મહિલાઓ આ વસ્તુનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ થઈ શકે આવી જીવલેણ બીમારીઓનો ગંભીર ખતરો…
મિત્રો આજે આપણે જોઈએ છીએ કે કેન્સરનું જોખમ લોકોમાં ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. જો કે કેન્સરનું કોઈ પાકું નિદાન નથી, પણ અમુક બાબતોની કાળજી રાખીને તમે કેન્સરનું જોખમ ઓછુ જરૂર કરી શકો છો. ચાલો તો આજે આપણે કઈ કઈ વસ્તુઓથી સાવધાન થવાની જરૂર છે તે જાણી લઈએ.
કોફી અને ઈંડા આ બંને એવી વસ્તુઓ છે જે મોટા ભાગે લોકો સવારે નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. જોકે આરોગ્યની દ્રષ્ટિએ આ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આ વિશે તમને હકીકત જણાવી દઈએ કે એક નવી સ્ટડી અનુસાર કોફી અને ઈંડા એક ગંભીર કેન્સરનું જોખમ વધારવાનું કામ કરે છે. આ સ્ટડી ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સીસ, ઇંપિરિયલ કોલેજ લંડન અને કેનેડાના નિપિસિંગ યુનિવર્સિટીના શોધકર્તાઓએ કરી છે.
શું કહે છે આ સ્ટડી : માત્ર કેન્સરને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સ્ટડી જર્નલ ઓફ ઓવેરિયન રિસર્ચમાં છુપાયેલી છે. સ્ટડીમાં કહેવામા આવ્યું છે કે સર્વાઈકલ અને યુટેરાઈન પછી મહિલાઓમાં ઓવેરિયન કેન્સર સૌથી વધારે થાય છે. આમ તો આની ખબર ત્યાં સુધી નથી પડતી જ્યાં સુધી આ કેન્સર આખા પેટમાં ફેલાઈ ન જાય. તેને ઓળખીને તેને રોકવા માટેની સારવાર કરવી તે ઓવેરિયન કેન્સરથી બચવાની સૌથી અસરકારક રીત છે. કેન્સર એક એવું જોખમ છે જેને તમે શરૂઆતમાં ઓળખી લો તો તેનાથી બચી શકાય છે. પણ આ માટે તમારે સાવધાન થવાની જરૂર છે.
આ સિવાય આ અભ્યાસમાં એવું પણ કહેવામા આવ્યું છે કે ઓવેરિયન કેન્સર વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ઘણી મહિલાઓમાં તે આનુવંશિક હોય શકે છે. શોધકર્તાઓના મત મુજબ, અમુક ટ્રીટમેંટના કારણે પણ ઓવેરિયન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જેમકે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હાર્મોન થેરપી ઓવેરિયન કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય ડાયાબિટીસ, એંડોમેટ્રિયોસિસ અને પોલિસીસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જેવી બીમારીઓ પણ આ ખાસ કેન્સરને વધારે છે.
શોધકર્તાઓના મત મુજબ અમુક મહિલાઓ પોતાની લાઇફસ્ટાઇલના કારણે આ જોખમને વધારી દે છે જેમ કે, સ્થૂળતા કે પછી ધૂમ્રપાન અથવા ખાણીપીણીથી જોડાયેલી અમુક વસ્તુઓને પણ ઓવેરિયન કેન્સર માટે જવાબદાર ગણવામાં આવે છે. શોધકર્તાઓની આ સૂચિમાં કોફી, ઈંડા, આલ્કોહોલ અને ચરબી વાળી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ ઓવેરિયન કેન્સરનું જોખમ વધારે છે.
કોફીમાં જોવા મળતું કેફિન ડીએનએ મ્યુટેશનને વધારે છે અને ટયૂમર સપ્રેસરને વિક્ષેપિત કરે છે જેના કારણે કેંસરની કેશિકાઓ વધવા લાગે છે. એક સ્ટડી અનુસાર એક દિવસમાં 5 કપ કે તેથી વધુ કોફી પીવા વાળા વ્યક્તિઓમાં ઓવેરિયન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ખાસ કરીને મોનોપોઝ પછી આનું જોખમ વધી જાય છે.
તેમજ એક બીજા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ઈંડા ન ખાવા વાળી મહિલાઓની તુલનાએ ઈંડા ખાવા વાળી મહિલાઓમાં પણ ઓવેરિયન કેન્સર થવાની સંભાવના રહેલી છે. ઇંડાની વધારે માત્રાને કોલેસ્ટ્રોલ સાથે જોવામાં આવે છે જે આ ગંભીર કેન્સરનું એક જવાબદાર કારણ ગણવામાં આવે છે. અમુક શોધકર્તાઓનું કહેવું છે કે ઇંડામાં સેચૂરેટેડ ચરબી ઓછી હોય છે અને તેને સીમિત માત્રામાં દરરોજ ખાઈ શકાય છે.
આમ આ ગંભીર કેન્સરથી બચવા માટે તમારે પોતાના ખાનપાન વિશે થોડી જાગૃત થવાની જરૂર છે. માટે જો આવા ગંભીર પ્રકારના કેન્સરથી બચવું હોય તો તમારે તમારા ડાયેટ પર ધ્યાન આપવાની જરૂર છે. કોફી કે ઈંડા વધુ માત્રામાં ન ખાવા જોઈએ. તમારી ખાણી-પીણીની આદતો બદલીને તમે આ પ્રકારના ગંભીર કેન્સરથી બચી શકો છો.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.