આ કારણે ડોક્ટર આપે છે કિવી ખાવાની સલાહ,એના ફાયદા જાણીને તમને પણ નવાઈ લાગશે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવુ જ આપણો દેશ એ ખેતીપ્રધાન દેશ છે અહી વિવિધ જાત ના શાકભાજીઓ તથા ફળો ઉગાડવા મા આવે છે. જો ફળો મા આપણે ચર્ચા કરીએ તો મુખ્યત્વે કેરી અને નારિયેળ ની ખેતી આપણે ત્યા વધુ પ્રમાણ મા થતી હોય છે. પરંતુ હાલ એક વિદેશી ફળ કિવી વિશે ચર્ચા કરીશુ. જે મૂળ ન્યૂઝિલેન્ડ અને ઈટલી નુ છે. પરંતુ હાલ આપણા હિમાચલ મા આ ફળ ની ખેતી કરવા મા આવે છે. હાલ કિવી ફળ હિમાચલ ના વાતાવરણ ને અનૂકુળ આવી ગયુ છે.આપણા દેશ મા હિમાચલ ઉપરાંત જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ સિક્કિમ મેઘાલય અરુણાચલ કર્ણાટક અને કેરળ મા પણ કિવી પ્રાપ્ત થાય છે. હિમાચલ ના ખેડુતો તથા ત્યા ના બાગ-બગિચાઓ ના માલિકોએ આર્થિક સધ્ધર બનવા માટે કિવી ઉગાડવા નુ શરૂ કર્યુ.સિરમોર કૂલ્લુ સોલન મંડી અને શિમલા ના પહાડી એરીયા મા કિવી ની વધુ પડતી ખેતી કરવા મા આવતી. હિમાલય મા હેવર્ડ એબોર્ટ એલિસન મોંટી ટુમયુરી અને બુનો જેવા વિવિધ જાત ના કિવી ઉગાડવા મા આવે છે માર્કેટ મા હેવર્ડ જાત ના કિવી ની માંગ વધુ છે.મર્કેટ મા હિમાચલ કિવી નુ મુલ્ય ૧૦૦ રૂપિયા થી લઈ ને ૩૫૦ રૂપિયે કિલો આપવા મા આવે છે. આ ઉપરાંત ખેતર અને બાગ બગીચા મા ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ નવેમ્બર ના સમય સુધી જ કિવી તોડવા મા આવે છે. સિરમોર રાજગઢ અને માનગઢ તથા નારગ ના વિસ્તારો મા થી કિવી દિલ્હી તથા મહારાષ્ટ્ર ના માર્કેટ મા વહેચવા માટે મોકલવા મા આવે છે.

હાલ છેલ્લા ૫ વર્ષ ના સમયગાળા થી શહેરો મા તથા મહાનગરો મા કિવી ની માંગ બહોળા પ્રમાણ મા વધી રહી છે. કિવી મા ઘણા ઔષધીય ગુણતત્વો રહેલા છે ડેન્ગ્યુ સ્ક્રબ ટાયફસ હ્રદય ના રોગો જેવી જીવલેણ બિમારીઓ મા દાક્તરો પણ કિવી ખાવા ની સલાહ આપતા હોય છે. કિવી મા ભરપૂર પ્રમાણ મા વિટામિન્સ સમાયેલા છે જે શરીર મા અઢળક ઉર્જા નો સંચાર કરે છે.ખેડૂતો અને બાગ ના માલિકો એવુ કહે છે કે હાઈ ગુણવત્તા ના કિવી ના છોડ મળવા હાલ દુર્લભ છે. ડૉ. વાઈ. એસ પરમાર વાનિકી અને બાગબાન યુનિવર્સિટી નોણીએ સંશોધન કર્યુ છે કે છેલ્લા ૩ વર્ષ થી કિવી ની બજાર મા જેટલી માંગ છે તેટલી સંતોષી શકાતી નથી.હિમાચલ મા કિવી ના રોપ ને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ મા લગાવવા મા આવે છે.એક રોપ એ ૫વર્ષ ના સમયગાળા મા ફળ આપવા ની શરૂઆત કરે છે મે માસ મા કિવી ના પોલીનેશન નુ કાર્ય કરવા મા આવે છે કિવી મા પોલીનેશન નુ મુખ્ય કાર્ય એ છે કે મેલ અને ફિમેલ ફુલ ને ટચ કરાવી ને ફળ તૈયાર કરવુ. બાગ મા મેલ અને ફીમેલ પ્રકાર ના રોપ ને જુદી જુદી જગ્યાએ ઉગાડવા મા આવે છે અને પોલીનેશન ની પ્રક્રિયા બાદ જુલાઈ અને ઓગસ્ટ માસ મા કિવી ના ફળ પ્રાપ્ત થાય છે.

હિમાચલ મા ૨૦૦૩ ના વર્ષ મા ખેડૂઓએ પ્રયોગાત્મક રીતે કિવી નુ ઉત્પાદન શરૂ કર્યુ. એ સમયે આ ફળ વિશે સૌ અજાણ હતા તથા તેનુ કોઈ ખરીદનાર પણ ન હતુ. પરંતુ ૧૫ વર્ષ બાદ આ હિમાચલ કિવી ની માંગ દિલ્હી પંજાબ મુંબઈ ચેન્નઈ જેવા ક્ષેત્રો મા ઊભી થઈ અને હાલ એટલી વધી છે કે તેને પૂરતા પ્રમાણ મા સંતોષી શકાતી નથી.દુનિયાના સૌથી શક્તિશાળી ફળનું નામ કિવી છે. કિવી જોવામાં હળવા ભખરા, રૂવાવાળા તથા ચીકુ જેવું લાગે છે. તેમાં વીટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. એક ફળનું વજન 40થી 50 ગ્રામ જેટલું હોય છે. દુનિયાના આ શક્તિશાળી ફળનું સેવન કરતા આંખો સંબંધિત બીમારીઓ દૂર થાય છે અને આંખોની રોશની વધે છે. કિવી ફળનું સેવન કરવાથી શરીરના સાંધાના દુખાવા અને શરીરના અન્ય દુખાવા પણ દુર થાય છે.

કિવીના સેવનથી શરીરનું પાચન તંત્ર સારું રહે છે અને પેટ સંબંધિત બીમારીઓમાંથી છૂટકારો મળે છે. કિવીમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટની ગેસ અપચો એસિડિટી જેવી સમસ્યાઓના મૂળને દૂર કરે છે.કિવી ફળ બીજના તેલમાં સરેરાશ 62 ટકા આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે. જે ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. કિવી ફ્રૂટ લુગદીમાં કેરોટેનોઈડ હોય છે. જેમ કે પ્રોવિટામિન-એ બીટા કેરોટીન, લ્યુટિન અને જીએક્સેંથિન કે જે હ્રદયની બીમારીઓ સહિત અનેક બીમારીઓથી દૂર રાખે છે.કિવી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં સહાયક છે. તેના નિયમિત સેવનથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. હ્રદય સંબધિત અનેક બીમારીઓમાં તે મુખ્ય રીતે ફાયદાકારક છે. કિવીમાં ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. આવામાં જો તમને આર્થરાઈટિસની ફરિયાદ છે તો કિવીનું નિયમિત સેવન કરવાથી તમને ફાયદો થશે. આ ઉપરાંત શરીરની અંદરના ઘાને ભરવા અને સોજાને ઓછો કરવામાં પણ તે મદદ કરે છે.

ગર્ભવતી મહિલાઓ માટે કીવીનું સેવન ખૂબજ ગુણકારી છે.કીવી ગર્ભવતી મહિલાને જરૂરી એવા પોષકતત્વો પૂરાપાડે છે અને ગર્ભપાતની શક્યતા ઘટાડે છે.ગર્ભમાં રહેલ બાળકના વિકાસ માટે પણ કીવી ખૂબજ ફાયદાકારક છે.કીવીમાં રહેલ વિટામિન સીથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.તેમાં રહેલ પોષકતત્વો રોગો સામે લડવાની શક્તિ પૂરીપાડે છે.હૃદયને લગતી બીમારીઓ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ માટે કીવીનું સેવન ફાયદાકારક છે.કીવીમાં ફાઈબર વધારે પ્રમાણમાં મળે છે જેના કારણે તેને ખાવાથી કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.કીવી ખાવાથી પેટમાંદુ ખાવો કબજિયાત અને પેટથી સંબંધિત બધી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.કીવીમાં એક્ટિનીડેન નામનું એંઝાઇમ જોવા મળે છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે.કીવી ફળના નિયમિત સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે અને ભોજનને પચવામાં સરળતા રહે છે. કેમકે કીવીમાં રહેલ ફાઈબર પાચનમાં મદદ કરે છે કીવી ખાવાથી આંખોની રોશની વધે છે વધતી જતી ઉંમરના કારણે થતી આંખ સંબંધિત સમસ્યાઓ માટે કીવીનું સેવન કરવું જોઈએ.અનિંદ્રાથી પીડાતા લોકો માટે કીવી વરદાન સ્વરૂપ છે.અપૂરતી ઊંઘ તણાવ પેદા કરે છે.સુવાના સમય પહેલા 2 કીવી ખાવાથી સારી ઊંઘ આવે છે.કીવીમાં રહેલ વિટામિન સી વિટામિન ઇ અને સેરોટોનીન અનિંદ્રાની સમસ્યામાં રાહતઆપે છે.વાળને લગતી સમસ્યાઓ માટે પણ કીવી ખાવાથી ફાયદો થાય છે.કીવીમાં રહેલ વિટામીન્સ ખરતા વાળ અટકાવે છેઅને વાળને લાંબા મજબૂત બનાવે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *