તૈયાર પેકિંગ જેવી જ ટેસ્ટી આલું સેવ બનાવો હવે તમારા જ ઘરે…. એકદમ સરળ રીતે… (નોંધી લો રીત)
🍜 બટેટામાંથી બનાવો આલુસેવ અને આલુ મસાલા પૂરી: 🍜
🍜 મિત્રો તમે સેવ તો લગભગ ઘરે બનાવી જ હશે પરંતુ તમે આલુસેવ બનાવવાનું લગભગ ક્યારેય નહિ વિચાર્યું હોય. પરંતુ હકીકતમાં આલુસેવ બિલકુલ સરળ છે. તેમજ તમે બટેટાની મદદથી આલુ મસાલા પૂરી પણ બનાવી શકો છો.
👨⚕️ આલુસેવ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👨⚕️
💁 મિત્રો કંઈ નમકીન ખાવાનું મન થયું છે તો હવે બહારના પેકેટ્સ ખરીદવાની કોઈ જરૂર નથી પરંતુ ઘરે જ બનાવો સ્વાદિષ્ટ નમકીન.
🍚 ૧૦૦ ગ્રામ ચણાનો લોટ,
🥔 ૮ બટેટા મધ્યમ આકારના બાફેલા,
🥄 એક ચમચી હળદર,
🥄 એક ચમચી ચટણી,
🥄 અડધી ચમચી ગરમ મસાલો પાવડર,
🍚 મીઠું સ્વાદ અનુસાર,
🍳 તેલ સેવને તળવા માટે,
👨⚕️ આલુસેવ બનાવવાની રીત:- 👨⚕️
🍜 આલુસેવ બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટા લો અને તેની છાલ ઉતારી નાખો અને ત્યાર બાદ તેને જીણા છીણી લો. જેથી બટેટા બરાબર લોટ સાથે મિક્સ થઇ જાય.
🍜 હવે એક વાસણ લો તેમાં ચણાનો લોટ લઇ લો. હવે તેમાં બટેટાનું છીણ નાખી દો.
🍜 હવે તેમાં બધા મસાલા ઉમેરી દો જેમ કે મીઠું, હળદર, ચટણી, ગરમ મસાલો વગેરે.
🍜 ત્યાર બાદ તે મિશ્રણને બરાબર હલાવી લો. હવે તેને લોટની જેમ બાંધી લો. પરંતુ યાદ રાખવું પાણીની મદદથી લોટ બાંધવાનો નથી. કારણ કે બાફેલા બટેટા પાણી છોડે છે તેથી લોટ પાણી વગર જ સારો બંધાઈ જશે.
🍜 લોટ બરાબર બંધાઈ ગયા પછી તેને ૧૦ મિનીટ સુધી ઢાંકીને રાખી દો.
🍜 જ્યાં સુધી લોટને દસ મિનીટ સુધીને ઢાંકીને રાખો છો ત્યાં સુધીમાં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો.
🍜 હવે દસ મિનીટ બાદ લોટ બરાબર સોફ્ટ થઇ ગયો હશે.
🍜 તેલ હજુ ગરમ થાય છે ત્યાં સુધી એક સેવ પાડવાનો સંચો લો. તેની અંદર તેલ લગાવી દો જેથી સેવ પાડવામાં સરળતા રહે હવે થોડું મિશ્રણ તે સંચામાં ભરી દો અને સંચાને બંધ કરી દો.
🍜 હવે બીજી બાજુ તેલ ગરમ થઇ ગયુ હશે. તો સંચાની મદદથી કાળજી પૂર્વક સેવ પાડો. સેવ પાડતી વખતે ધ્યાન રાખવું કે સેવ થોડી અલગ અલગ પડે. એક બીજા ઉપર પડે નહિ તે રીતે સેવને પાડવી.
🍜 સેવ પાડ્યા બાદ તે નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર બાદ તેને પલટાવી દો અને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દો.
🍜 સેવ બરાબર તળાય જાય ત્યાર બાદ તેને બહાર કાઢી લો. આવી જ રીતે બધી સેવના ગુચ્છા બનાવી લો.
🍜 સેવના ગુચ્છા તૈયાર થઇ જાય ત્યાર બાદ તેને તોડી નાખો જેથી તે સેવ લાગે અને સેવ મધ્યમ કદની રહે તે રીતે ગુચ્છાને તોડો અને પછી તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો. અથવા તો મહેમાન આવ્યા હોય તો તેને પણ નાસ્તામાં આપી શકો છો.
👨⚕️ આલુ મસાલા પૂરી 👨⚕️
🍪 મિત્રો તમે ક્યારેક પીકનીકમાં જવાના હોય અથવા તો લાંબી મુસાફરીમાં જવાના હોય તો આ પૂરી અવશ્ય ટ્રાય કરવી. આમ પણ તમે મહેમાન આવે ત્યારે સાદી પૂરી બનાવી બનાવીને બોર થઇ ગયા છો. તો બનાવો કંઇક અલગ જ પૂરી તેમાં બટેટાનો ઉપયોગ કરીને.
આલુપૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી:-
🍚 ઘઉંનો લોટ ૩૦૦ ગ્રામ જેટલો,
🥔૨૫૦ ગ્રામ જેટલા બાફેલા મધ્યમ આકારના બટેટા ,
🍚 અજમાનો ભૂકો અડધી ચમચી,
🥄 અડધી ચમચી હળદર,
🥄 અડધી ચમચી ચટણી,
🥄 અડધી ચમચી ધાણાજીરૂ પાવડર,
🥄 ત્રણ ચમચી કોથમીર જીણી સમારેલી,
🍳 બે ચમચી તેલ,
🍚 મીઠું સ્વાદ અનુસાર,
🥛પાણી જરૂરીયાત મૂજબ,
🍳 તેલ પૂરીઓને તળવા માટે,
👨⚕️ આલુ મસાલા પૂરી બનાવવાની રીત:- 👨⚕️
🍪 સૌથી પહેલા બાફેલા બટેટાની છાલ ઉથારી લો અને તેને ક્રશ કરી લો.
🍪 હવે ઘઉંનો લોટ એક વાસણમાં લો અને તેમાં બટેટાનો ક્રશ કરેલો માવો અને બધો મસાલો મીઠું, અજમો, ચટણી, હળદર, ધાણાજીરું પાવડર અને કોથમીર જીણી સમારેલી નાખો.
🍪 હવે તેમાં બે ચમચી તેલ નાખો.અને તેને બરાબર હલાવી લો.
🍪 હવે તે લોટને પાણીની મદદથી બાંધી લો. પરંતુ ધ્યાન રાખવું કે લોટ થોડો કઠણ રાખવો કારણ કે બટેટા પાણી છોડે છે માટે તમારે લોટને કઠણ રાખવાનો છે. ઓછા પાણીનો ઉપયોગ કરીને બાંધવાનો છે.
🍪 હવે લોટ બંધાઈ જાય ત્યાર બાદ તેને વીસ મિનીટ સુધી ઢાંકીને રાખી દો. જેથી લોટ એકદમ સોફ્ટ થઇ જાય.
🍪 વીસ મિનીટ બાદ લોટ એકદમ તૈયાર થઇ ગયો હશે હવે લોટમાં બે ચમચી જેટલું તેલ નાખો અને તેને બરાબર મસળો. જેથી પૂરી એકદમ સરસ થઇ જાય.
🍪 હવે તે લોટમાંથી એક લીંબુના આકાર જેટલો લોટ લઇ તેની લૂઈ બનાવી લો અને પૂરીને બરાબર રીતે વણો. મિત્રો પૂરીને વણતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે પૂરી બધી સાઈડથી એક જ સરખી વણાવી જોઈએ જેથી તે એકદમ ફૂલાઈને સરસ બને.
🍪 હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલને એકદમ ગરમ થવા દેવું નહિ તો પૂરી બરાબર ફૂલાશે નહિ. તો હવે તેમાં તમે વણેલી પૂરી નાખો.
🍪 હવે બંને સાઈડ ઉલટાવી સુલ્ટાવીને તેને બરાબર તળી લો. તે આછા બ્રાઉન કલરની થાય ત્યારે તેનું વધારાનું તેલ કડાઈમાં જ નીતારીને તેને પ્લેટ પર કાઢી લો. આજ રીતે અન્ય પૂરીઓ પણ બનાવી લો.
🍪 હવે આ પૂરીને અથાણું,દહીં તથા કોઈ પણ શાક સાથે સર્વ કરી અને તેની મજા લો.