મકરસંક્રાતિ પર બનાવો સ્પેશિયલ રેસીપી ,જાણો વધુ વાનગીની જાણકારી

ખીચડો: ઉત્તરાયણમાં ખીચડો પ્રોટીન થી ભરપૂર હોય છે. અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો દર વર્ષે બને જ છે. તમે પણ શીખી લો ઉતરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી…

ખીચડો બનાવવા માટે જરૂરી સામગ્રી:
૧ કપ ઘઉં ના ફાડા
૧ કપ મિક્ષ દાળ (તુવેર,ચણા, મગ ની મોગર દાળ, મસૂર ની) ૩૦ મિનિટ પલાળેલી
૧ કપ મિક્ષ કઠોળ (દેશી ચણા, કાબુલી ચણા, મગ,મસૂર, તુવેર,રાજમા, વટાણા, ચોળા) ૫ થી ૬ કલાક પલાળેલા અને મીઠું નાખી બાફેલા
૧ કપ મિક્ષ શાકભાજી (ફ્લાવર, ફણસી,ગાજર, વટાણા, તુવેર,બટાકા,કેપ્સિકમ) સમારી લેવા
૨ નંગ ડુંગળી લાંબી સમારેલી
૧૦૦ ગ્રામ લીલી ડુંગળી સમારેલી
૨ નંગ ટામેટા સમારેલા
૨ ટી.સ્પૂન શીંગદાણા
૨ ટે. સ્પૂન લીલું લસણ સમારેલું
૨ ટે.સ્પૂન લીલા ધાણા સમારેલા
૧/૨ ટી.સ્પૂન હિંગ
૧ ટે. સ્પૂન લાલ મરચું
૧ ટે. સ્પૂન હળદર
૧/૨ ટી.સ્પૂન રાઇ
૧/૨ ટી.સ્પૂન જીરું
૪ નંગ લવિંગ
૨ ટુકડા તજ
૫-૬ નંગ મરી
૧ ટે. સ્પૂન ધાણાજીરું
૧ ટે. સ્પૂન ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ
૩ નંગ વઘાર ના મરચાં
૨ નંગ તમાલપત્ર
૨ ટે. સ્પૂન તેલ
૧ ટે. સ્પૂન ઘી
પાણી જરૂર મુજબ

ખીચડો બનાવવાની રીત : સૌ પ્રથમ મિક્ષ કઠોળ ને પલાળેલા ને મીઠું નાખી બાફી લેવા. મિક્સ દાળ ને ૩૦ મિનિટ માટે પલાળવી. બધા શાકભાજી ને સમારી લેવા. નોનસ્ટિક પેન ઊંડું લઈ તેમાં થોડું ઘી લઈ ગરમ થાય ત્યારે તેમાં ઘઉં ના ફાડા નાંખવા તેને આછા ગુલાબી રંગ ના શેકી લેવા. પછી તેમાં પલાળેલી મિક્ષ દાળ નાંખી તેને સાંતળવી, તેમાં શીંગદાણા અને ૬ કપ પાણી, મીઠું, હળદર ૧/૨ ટી. સ્પૂન નાંખી હલાવવું અને ઢાંકી દેવું. એક ઉભરો આવે એટલે તેમાં સમારેલા મિક્ષ શાકભાજી નાંખી ઢાંકણું ઢાંકી ને ચઢવા દેવું. બીજું પેન લઈ તેમાં ઘી અને તેલ લઈ ગેસ ચાલુ કરી ગરમ થાય એટલે રાઈ નાખી તતડે એટલે જીરું, લવિંગ, તજ, મરી, તમાલપત્ર, વઘાર ના મરચાં નાખવા. પછી હિંગ અને સમારેલી ડુંગળી નાખી સાંતળવી. ખીચડા ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તેમાં સમારેલા ટામેટા અને થોડી સમારેલું લીલી ડુંગળી નાખી થવા દેવું. સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો,સ્વાદ મુજબ મીઠું, લીલું લસણ થોડું, થોડા લીલા ધાણા નાંખી સાંતળવું.પછી તેને ખીચડા વાળા પેન માં નાખી બરાબર હલાવી દેવું.બાફેલું કઠોળ પણ નાંખી બરાબર મીક્સ કરી લેવું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી થોડીવાર થવા દેવું.બધું બરાબર ચઢી જાય અને મિક્ષ થઈ જાય એટલે તેમાં લીલા ધાણા લીલું લસણ અને લીલી ડુંગળી નાખી ને દહીં સાથે પીરસવું.

ગળ્યો ખીચડો બનાવવા માટે જરૂરી સામગ્રી:

250 ગ્રામ છડેલા ઘઉં
200 ગ્રામ ઘી
200 ગ્રામ ખાંડ
2 કપ તુવેર ની દાળ
1 કપ ચણા ની દાળ
તજ
લવિંગ
1 ચમચી ઈલાયચી પાઉડર
ગાર્નિસ માટૅ:-
તળેલા કાજુ
બદામ (બારીક ચૉપ કરેલી)

ગળ્યો ખીચડો બનાવવા માટેની રીત : છડેલા ઘઉં ને 7-8 કલાક પલાળી રાખો. ચણા ની દાળ ને 4-5 કલાક પલાળી રાખો.આ બંને ને મિક્સ કરીને બાફી લો. તુવેર ની દાળ ને અલગ થી બાફી લો. હવે ઘી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ને તળી લો. તજ અને લવિંગ નાખો.પછી તેમાં બાફેલા છડેલા ઘઉં, ચણા ની દાળ અને તુવેર ની દાળ એડ કરો. મિક્સ કરીને બધું બરાબર હલાવી લો. પછી તેમાં ખાંડ એડ કરો. ઈલાયચી પાઉડર એડ કરો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. તો રેડી છે ગળયૉ ખીચડો. હવે તેને કાજુ – બદામ થી ગાર્નિશ કરો.

લીલવા કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી :

કચોરી ના પડ‌ માટે:
૧/૨ વાટકી ઘઉં નો લોટ
મીઠું સ્વાદાનુસાર
૧/૨ વાટકી ‌મેન્દો
2 ચમચી તેલ ઘી નું મોણ
સ્ટફિંગ માટે:
૨૫૦ ગ્રામ તુવેરના દાણા
૧/૨ ચમચી તલ
૧/૨ ચમચી વરિયાળી
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચી ખાંડ
૧/૨ લીંબુ નો રસ
૧ ચમચો તેલ
૨ ચમચી લીલા ધાણા

લીલવા કચોરી બનાવવા માટેની રીત : ઘઉં અને મેંદાનો લોટ મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું અને મોણ નાખી કઠણ પૂરી જેવો લોટ બાંધો. ઢાંકીને રાખો. કચોરીને સ્ટફિંગ માટે: તુવેરના દાણા સાફ કરી મિક્સરમાં અધકચરા વાટી લો.એક પેનમાં તેલ ગરમ થાય એટલે તલ,આદુ-મરચાંની પેસ્ટ એડ કરી અધકચરા વાટેલા તુવેરના દાણા એડ કરો. હવે તેમાં બધા મસાલા એડ કરી ત્રણથી ચાર મિનિટ સાંતળો.લીંબુ નો રસ એડ કરો અને ધાણા એડ કરી ઠંડુ થવા દો. કચોરી બનાવવા માટે લોટ માંથી નાની પૂરી વણો. એક ચમચી સ્ટફિંગ ભરી આજુબાજુ પાણી વાળો હાથ લગાવી બંધ કરો.પોટલી જેવો શેઇપ આપી કચોરી તૈયાર કરો.હવે તેને ગરમ તેલમાં મીડીયમ ફ્લેમ પર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. તેને ગ્રિન ચટણી અથવા સોસ સાથે સર્વ કરો…. નોંધ:(પોટલી ને બાંધવા માટે લીલી ડુંગળીના પાન અથવા ધાણાની ડાળખી લઇ ને બાંધી લો. તેનાથી પોટલી નો દેખાવ ખૂબ જ સારો લાગે છે.)

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *