ઘરે બનાવો હેલ્થી નાસ્તો પાલક સેવ, જાણો તેને બનાવવાની રીત એક ક્લિક માં…

પાલક સેવ બનાવવા માટે જરૂરી સામગ્રી :

1 જુડી પાલક
250 ગ્રામ બેસન
1 ચમચી મરી પાઉડર
ચમચી મરચાની પેસ્ટ
તળવા માટે તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
પાલક સેવ બનાવવા માટેની રિત: પાલકને બોઈલ કરી ઠંડા પાણીમાં બોળીને નિતારી લેવી. ઠંડા પાણીમાં બોળવાથી ભાજી નો કલર લીલો રહે છે. પછી મિક્સરમાં લીલા મરચાં, અને મરી વાટી લો.પછી તેમાં પાલક ઉમેરી લીશી પેસ્ટ બનાવી લેવી. એક મોટા બાઉલમાંમાં પેસ્ટ લઈ તેમાં બેસન થોડું-થોડું કરીને નાખો. પછી તેમાં મીઠું ઉમેરી બરાબર હલાવી લોટ તૈયાર કરો.સંચામાં લોટ ભરી લો. કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે સંચાથી સેવ પાડી ધીમા તાપે તળી લેવી.પછી તેને એક પ્લેટમાં કાઢી લો. રેડી છે પાલક સેવ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

સ્પાઇસી ટમટમ બનાવવા માટે જરૂરી સામગ્રી :

200 ગ્રામ ચણાનો લોટ
50 ગ્રામ અડદનો લોટ
ચપટી હિંગ
1 ચમચી હળદર
2 ચમચી લાલ મરચું પાઉડર
૧ ચમચી તલ
મીઠું સ્વાદ પ્રમાણે
3 ચમચી દળેલી ખાંડ
ચપટી લીંબુ ના ફૂલ
2 ચમચી તેલ
1/2 ચમચી ખાવાનો સોડા
તેલ તળવા માટે

સ્પાઇસી ટમટમ બનાવવા માટેની રીત :  સૌપ્રથમ એક બાઉલમાં અડદનો લોટ અને ચણાનો લોટ લઇ પછી તેમાં હિગ હળદર, તલ, લાલ મરચું પાઉડર, મીઠું, દળેલી ખાંડ,લીંબુ ના ફૂલ માં એક ચમચી પાણી રેડી ડાયલોટ કરીને ઉમેરો. પછી તેમાં તેલ રેડી નોર્મલ પાણીથી લોટ પરોઠા જેવો લોટ બાંધો. હવે એક બાઉલમાં ખાવાનો સોડા લઈ તેમાં પાણી રેડી હલાવી બાંધેલા લોટમાં નાખી લોટને બરાબર મસળી લો. પછી તેને ઢાંકીને વીસ મિનિટ રહેવા દો. હવે ટમટમ બનાવવાના હોય ત્યારે થોડો લોટ લઇ તેમાં થોડું તેલ અને થોડું પાણી લઈ તેને મસળી રોટલી જેવો લોટ તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ટમ ટમ નો ઝરો કઢાઈ પર મૂકી થોડો લોટ લઈને હાથથી ઘસી ગરમ તેલમાં પાડી લો.પછી તેને હલાવીને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.પછી તેને એક પ્લેટમાં કાઢી લો. રેડી છે spicy ટમટમ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

મકાઈની ધાની ઘરે બનાવવા જરૂરી સામગ્રી :

1 બાઉલ મકાઈ
1 ચમચી બટર
મીઠું સ્વાદ પ્રમાણે

મકાઈની ધાની ઘરે બનાવવાની રિત: કુકરમાં બટર લઈ ગરમ થાય એટલે તેમાં થોડું મીઠું અને મકાઈના દાણા નાખો. તેને હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ રહેવા દો. ધીમે ધીમે બધા જ મકાઈ ફુટી જશે. હવે ગેસ બંધ કરો. તેને એક બાઉલમાં કાઢી લો. રેડી છે હોમ મેડ મકાઈની ધાણી. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *