તેથી વિચારો ખુબ જ મહત્વના છે.

 

એક ઉદાહરણ લઈએ જયારે માતા ત્રિશલા ગર્ભવતી હતા ત્યારે તેમના ગર્ભ માં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઇ રહ્યા હતા. ત્યારે મહાવીર સ્વામી એ થોડા સમય માટે ગર્ભ માં પોતાની હલનચલન બન્ધ કરી દીધી ત્યારે તેમના માતા ને તેમના હલન ચલન ના થવાથી એવો વિચાર કર્યો કે શું તેમનું બાળક મૃત્યુ પામ્યું છે? તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતા ના ગર્ભ માંલાત મારવાનું ચાલુ કરે છે.આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો.તેવું તમારું બાળક ગર્ભ માં વિચારે કરે છે. જેથી ઉત્તમ વિચારો દ્વારા પોતાના બાળક નું પાલનપોષણ પોતાના ગર્ભ માં કરો અને દુનિયા માં ઉત્તમ વિચારો સાથે તેને જન્મ આપો.પોતાના ઉત્તમ વિચારો થી માતા ઈચ્છે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. માતા ધારે તો તે આ વિશ્વ ને એક ઉંચાઈ તરફ લઇ જાય તેવા બાળક ને જન્મ આપી શકે છે અને ધારે તો વિશ્વ નું પતન કરે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે.16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે.ગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ વ્યાયામ,વસ્ત્રો, આભૂષણો,આહાર,વિહાર વિગેરેના અભ્યાસ દ્વારા ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી બાળકની પ્રાપ્તિ થઇ શકે છે.બાળક ગર્ભમાં નિર્માણ પામે ત્યારથી બાળકને જે સંસ્કાર જ્ઞાન આપવાનું શરૂ કરવું જોઈએ.એટલે જ ગર્ભ સંસ્કાર દ્વારા માતા જે ઘારી શકે તે કરી શકે કાશીના રાજા ઋતુધ્વજના પત્ની રાની મદાલસા બહુ જ ધાર્મિક હતા,બાળકના જન્મ પહેલાં તેઓ આવનાર સંતાનના ગુણ સ્વભાવ અને પ્રકૃતિ કેવા હશે તેની ઘોષણા કરી દેતા,અને પછી તેજ પ્રકારના ગુણનું સતત ચિંતન કરતા અને તેવા યોગ્ય આહાર વિહાર કરતા તેમના 3 પુત્રો વિક્રાંત સૂબાહુ અને શત્રુ મર્દન જે ત્રણેય સન્યાસી બની ગયા.રાજા ઋતુધ્વજ ચિંતિત થયાં તેમને રાની મદાલસા પાસે રાજ્ય કાર્યભાર સંભાળી શકે તેવા પુત્રની માંગણી કરી રાની મદાલસાએ ગર્ભાધાન વખતે રાજા ના ગુણ સ્વભાવ અને પ્રકૃતિનું ચિંતન કરી તેવા પુત્ર અલર્કને જન્મ આપ્યો.જેણે પિતાનો વારસો જાળવી રાખ્યો આપ્રસંગ માતૃશક્તિ અને ગર્ભ સંસ્કારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.માં જે ધારે તે કરી શકે. ચાલો ગર્ભ સંસ્કાર દ્વારા આવનાર બાળકોને ઉત્તમ તેજસ્વી બનાવીએ. શ્રેષ્ઠ બાળક શ્રેષ્ઠ ભારત.

ગર્ભ સંસ્કાર સમય ગાળા દરમિયાન મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે તો આવનાર શિશુ ઉત્તમ વિચારો ધરાવતું જન્મ લે છે. ગાયત્રી મંત્રો, ઓમકાર મંત્રો જેવા મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવું જોઈએ. હાલ જાણવા મળ્યું છે કે વિદેશો માં રહેતી સ્ત્રીઓ જે ગર્ભાવસ્થા માંથી પસાર થઇ રહી છે જેઓ હિન્દી,ગુજરાતી કે સંસ્કૃત પણ સમજતી નથી તેઓ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણી સંસ્કૃતિ ના મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરે છે. જેનાથી તન અને મન બને શાંત થાય છે અને ગર્ભ માં રહેલ શિશુ પણ ઉત્તમ વિચારો સાથે જન્મ લે છે. મંત્રો નું ઉત્તમ ઉચ્ચારણ કરવા માટે યોગ મુદ્રા ધારણ કરો અને ત્યારબાદ મંત્રો નું ઉચ્ચારણ કરો.આ ઉપરાંત તમે તમારા બાળકશરીર ની ઉત્તમ રચના માટે પંચમહાભૂતો ની પણ સ્તુતિ કરી શકો છો. કારણ કે પંચમહાભૂતો મળી ને સંપૂર્ણ શરીર ની રચના કરે છે. જેમાં અગ્નિ, વાયુ, ધરતી, આકાશ અને જળ નો સમાવેશ થાય છે.આ પંચમહાભૂતો ને પ્રાર્થના કરી તમે તેમાંથી શ્રેષ્ઠ બાળક માટેના આશીર્વાદ મેળવી શકો છો.ગર્ભ સંસ્કાર સંવાદ માં તમારે તમારા ગર્ભ માં રહેલા શિશુ સાથે વાર્તાલાપ કરવાનો છે.જેમાં તમારે તમારું બાળક વાસ્તવિક સવરૂપે તમારી સમક્ષ છે તેમ સમજી તેની સાથે વાતો કરવાની છે. એને કહેવાનું છે કે,

હે મારા પ્રિય બાળક ,જ્યારથી તારા આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી, હું, તારા પિતા અને પરિવાર ના સો સદસ્યો આનંદથી રોમાંચિત થયા છીએ.તું સાંભળે છે ને મારી વાતો તારા આવવાની રાહ અમે જોઈ રહ્યા છીએ. પણ તું ધીરજ રાખજે તારી આ યાત્રા ઘણી અઘરી છે એ વાત હું જાણું છું આ સફર માં હું તારી સાથે જ છું. તને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે હું પુરેપુરી કાળજી લઈશ તું ખુબ જ સમજદાર , સુશીલ ,સંસ્કારી થઈશ. હું એ હું જાણું છું તું અતિ ગુણી, મેઘાવી, તેજસ્વી,ગુણવાન , પ્રતિભાવાદી બનીશ. તું રાષ્ટ્રવાદી અને સ્વતંત્ર વિચારો ધરાવતો થઇશ. તું હકારાત્મક વિચારો ધરાવતો થઈશ, તું અમર પ્રેમ અને વાત્સ્લ્ય ની છબી હોઈશ.તું હિમતવાન અને સાહસિક બનીશ, તું વડીલો ને આદર આપશે અને નાના ઓને પ્રેમ આપીશ , તું સાહસિક ,નીડર, પ્રમાણિક બનીશ. તારા આવા અસંખ્ય ગુણો થી તું જીવન માં મહાન બનીશ. તું શરીર, પ્રાણ, મન બુદ્ધિ અનેઆત્મા એમ પાંચેય નો સર્વાંગી વિકાસ કરનારો શ્રેષ્ઠ મનુષ્ય બનીશ.આવા અનેક હકારાત્મક વિચારો થી તમે બાળક ને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભ માં જ આપી શકો છો અને તમારા બાળક માટે એક શ્રેષ્ઠ માતા બની શકો છો. આમ પણ ભારતીય સઁસ્કૃતિ ને ઉત્તમ ગણવામાં આવે છે. આવા સંસ્કારો નું સિંચન જો બાળક માં જન્મ પહેલા થી જ કરવામાં આવે તો જરૂર દરેક બાળક ઉત્તમ ઉદાહરણ બને છે

 Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *