કાળઝાળ ગરમી મા મેંગો લસ્સી ઘરેજ બનાવો! જાણો રેસીપી

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ અને કેરી ની મજા પણ લઇ શકીએ એવી કોઈક રેસીપી મળી જાય તો મજા આવે. વળી ફટાટાફ્ટ બની જાય એવું પણ હોવું જોઈએ. એટલે એક એવી જ રેસીપી બતાવી રહી છું એ છે મેંગો લસ્સી. ગરમી માં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરી નો સ્વાદ અને બની પણ ફટાફટ જાય. છે ને સરસ મજા ની રેસીપી. તો ચાલો આ ગરમી માં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.

મેંગો લસ્સી રેસીપી બનાવવા જરૂરી સામગ્રી =૨ કપ દહીં , ૧ પાકી કેરી , ૧/૪ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર , ૧ ચમચી બદામ ની કતરણ , ચપટી એલચી પાઉડર (જો તમને એલચીનો સ્વાદ ભાવતો હોય તો), ૫-૬ બરફ ના ટુકડા( ice cube)


કેરી ને ધોઈ ને છાલ ઉતારી લો અને સમારી લો ત્યારબાદ હવે એક મિક્સર જાર માં કેરી, દહીં, ખાંડ અને બદામ ના ટુકડા મિક્સ કરી ને બધું બરાબર પીસી લો હવે લસ્સી ને સર્વ કરવા ના ગ્લાસ માં કાઢો અને ઉપર બદામ ની કતરણ થી સજાવો તો તૈયાર છે મેંગો લચ્છીતમને અમારી રેસીપી પસંદ આવે તો અમારું ફેસબુક પેઝ જરૂર like અને share કરજો બીજી અન્ય રેસીપીની માહિતી મેળવવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *