બાજરાના લોટમાંથી બનાવો આ ખાસ પ્રકારનું ફેસપેક, સ્કીનની તમામ સમસ્યાઓ દુર કરી ચહેરા પર લાવી દેશે ગજબનો નિખાર…

શિયાળામાં બાજરીનો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે અને બાજરીના રોટલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બાજરી તમારી સ્કિન ઉપર પણ નિખાર લાવી શકે છે ? હા, શિયાળામાં બાજરીનો ફેસપેક આપણી ત્વચાને ઘણી બધી તકલીફોને દૂર કરવા માટે તમારી મદદ કરી શકે છે. તેનાથી તમને કોઇ પણ પ્રકારનું નુકશાન થતું નથી. તેમાં ઉપસ્થિત પ્રાકૃતિક ગુણ આપણી ત્વચાને ચમકદાર બનાવી શકે છે. આજે અમે આ લેખમાં બાજરીના ફેસપેક બનાવવાની રીત જણાવીશું, જેનાથી તમે શિયાળામાં તમારી ત્વચા પર નિખાર લાવી શકો છો. જાણીએ શિયાળામાં સ્કિન ઉપર કેવી રીતે લાવવો નિખાર.

બાજરીના લોટનો ફેસ પેક બનાવવાની રીત અને સામગ્રી : બાજરીનો લોટ 2 ચમચી, ગુલાબ જળ અડધી ચમચી, કાચુ દૂધ અડધો કપ. બાજરીનો ફેસપેક તૈયાર કરવા માટે એક વાટકી લો, તેમાં બાજરીનો લોટ નાખો. હવે તેમાં કાચું દૂધ નાખીને પેસ્ટ તૈયાર કરો. જ્યારે બંને સામગ્રી યોગ્ય રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં ગુલાબજળ ઉમેરો અને તેને મિક્સ કરો. તૈયાર થયેલ ફેસપેકને ચહેરા ઉપર લગાવો તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવી શકે છે.

ફેસ પેક લગાવવાની રીત : આ બાજરીના ફેસપેકને તમે ક્લીનરની જેમ તમારા ચહેરા ઉપર લગાવી શકો છો. તે સિવાય આ ફેસપેકને તમારા ગરદન અને ચહેરા ઉપર સારી રીતે લગાવો. ત્યારબાદ ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ મીનીટ પછી ચહેરાને સાફ કરો. જ્યારે તમારા ચહેરા ઉપર આ ફેસપેક સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેની ઉપર પાણીનો સ્પ્રે કરીને તેને ભીનો કરો. હવે હલકા હાથોથી કલોકવાઇસ ચહેરાને મસાજ કરતા પેકને દૂર કરવાની કોશિશ કરો. આ ફેસપેક તમારા ચહેરા ઉપર સ્ક્રબની જેમ કામ કરશે. શિયાળામાં આપણા ચહેરાની ડેડ સ્કિન નીકળી જાય છે. આ ફેસ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો.

તમારી ત્વચાને બાજરીથી થતા ફાયદા : શિયાળામાં બાજરી તમને ખુબ જ આસાનીથી મળી જાય છે. તમારી ત્વચા ઉપર ખૂબ જ પરત જમા થઈ જાય છે, બાજરીનો લોટ ચહેરા ઉપર ની પરત બહાર કાઢવામાં મદદ કરી શકે છે. શિયાળામાં તમારી સ્કિન પર નિખાર લાવવા માટે આ બાજરીનો ફેસપેક મદદરૂપ સાબિત થાય છે. તેનાથી બ્લેકહેડ્સની તકલીફ પણ દૂર થઇ શકે છે.

બાજરીના ફેસપેકથી આપણી ત્વચાને મળતા ફાયદા :

1) બાજરીનો ફેસપેક લગાવવાથી આપણી સ્કિનને ખૂબ જ ફાયદા મળે છે, શિયાળામાં લોકો પોતાની સ્કીન ઉપર વધુ ધ્યાન આપતા નથી તેવામાં તમે આ ફેસપેક લગાવીને તમારા ચહેરા પરની ટેનિંગની તકલીફને દૂર કરી શકો છો.

2) શિયાળામાં ડેડ સ્કિનથી છુટકારો મેળવવા માટે બાજરીનો ફેસપેક તમારી મદદ કરી શકે છે. તે સ્કિન ઉપર ઉપસ્થિત એક્સ્ટ્રા ઓઈલને ઓછું કરે છે બાજરીનો ફેસ પેક આપણી ત્વચાના પોર્ષને સારી રીતે સાફ કરવામાં તમારી મદદ કરી શકે છે.

3) તેનાથી તમારા ચહેરા ઉપર પ્રાકૃતિક નિખાર આવશે અને તેની સાથે જ તેના સાઇડ ઇફેક્ટ થવાનું જોખમ પણ ઓછું રહે છે. સંવેદનશીલ ત્વચા માટે બાજરીનો ફેસપેક ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

4) તે સિવાય બાજરીના આ ફેસપેકમાં કાચા દૂધનુ મિશ્રણ હોય છે જે આપણી ત્વચા ઉપર ક્લિનઝરની જેમ કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી એજીંગ તકલીફ દૂર થઈ જાય છે અને તમારી સ્કિન ફ્રેશ અને જવાન દેખાઈ શકે છે.

5) આ ફેસપેકમાં ગુલાબજળનું મિશ્રણ હોય છે જે તમારી ત્વચા માટે ખૂબ જ સારા ટોનરનું કામ કરે છે. ગુલાબજળનુ મિશ્રણ આપણી ત્વચાની કરચલીઓને ઓછી કરવાનું કામ કરે છે. શિયાળામાં ત્વચાની તકલીફને ઓછી કરવા માટે તમે બાજરીનો ફેસ પેક લગાવી શકો છો, પરંતુ જો તમારી સ્કિન વધુ સેન્સિટિવ છે તો એક્સપર્ટની સલાહ લઈને જ આ ફેસ પેકનો ઉપયોગ કરો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *