ખીચડી છે ગુણો થી ભરપૂર ! પીજા બર્ગર ના લીધે આપણે દેશી ખાણુ ભુલી ગયા..
પ્પલટ ફૂડ ઇરેઝ ઘરમાં ખવાત ખીચડીમાં ૧૬ પોષક તત્વો છે
રાષ્ટ્રિય ફૂડનો દરજ્જો પામનાર ખીચડી મોટાભાગના ગુજરાતીઓ માટે મનપસંદ વાનગી . ખીચડી લગભગ તમામ ઘરોમાં બને છે . ખીચડી પચવામાં હલકી અને સ્વાસ્ય માટે સારી હોવાનું તો માનવામાં આવે જ છે પણ એમએસ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં પહેલી વખત ખીચડીમાં રહેલા પોષક તત્વોનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું . જેમાં એવું રસપ્રદ તારણ નિકળ્યું છે કે ખીચડીમાં અલગ અલગ ૧૬ પ્રકારના પોષક તત્વો રહેલા છે .
જેમાં પ્રોટિન અલગ અલગ પ્રકારના વિટામીનની સાથે સાથે એન્ટી પણ બનાવી છે . ખીચડીમાં રહેલા પોષક તત્વોનું એનાલિસીસ કરનાર ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગના વરિષ્ઠ અધ્યાપક . મિની શેઠનું કહેવું છે કે કુકરની જગ્યાએ માટીના વાસણમાં રાંધવાથી તેમાં પોષક તત્વો વધારે જળવાતા હોવાનો તુલનાત્મક અભ્યાસ તો અમે નથી કર્યો પણ ખીચડીમાં રહેલા વિવિધ પોષક તત્વોનું એનાલિસીસ પહેલી વખત કર્યું છે અને ખીચડી કમ્પલિટ ફૂડ હોવાની વાતને તેનાથી સમર્થન ચોકકસ મળે.