બાળકને વારંવાર થતી શરદી, ઉધરસ, તાવ , ઝાડા, ગેસ , કબજિયાત માટે ઘરે બનાવો આ ચૂર્ણ

બાલચાતુર્ભદ્ર ચૂર્ણ : આયુર્વેદમાં બાળકોના રોગોના અનેક ઔષધો દર્શાવાયા છે . આવા ઔષધોમાંથી એક ખૂબ જ પ્રસિદ્ધ ઔષધનું નામ છે “ આ ચૂર્ણ બનાવવા માટે અતિવિષ , કાકડાશિંગી , નાગરમોથ અને પીપર આ ચારે ઔષધો સરખા વજને લાવી , તેને ખૂબ ખાંડીને બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું . એરટાઇટ બોટલમાં તેને રાખવું .

ચણાના દાણા જેટલી માત્રાનું આ ચૂર્ણ લઈ અડધી ચમચી જેટલા મધમાં મિશ્ર કરી સવારે , બપોરે અને રાત્રે ચટાડવાથી બાળકને વારંવાર થતી શરદી , છીંકો , ઉધરસ , તાવ , ઝાડા , અપચો , ગેસ , કબજિયાત , ઊલટી , ઊબકા વગેરે મટે છે . બાળકો માટેના ઉપરોક્ત ચાર ભદ્ર ( સારા ) ઔષધોનું ચૂર્ણ એટલે “ બાલચાતુર્ભદ્ર ચૂર્ણ .

લસણ : આયુર્વેદનાં ગ્રંથોમાં લસણના કેટલાક નામ આ પ્રમાણે છે . લશુન , રસોન , ઉગ્રગંધ , મહૌષધ અર્થાત્ મહાન ઔષધ , અરિષ્ટ , સ્વેચ્છકંદ , યવનેષ્ટ , રસોનક વગેરે . આયુર્વેદમાં લસણને ધાતુવર્ધક , વીર્યવર્ધક , સ્નિગ્ધ , ઉષ્ણ , આહારને પચાવનાર , મળને સરકાવનાર , કંઠના અને કહ્ના રોગોમાં હિતાવહ , પિત્ત અને લોહીને વધારનાર , શરીરમાં વૃદ્ધિ – મેધા અને બળ તથા નેત્રજ્યોતને વધારનાર છે . આયુર્વેદના તમામ ગ્રંથોમાં લસણને ઉત્તમ રસાયન કહ્યું છે . સાંધાનો વા , હૃદયરોગ , રસોળી , ગાંઠો , સોજો , મંદવર , કમરનો દુખાવો , કબજિયાત , મળની દુર્ગધ , ગેસ , આફ્રો , શરીરની જડતા , અરુચિ , ઉધરસ , મસા , કૃમિ , દમ , ક્ષય વગેરે અનેક રોગોમાં વપરાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *