કાયમી માથાનો દુખાવો,આધાશીશી માંથી કાયમી છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય,મળશે બે ઘડી માં જ રાહત
અત્યારે ઉનાળાની ઋતુમાં તડકો અને ગરમી ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે લોકોમાં સામાન્ય રીતે માથાનો દુખાવો જોવા મળે છે. અને ઉનાળામાં લોકો ની ખાણીપીણી માં પણ ઘણોબધો ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે લોકો ઓછુ ખાવાનું પસંદ કરે છે. જેના કારણે લોકોને નબળી જીવનશૈલી અને ઓછો આહાર લેવાથી તણાવ અને મોબાઈલ નો વધારે પડતો ઉપયોગ ના કારણે માથાનો દુખાવો થવાની સમસ્યા થાય છે.સામાન્ય રીતે માથામાં દુખાવો થવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ થોડીક નબળી પડતી હોય એવું લાગે છે. જેના કારણે વ્યક્તિને આખા શરીરમાં દુખાવો થતો હોય છે. અને શરીર માં કળતર અને શરીર માં થાક જોવા મળે છે. કામ કરવું પણ ગમતું નથી.અને પુરા દિવસ માણસ બેચેન રહ્યા કરે છે. તેના કારણે લોકોમાં આધાશીશી થાવાનું કારણ પણ બને છે. ઉનાળામાં ૪૭ ટકા જેટલા લોકોને માઈગ્રેન અને આધાશીશી ની સમસ્યાના થતી હોય છે જેના કારણે પોતાના કામ પર જઈ શકતા નથી.
અત્યાર ના સમય માં દુનિયામાં દસમાંથી ચાર લોકો ને ઉનાળામાં આધાશીશીને બીમારી થતી હોય છે. અને આપણા ભારતમાં આશરે ૮૦ કરોડ લોકો આધાશીશીની બીમારીથી પીડાતા હોય છે. પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે માથાનો દુખાવો ને કોઈ ગંભીર લેતું નથી અને તેના પર કોઈ ધ્યાન આપતું નથીપરંતુ લાંબા સમય સુધી માથાનો દખાવો થવાથી શરીર માં બીજા ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થઇ શકે છે.ઉનાળાની ઋતુમાં વધારે પડતો સૂર્યપ્રકાશ તે ઉપરાંત સોડા અને પવન વાળાના પદાર્થોનો વપરાશ ડિહાઇડ્રેશન નું કારણ બની શકે છે તે ઉપરાંત લાંબા સમય સુધી કોઇપણ આપણે પંખા નીચે કે એસી માં પડયા રહેવાથી ઓક્સિજનના લેવલમાં ઘટાડો થતો થઇ શકે છે.જો ઉનાળાની ઋતુમાં આધાશીશીને સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમારી માટે સૌથી સારો ઉપાય યોગાસન અને આયુર્વેદિક ઉપાયો છે. ઉનાળામાં આધાશીશી થવાથી લોકોને માથામાં દુખાવો થાય છે. ઉલટી આવે છે ચક્કર આવે છે. અને સ્વભાવમાં પણ ચીડિયાપણું જોવા મળે છે. આંખોમાં બળતરા થાય છે. દાંતમાં પણ જનજનાટી આવતી હોય એવું લાગે છે.
આધાશીશી થી દુર થવા માટે બદામનું તેલ અથવા ગાયનું ઘી માથામાં નાખી શકો છો તેનાથી તમારા શરીરમાંથી કચરો જતો હોય તેને નિયંત્રિત કરશે. આ સિવાય દરરોજ સુતા પહેલા ગાયના દૂધમાં બે ચમચી બદામનું તેલ નાખી અને તેમનું સેવન કરવાથી પણ આધાશીશી માંથી મુક્તિ મળશે.મેઘાવટી નું સેવન કરવાથી આધાશીશી માં ખૂબ જ વધારે ફાયદો જોવા મળે છે. સવાર સાંજ મેઘાવટી નું સેવન કરવાથી આધાશીશી માંથી રાહતમેળવી શકાય છે. અને જો કોઈ પણ વ્યક્તિને ગરમીને કારણે માથામાં દુખાવો થતો હોય તો ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણ માં તરબૂચ ખાવા તેના કારણે આપણા શરીરનું તાપમાન વધારે નથી થતું. તે ઉપરાંત લીલા શાકભાજી અને પપૈયા,વધારે પ્રમાણ માં પાણી મળતું હોય તેવા ફળ ખાવા જોઈએ.
યોગ અને પ્રાણાયામ કરવાથી આધાશીશી માં થોડાક સમય માં જ રાહત મળી શકે છે. કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ઉત્પત્તિ, તેજસ્વી આ પ્રકારના પ્રાણાયમથી આધાશિશી થી છુટકારો મેળવી શકાય છે. આધાશીશી થી મુક્તિ મેળવવા માટે યોગાસન અને પ્રાણાયામ નીચે આપ્યા પ્રમાણે કરી શકો છો.
સલભાસન એ ફેફસા ને નિયમિત રીતે કાર્ય કરવામાં ખુબ જ ઉપયોગી છે. અને જો અસ્થમા અથવા શ્વાસ લેવાના રોગમાં તકલીફ થતી હોય તો તેને પણ નિયંત્રણ કરે છે. તે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. લોહીને એકદમ સ્વસ્થ કરે છે. હાથ અને શરીર ના હાડકાની શક્તિમાં ખુબ જ વધારો કરે છે. અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
મર્કટાસન :
મર્કટાસન કરોડરજ્જુને એકદમ મજબુત બનાવે છે. આ આસન કરવાથી પીઠમાં થતો દુખાવો દૂર થાય છે. કરોડરજ્જુ મજબૂત બનાવે છે. ફેફસા માટે ખૂબ જ સારું છે. અને પેટને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. જેમકે ગૅસ અને કબજિયાત અને એસીડીટી માં ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ મળે છે. તે ઉપરાંત આ આસન કરવાથી એકાગ્રતામાં પણ ઘણો વધારો થાય છે. અને આ આસન કરવાથી કિડની અને સ્વાદુપિંડ અને યકૃત ખૂબ જ વધારે સક્રિય રહે છે.
ભુજંગાસન :
ભુજંગાસન આસન કરવાથી માણસ ની કિડની ખૂબ જ વધારે પ્રમાણ માં સ્વસ્થ બની જાય છે. તે ઉપરાંત યકૃત ને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે. માનસિક તણાવ અસ્વસ્થતા અને માનસિક ટેન્શન થી રાહત મળે છે. પીઠ અને કમરનો દુખાવો દૂર થાય છે. અને શરીર માં શક્તિ વધે છે.
સર્વાંગાસન :
સર્વાંગાસન બાળકોને બુદ્ધિ ક્ષમતામાં ખુબ જ વધારો કરે છે. અને મગજમાં ખુબ જ વધારે ઊર્જાનો પ્રવાહ માં વધારો કરે છે. અને ચશ્માના નંબર માં પણ ઘટાડો થાય છે. થાઈરોઈડ ગ્રંથિમાં લગતી કોઇપણ પ્રકારની સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકાય છે. અને મગજને પૂરતા પ્રમાણમાં લોહી પ્રાપ્ત કરી શકાય છે. અને શુદ્ધ લોહી હૃદય સુધી પહોચાડવામાં મદદ કરે છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર