જાણો નખના રંગો પરથી તમારા શરીરમાં રહેલી ગંભીર બીમારીઓ વિશે… નખના રંગથી જ ખબર પડી જશે કે તમારું શરીર કેટલું નબળું છે…

મિત્રો દરેકના હાથોની રંગત તેના નખમાં રહેલી છે. જો નખ સુંદર, મોટા, અને રક્ત યુક્ત હશે તો દરેક લોકોને તે પસંદ આવે છે. પણ ઘણી વખત અમુક સમયે નખનો રંગ બદલાય જતો હોય છે. આથી જ દરેક લોકો ઈચ્છે છે તેના નખ સુંદર દેખાય પણ ઘણી વખત નખનો રંગ અને આકાર બદલાય જાય છે. આમ નખના રંગ કે આકાર બદલવો સ્વાસ્થ્ય માટે સારું નથી.

જાણકારી અનુસાર એવું પણ કહેવાય છે કે નખના રંગથી ઘણી મોટી બીમારીની જાણકારી મળે છે. આથી નખમાં ફેરફાર જોવા મળે તો તમારે સતર્ક થવાની જરૂર છે. કારણ કે નખના રંગમાં બદલાવ ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. નખના રંગમાં બદલાવથી લીવર, આંતરડા અને હાર્ટની પરેશાની થઇ શકે છે. ડોકટર દર્દીના નખ જોઇને બીમારીની ઓળખ કરી લેતા હોય છે. આથી નખ સફેદ, પીળા કે નીલા અથવા તેના આકારમાં ફેરફાર થાય તો તેના લક્ષણો પર ધ્યાન દેવાની જરૂર છે. સાથી સમય રહેતા રોગોથી બચી શકાય છે.

નખમાં રંગ બદલાવના પરિણામો :

1) ચમક વિહીન અને રૂખા થઇ જવા : જો નખમાં ચમક નથી અને તે રૂખા થઇ ગયા છે, તો તે થાયરોઈડ જેવી સમસ્યાથી પીડિત હોવાનું સંકેત હોઈ શકે છે. રૂખા અને નબળા નખ કોઈ ઇન્ફેકશનનો પણ સંકેત હોઈ શકે છે.

2) સફેદ નખ : જો તમારા નખ ધીમે ધીમે સફેદ થઇ રહ્યા છે તો સમજી લો કે આ તમારા શરીરમાં હેપટાઈટીસ અને લીવરની બીમારી હોવાનો સંકેત આપે છે.

3) કરમાયેલ નખનો રંગ : જો નખના રંગમાં ચમક નથી રહી, તેનો રંગ મરુન જેવો કે રુખો થઇ ગયો છે, તો તેન એનીમિયા, હાર્ટ ફેલ્યોર, લીવરની બીમારી અને કુપોષણનો સંકેત હોઈ શકે છે.

4) પીળા નખ : ફંગલ ઇન્ફેકશન પીળા નખનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. ખુબ જ ગંભીર ઇન્ફેકશન થવા પર નખ એકદમ પાતળા થવા લાગે છે. ઘણા કેસોમાં પીળા નખ થાયરોઈડ, આંતરડા અને ડાયાબિટીસનો પણ સંકેત આપે છે.

5) આછો વાદળી રંગ : જો તમારા નખનો રંગ આછો વાદળી થઇ ગયો છે તો તેનો અર્થ છે કે તમારા શરીરને પર્યાપ્ત ઓક્સીજનની પૂર્તિ નથી થઇ રહી. તે આંતરડા અને હાર્ટની સમસ્યા તરફ સંકેત આપે છે.

6) સફેદ નખની ઉપર સાઈડ ગુલાબી લાઈન થવી : જો તમારા નખના ઉપરના ભાગે આછી ગુલાબી લાઈન દેખાય છે તો આ તમારા શરીરની કોઈ ગંભીર બીમારી જેવી કે હૃદય રોગ, ગંભીર ઇન્ફેકશન વગેરે તરફ સંકેત આપે છે.

7) નખ પર પટ્ટા થવા : જો તમારા નખમાં પટ્ટાઓ દેખાય છે તો આ તમારા શરીરમાં વિટામીન બી, બી-12, ઝીંક ની કમી દર્શાવે છે.

8) વાદળી નખ : જો તમારા નખનો રંગ વાદળી છે તો આ હૃદય, ફેફસામાં ઓક્સીજનની કમી હોવાનો સંકેત આપે છે.

9) નખ મોટા હોવા : જો તમારા નખ કોઈ કારણસર અસામાન્ય રૂપે વધી રહ્યા છે અથવા તો તેની પરત મોટી થવા લાગી છે તો આ તમારા શરીરમાં ઘણી ગંભીર બીમારીઓનો સંકેત આપે છે. આ ડાયાબિટીસ, ફેફસામાં ઇન્ફેકશન અને ઓર્થરાઈટીસ તરફ સંકેત આપે છે.

10) ગોળાકાર આકારમાં નખ હોવા : જે લોકોના નખ ગોળાકાર આકારમાં હોય છે, તેને તેના પરિવારથી મળેલ જેનેટિક સમસ્યા હોઈ શકે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ગોળાકાર નખ લીવર સંબંધિત પરેશાનીઓ અથવા હાઈપોક્રોમિક એનીમિયાની તરફ સંકેત આપે છે.

આમ તમે નખના આકાર અને રંગ ઉપરથી તમારા શરીરમાં કઈ બીમારી હોઈ શકે છે તે જાણી શકો છો. આથી આવો કોઈ સંકેત દેખાય તો તમારે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *