પોષક તત્વો નો ભંડાર છે કસ્તુરી મેથી ! મહીલા ઓ ખાસ વાંચે
દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે.આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે. મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કસૂરી મેથી મહિલાઓની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કસૂરી મેથી મહિલાઓની કઈ-કઈ સમસ્યાઓમાં લાભકારી છે.
મોસમમાં થતાં ફેરફારથી ઘણી મહિલાઓને ઈન્ફેક્શનને કારણે ફ્લૂ, શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. જેનાથી બચવા માટે ડાયટમાં મેથીનો પ્રયોગ કરવો જોઈએ. આ એલર્જી, ગેસ અને હાર્ટ સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.ભરાતમાં દર 5માંથી 3 મહિલા એનિમિયા એટલે લોહીની ઉણપનો શિકાર છે. જેથી કસૂરી મેથીમાં આયર્ન સારી માત્રામાં હોવાથી તેને ભોજનમાં સામેલ કરવાથી તે લોહીમાં હિમોગ્લોબિન વધારે છે.મહિલાઓના શરીરમાં દરેક ઉંમરના તબક્કામાં ઘણાં હોર્મોનલ ચેન્જિસ થતાં હોય છે. માસિક ધર્મથી લઈને મેનોપોઝ સુધી હોર્મોન્સ ચેન્જ થવાને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ પણ થાય છે. જેને દૂર કરવા માટે કેસૂરી મેથીનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.
ઉંમર વધવાની સાથે અને આજકાલની ખોટી ખાનપાનની આદતોને કારણે મહિલાઓમાં પણ ડાયાબિટીસનો ખતરો ખૂબ જ વધી ગયો છે. જેને કંટ્રોલ કરવા માટે કસૂરી મેથીને ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદો કરે છે.ડિલીવરી પછી જે મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક ઓછું બને છે તેમના માટે કસૂરી મેથી દવાનું કામ કરે છે. રેગ્યુલર ડાયટમાં કસૂરી મેથીનું સેવન કરવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર