શું તમે મરચાની જલનથી બચવા માંગો છો તો ઝડપથી કરી લ્યો આ એકજ કામ

આ લેખ રસોડામાં કામ કરતી એ મહિલાઓ માટે છે જે પોતે રસોઈ બનાવે છે.લીલા અથવા લાલ મરચા કાપતી વખતે હાથમાં મરચાથી બળતરા થવી.આ એક સામાન્ય પરિસ્થિતિ છે જે દરેક લોકો એ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે અથવા સહન પણ કર્યું હશે. આ બળતરા ઘણી વખત એટલી તીવ્ર બની જાય છે કે આપણને ખબર જ નથી પડતી કે શું કરવું.

કેટલીકવાર આપણે આપણા શરીરના ઘણા ભાગોને આ હાથથી સ્પર્શ કરીએ છીએ, જેના કારણે હાથની સાથે સાથે તે સ્થળોએ પણ બળતરા થાય છે. આ બળતરા લાંબા સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે ઘરે જ ઉપાય કરી શકો તેવી વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ,જે તમને મરચાંની જલન માં મદદ કરશે. ચાલો આગળ જાણીએ કે મરચાંની જલન થાય ત્યારે શું કરવું જોઈએ.

જલનથી બચવાના ઉપાય:લીંબુનો ઉપયોગ:મરચાં કાપતી વખતે હાથમાં તીવ્ર બળતરા થાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા હાથ પર લીંબુ લગાવી શકો છો. લીંબુનો રસ બળતરા ઘટાડી શકે છે.બરફના ટુકડા લગાવો:મરચાં કાપ્યા પછી ત્વચામાં બળતરા ન થાય તે માટે તમે તરત જ બરફના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. બળતરા થતી હોય તે હાથમાં બરફ ઘસી શકો છો.તેનાથી તમારા હાથ બળતરા તરત જ દૂર થઈ જશે.

કાચા દૂધનો ઉપયોગ:મરચાં થતી બળતરા માટે કાચુ દૂધ પણ એક ઉપાય છે, જો તમે 2 મિનિટ સુધી હાથમાં કાચુ દૂધ લગાવીને પાણીથી હાથ ધોઓ છો તો તમારી આ બળતરા ખુબ જ જલ્દીથી દૂર થઇ શકે છે.એલોવેરાનો ઉપયોગ:બળતરા થવાની સ્થિતિમાં એલોવેરા અથવા

એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરાનો ઔષધીય ગુણ ત્વચાને ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે. જો તમે 2 મિનિટ માટે એલોવેરાને તમારા હાથમાં છોડી દો છો, તો તે તમારા હાથની બળતરાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે.

મધનો ઉપયોગ:મરચાંથી થતી બળતરામાં હાથ ધોવા અને મધને હાથ પર લગાવવુ. આમ કરવાથી ત્વચાની બળતરા ઓછી થશે. બળતરા ઓછી થયા પછી તમે તમારા હાથને ઠંડા પાણીથી ધોઈ શકો છો

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *