જાણો આ નાના એવા ફળના અમૃત સમાન ફાયદા. કિડની, ડાયાબિટીસ, આંખ અને ત્વચાની બીમારીઓનો 100% અકસીર ઈલાજ…

લીમડાના વૃક્ષના અનેક ફાયદાઓ છે તેમજ તેની જડથી લઈને તેના ફળ, પાન, વગેરેના અનેક સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ છે. પ્રાચીન સમયથી લીમડાના વૃક્ષનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આમ લીમડાના બીજ કે ફળ તેના પણ અનેક સ્વાસ્થ્ય લાભો છે. આજે અમે તમને લીમડાના ફળના એવા ફાયદાઓ વિશે જણાવીશું જેના વિશે કદાચ નહિ જાણતા હોય. ચાલો તો લીમડાના ફળના ફાયદાઓ જાણી લઈએ.

1) વિભિન્ન ઔષધીય ગુણોથી ભરપુર : શરીરમાં રહેલ અનેક બીમારીના ઈલાજ માટે તમે લીમડાના ફળ લીંબોડીનો ઉપયોગ કરી શકો છો. તેમાં અનેક ઔષધીય ગુણ રહેલ છે. આ ફળમાં વિટામીન સી, પ્રોટીન, અને કેરોટીન જેવા પોષક તત્વો ભરપુર માત્રામાં રહેલ છે. તેમાં પ્રાકૃતિક રૂપે એન્ટી બેકટેરીયલ, એન્ટી સેપ્ટિક તત્વ રહેલ છે જે શરીરને અનેક લાભ પહોચાડે છે.

2) કીડની અને પ્રોસ્ટેટ રોગો માટે લાભકારી છે : જો તમે લીમડાના પાન અને બીજની ચા બનાવીએ સેવન કરો છો તેનાથી અનેક બીમારીઓ ઠીક કરી શકો છો. જો કે તેનો ઉપયોગ લાંબા સમયથી કીડનીની બીમારી માટે કરવામાં આવે છે. તેની ચા બનાવવા માટે 2-3 લીમડાના ફળ, 3-4 લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઠંડુ થવા દો. પછી ગાળીને સેવન કરો. તમને શરુઆતમાં તેનો સ્વાદ કડવો લાગશે, પણ તેનું સેવન કીડની અને પ્રોસ્ટેટ માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

3) હેર સમસ્યા માટે ઉપયોગી : લીમડાના ફળનો ઉપયોગ તમે વાળની સમસ્યા માટે કરી શકો છો. જો તમને વાળ ખરવાની કે ખોડાની સમસ્યા છે તો તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. તેમે એન્ટી પેરાસીટીક, એન્ટી બેકટેરીયલ, એન્ટી ફંગલ જેવા ગુણ રહેલ છે. જે વાળને દરેક પ્રકારના ઇન્ફેકશનથી બચાવે છે. આ સિવાય તમે વિટામીન સી, પ્રોટીન અને કેરોટીન રહેલ છે, જે વાળની સમસ્યાથી છુટકારો અપાવે છે. આ માટે લીંબોડીને પીસીને વાળમાં લગાવો.

4) દાંત માટે ફાયદાકારક છે : લીમડામાં પ્રાકૃતિક રૂપે એન્ટી બેકટેરીયલ અને એન્ટી સેપ્ટિક જેવા ગુણ રહેલ હોવાથી તે દાંતને સફેદ રાખવામાં મદદ કરે છે, લીંબોડીનું ફળ કે તેનું તેલ દાંતનો સડો અને સોજા માટે ખુબ જ ઉપયોગી છે. તે દાંતમાં થતી સમસ્યાઓ ને દુર કરવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે.

5) મેલેરિયાના ઉપચાર માટે : મેલેરિયામાં લીમડાના ફળ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે લીમડાના ફળને પીસીને ઉપયોગ કરવાથી મેલેરિયામાં ઘણી મદદ મળે છે. આ સિવાય લીમડાના તેલને શરીર પર લગાવવાથી મચ્છર ડંખ મારવાની સમસ્યાથી બચી શકાય છે. આમ મેલેરિયાનું જોખમ ઓછુ કરી શકાય છે.

6) ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે : જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે ડાયેટમાં લીમડાના ફળને જરૂર સામેલ કરવા જોઈએ. આના સેવનથી ડાયાબિટીસથી જલ્દી છુટકારો મેળવી શકાય છે. આયુર્વેદમાં તેના આ ઉપયોગને લીધે તેને ખુબ જ ગુણકારી ઔષધી માનવામાં આવી છે. આ ફળથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે.

7) આંખ માટે ફાયદાકારક છે : આંખ સંબંધિત ઘણી સમસ્યાઓના ઇલાજ માટે લીમડાના ફળનો ઔષધી રૂપે ઉપયોગ કરી શકો છો. તેનાથી આંખની રોશની વધે છે, લીમડાના ફળમાં જીવાણુંરોધી ગુણ રહેલ હોવાથી તે સંક્રમણ પેદા કરતા બેકટેરિયાને રક્ષણ આપે છે.

8) ત્વચાને લગતી સમસ્યાઓ ઓછી કરે છે : ત્વચા સંબંધિત સમસ્યાઓમાં લીમડાના તેલનો ઉપયોગ ઘણા વર્ષોથી હર્બલ ઉપચાર રૂપે થાય છે. આ તેલને પ્રભાવિત સ્થાન અને ચહેરા પર લગાવવાથી તમને ચમક મળે છે. આ તેલને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ વગેરેના નિશાન દુર થાય છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોવાથી તે એક્જીમાં, સોરાયસીસ અને ખીલ જેવી સમસ્યામાં રાહત આપે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *