પેટ ના કૃમી મા રાહત મેળવવા માટે આ રામબાણ ઇલાજ કરી જુવો અસરકારક સાબીત થશે…

કૃમિરોગ રોગ એ બાળકોમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળતો રોગ આ રોગ વિશે પ્રત્યેક માતા પિતાને પૂરતી જાણકારી હોવી જરૂરી છે . પ્રત્યેક માતા – પિતા ઇચ્છે છે કે , તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે . બાળકોનાં બાળરોગોમાં ‘ કૃમિ ‘ વિશેષ પ્રમાણમાં જોવા મળતો રોગ છે આ કૃમિઓ ઘણાં પ્રકારના હોય છે . જેવાં કે ( ૧ ) લાંબા અને ગોળ ( ૨ ) પાતળાં દોરા જેવા ( ૩ સૂક્ષ્મ હુક જેવા ( ૪ ) ચપટા પડી જેવા અમુક પ્રકારનાં કૃમિઓ નરી આંખે જોઈ શકાતાં નથી પણ સુક્ષ્મદર્શક યંત્ર વડે કૃમિ જોઈ શકાતાં હોય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે , જે બાળકો વધારે પડતું ગળ્યું ખાતા હોય તેમને કૃમિની તકલીફ થતી જોવા મળતી હોય છે. કૃમિરોગનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો તે બાળકની પાચનક્રિયા પર તેના પોષણ અને વિકાસ પર ખરાબ અસર પડે છે

કૃમિ થવાનાં મુખ્યત્વે કારણોઃ કૃમિ થવાનાં અનેક કારણો છે, જેમાં મુખ્યત્વે મીઠી ચીજ, ગળપણનું વધુ પડતું સેવન માટીમાં રમવું, માટી ખાવી, દૂષિત વાસી શાકભાજી ખાવા, ગંદકીમાં રમવું વધુ પીસેલાં મેંદા વગેરેનાં તધા ગોળનાં પદાર્થો ખાધા કરવા તથા બાળકની હાથ – પગ ધોયા વિના જ માટીવાળા હાથે જમવા બેસી જવાની ટેવ વગેરે પણ આ કૃમિરોગ ઉત્પન્ન કરે છે.કૃમિરોગ માટેના લક્ષણોઃ કૃમિના કારણે શરીરમાં ફીકાશ થઇ જવી, ચીડીયો સ્વભાવ, ઊંઘમાં દાંત કચકચાવવા પેટમાં વારંવાર દુઃખાવાની ફરિયાદ કરવી, પથારીમાં મૂત્રત્યાગ, શીળસ, ક્યારેક ખૂબ ખાવું તો ક્યારેક ખોરાક લેવાની ઇચ્છા ન થવી વિગેરે કૃમિનાં સામાન્ય લક્ષણો હોય છે.

કૃમિરોગ માટેની યોગ્ય સારવાર ( ૧ ) કૃમિ થાય તેવાં કૃમિકારક પદાર્થો જેવાં કે , ગોળ , મેંદો બંધ કરીને આયુર્વેદમાં દર્શાવેલ કૃમિઘ્ન ઔષધોનું નિષ્ણાંતની સલાહ પ્રમાણે સેવન કરવાથી કૃમીરોગમાં ફાયદો થાય છે કૃમિઘ્ન ઔષઘોમાં ખુરસાની જો વિશેષ પ્રમાણમાં વપરાય છે . ( ૨ ) આ ઉપરાંત વિડંગ ચૂર્ણ કૃષિમુદગર રસ , કૃમિ કલ્યાણ રસ વિડંગારિક , ખાદિરાદિ કવાથ , નિમ્બા ચૂર્ણ વગેરેમાંથી કોઈ એક યોગનું ચિકિત્સકની સલાહ મુજબ સેવન કરવું ( ૩ ) ઉકાળેલું , ગાળેલું પાણી જ પીવું . આહારની બાબતમાં પણ અને કૃમિરોગ ઉપરાંત બાળકોને જો વારંવાર ખાંસી ઉઘરસ થઇ જતા હોય તો , બાળકોને ગળપણ આપવું બંધ કરવું જોઇએ. આ ઉપરાંત જ્યારે બાળકો , આઈસક્રીમ જેવાં ઠંડા પદાર્થો ચીકણાં તથા ચટપટા ખોરાક, કેળાં, દહીં વગેરે વધારે લે ત્યારે ખાંસીનો ઉપદ્રવ થતો જોવા મળે છે . આ રોગમાં , ( ૧ જેઠીમધ અને બહેડાં પાઉડર સરખા ભાગે મેળવીને મધ સાથે લેવાથી ફાયદો થાય છે સાવચેતી રાખવી જરૂરી છે.

શાકભાજી, ફળફળાદી ધોઇને જ આપવા જોઇએ . બાળકોને ગમે તે રમવા દેવાં ન જોઇએ રમીને આવ્યા બાદ હાથ પગ સાબુધી બરાબર ધોઈ નાંખવાં જોઇએ જમવાં બેસતા પહેલાં હાથ – પગ ધોઇને જમવા બેસવાની આદત પાડવી જોઈએ ……( ૪ ) કૃમરોગીએ દધ , દહીં , માંસ , ઘી , પાંદડાવાળા શાક , ખટાશ તથા ગળ્યા પદાર્થો ખાવા નહીં . ( ૨ ) દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવું . ( ૩ ) ગંઠોડાનું ચૂર્ણ દૂધમાં નાખીને ઉકાળો પીવાધી ખાંસીમાં રાહત થાય છે ( ૪ ) અસી તુલસીનાંપાનનો રસ મધ સાથે પીવાથી ઉધરસમાં આરામ મળે છે . ( ૫ ) લવિંગાદી વટી , એલાદિવટી અને ખદિરાદિ વટી આમાંથી કોઈ એકનું નિષ્ણાંતની સલાહ મુજબ સેવન કરાવવાથી ઉધરસ ખાંસીનો વેગ ઓછો થઇ જાય છે . પૃથ્યઃ આ રોગમાં પૌષ્ટિક , હલકું અને ગરમભોજન કરવું , જૂનાં ચોખા , ભાજી , સવા કળથી , મેથી , પરવળ અને સૂંઠનું પાણી હિતકર છે . અપથ્યઃ ઠંડા પદાર્થો , ભેજવાળી જગ્યા , દહીં , છાશ , આઈસક્રીમ , ફ્રીઝમાં મૂકેલાં પદાર્થો ન ખાવાં પંખા કે એસી.ની સીઘી હવા નુકશાનકારક છે . હળદરવાળું દૂધ , કાળામરી વાળું દૂધ પીવાથી ખાંસીમાં ખુબ જ સારો ફાયદો થાય છે . નિયમિત ત્રણ મહિના સુધી ૫ કાળાં મરીનો પાઉડર કરીને દુધમા નાખીને પીવાથી ખાંસીમાં ફાયદો થાય છે . નિષ્ણાંતની સલાહમાં શરૂ કરવામાં આવેલો કોઈપણ આયુર્વેદીક ઉપચાર બાળકોનાં આવા રોગોને ઝડપથી કાબૂમાં લઇ લે છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *