માથાના દુઃખાવાથી કંટાળીને જે તે દવાઓ ન ખાતા, ઘરે બનાવીને પીવો આ ચારમાંથી કોઈ પણ એક પીણું…… bhai bhai April 27, 2021 Helth

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે અમે તમને જણાવિશુ કે ગમે તેવો માથાનો દુખાવો હોય કફ્ત થોડી જ મિનિટમાં દૂર કરી દેશે આ ઉપાય જાણી લો જલ્દી જેનાથી તમને માથાના દુખાવામાથી રાહત મળશે તો આવો જાણીએ આ ઉપાય વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આજકાલ માનસિક તાણને કારણે માથાનો દુખાવો જેવી સમસ્યા જીવનમાં એક સામાન્ય વસ્તુ બની ગઈ છે જે ઝડપથી ચાલે છે. માથાનો દુખાવો: બધા વર્ગ એટલે કે બાળકોમાં અભ્યાસના તણાવ, નોકરીના વ્યવસાયિકોને કામનું તણાવ અને મહિલાઓને પણ ઘણી સમસ્યાઓના કારણે માથાનો દુખાવો થવો સામાન્ય બની ગયો છે અને આવી સ્થિતિમાં લોકો તેનાથી છુટકારો મેળવવા માટે ઘણીવાર દવાઓ લે છે.જેના કારણે ધીરે ધીરે દરેકને આ દવાઓની આદત પડી જાય છે જેનાથી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે તમે માથાનો દુખાવો દૂર કરવા માટે જે દવાઓનો ઉપયોગ કરો છો તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ તમારી જાણ વિના ઘણા પ્રકારના ગંભીર રોગો તરફ દોરી શકે છે અને આવી સ્થિતિમાં આ માટે તમારે શું કરવું જોઈએ, તો આજે અમે તમને માથાનો દુખાવોથી મુક્તિ મેળવવા માટે ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ.

આજે આપણે જોઈએ છીએ કે, મોટાભાગના લોકોને માથાનો દુઃખાવો થતો હોય છે. જેનું કારણ કદાચ આપણે જે વધુ પડતું ટેન્શન લઈએ છે તે પણ હોય શકે છે. તેમજ ઘણી વખત વધુ ટીવી કે મોબાઈલ જોવાથી પણ આ તકલીફ વધી શકે છે. ત્યારે આપણે કોઈ ટેબ્લેટ ખાઈને આરામ મેળવીએ છીએ. પણ કેટલાક એવા નુસ્ખાઓ છે જેનો પ્રયોગ કરીને માથાનો દુઃખાવો મટાડી શકો છો.180 ની સ્પીડે ભાગતી જિંદગી તેમજ વ્યસ્ત લાઈફસ્ટાઈલની અસર આપણા શરીર પર પડે છે. ખાસ કરીને લેપટોપ, મોબાઈલ કોમ્પ્યુટરના ઉપયોગથી માથાનો દુઃખાવો થાય છે. તેની પાછળનું કારણ ચિંતા, થાક તેમજ તણાવ પણ હોય શકે છે. આમ આ દુઃખાવો તો ઘણી વખત કલાકો સુધી પરેશાન કરે છે. આમ તો આ દુઃખાવાથી છુટકારો મેળવવા માટે આપણે અલગ અલગ દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પણ વધુ દવા ખાવાથી શરીરને નુકસાન થાય છે. જો તમે પણ માથાના દુઃખાવાથી પરેશાન છો તો અમે તમને થોડા હેલ્દી હોમમેડ ડ્રીંક્સ વિશે જણાવીશું. જેના સેવનથી માથાનો દુઃખાવો દૂર થઈ શકે છે.

ફુદીનાની ચા. મિત્રો ફૂદીનામાં એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-વાયરલ વગેરે ગુણ રહેલા છે. ફુદીના ચા પીવાથી માથાનો દુઃખાવો ઠીક થવાની સાથે અપચો, ઉલટીની પરેશાની પણ દૂર થાય છે. સ્ટ્રેસ દૂર કરે છે અને તમે ફ્રેશનેસ અનુભવો છો.ફુદીનાની ચા બનાવવાની રીત : એક વાસણમાં 1 કપ પાણી અને થોડા ફુદીનાના પાન નાખો. હવે તેમાં ચપટી તીખાનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું નાખો. 5 મિનીટ સુધી તેને ઉકાળો અને પછી ગાળી નાખો. હવે આ ચાને થોડી ગરમ હોય ત્યારે જ પીવાનો આગ્રહ રાખો.બદામનું દૂધ.બદામ અને દુધમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-બેક્ટેરીયલ વગેરે ગુણો હોય છે. આમ તેમાં રહેલ મેગ્નેશિયમ માઈગ્રેનના દુઃખાવાને ઠીક કરવામાં મદદ કરે છે. આમ એક્સપર્ટ પણ માઈગ્રેન થવા પર બદામનું દૂધ પીવાની સલાહ આપે છે.બદામનું દૂધ બનાવવાની રીત : બદામનું દૂધ બનાવવા માટે 45 બદામને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો. પછી એક ગ્લાસ દૂધ ગરમ કરીને તેમાં બદામ અને મધ મિક્સ કરો. તૈયાર બદામના દુધને રાત્રે સૂતા પહેલા પીવો.

આદુનો રસ.આદુમાં વિટામીન, આયર્ન, ફાઈબર, એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-વાયરલ વગેરે ગુણ રહેલા છે. જેનાથી માથાના દુઃખાવા રાહત મળે છે. અક્સર લોકો માથાનો દુઃખાવો દૂર કરવા માટે આદુની ચા પીવે છે. પણ એક્સપર્ટ ચાની જગ્યાએ આદુનો રસ પીવાનું કહે છે. એક રીસર્ચ અનુસાર 100 માઈગ્રેન દર્દીઓને એટેક સમયે આદુનો રસ આપવામાં આવ્યો. તેનાથી તેની તબિયતમાં ઘણો સુધારો આવ્યો. તેના સેવનથી માથામાં જતા લોહીના બેલેન્સમાં મદદ મળે છે આદુનો રસ બનવવાની રીત : એક વાસણમાં 1 કપ પાણી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો પીસી નાખો. ધીમા તાપે તેને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. તૈયાર પાણીને ગરણીમાં ગાળી નાખો અને તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મધ મિક્સ કરીને પીવો.તુલસીની ચા તુલસીમાં એન્ટી-ઓક્સીડેંટ. એન્ટી-બેક્ટીરીયલ, એન્ટી-વાયરલ જેવા ગુણ રહેલા છે. આમ તેનાથી બનેલ ચાનું સેવન કરવાથી માથાનો દુઃખાવો ઓછો થવાની સાથે તમે ફ્રેશ ફિલ કરશો. તેમાં રહેલ એન્ટી-સ્ટ્રેસ ગુણ તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે ઇમ્યુનિટી વધવાથી બીમારીથી બચી શકાય છે. માઈગ્રેન અને સાઈનસ ની સમસ્યાથી બચી શકાય છે તુલસીની ચા બનાવવાની રીત : એક વાસણમાં 2 કપ પાણી અને તુલસીના થોડા પાન નાખો. પાણી જ્યારે અડધું થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. તૈયાર ચાને ગરણીમાં ગાળીને તેમાં મધ મિક્સ કરો અને પછી પી લો.

માથાના દુઃખાવાથી બચવાના અન્ય ઉપાયો.લવિંગના તેલથી માથાની માલીશ કરો. તેમાં એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ઓક્સીડેંટ ગુણોથી ભરપુર લવિંગ માથાના દુઃખાવાને દુર કરે છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે તજ પણ કારગત સાબિત થાય છે. આ માટે 1 મોટો ચમચો તજનો પાઉડર પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. પછી તેનાથી હળવા હાથે મસાજ કરો. 30 મિનીટ પછી નવશેકા પાણીથી સાફ કરી નાખો.ફુદીનાના થોડા પાન ધોઈને તેનો રસ પીવો. પછી તેનાથી માથાની મસાજ કરો. પછી નવશેકા પાણીથી ધોઈ નાખો. ઓછી માત્રામાં પાણીનું સેવન કરવાથી પણ માથું દુઃખે છે. આમ તમારે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ખાસ કરીને માથાનો દુઃખાવો થવા પર પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવો. લીલા અને પાન વાળી સબ્જીમાં પણ પોષક તત્વ અને એન્ટી-ઓક્સીડેંટ ગુણ હોય છે. આમ ટમેટા, પાલક, વેજિટેબલ સૂપ, બનાવીને પીવો. તેમજ તેમાં ચપટી તીખાનો ભૂકો પણ નાખી શકાય છે.મિત્રો તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે માથાનો દુખાવો દૂર કરવા માટે પેઇનકિલર ટેબ્લેટનું સેવન કરતા હોય છે. આવી પેઇનકિલરથી માથાનો દુખાવો તો ઓછો થઇ જાય છે પણ શરીર ઉપર તેની અત્યંત ખરાબ અસર પડે છે. માથાનો દુખાવો આવી પેઇનકિલરના બદલે ઘરગથ્થુ આયુર્વૈદિક ઉપાયોથી પણ મટાડી શકાય છે અને શરીર ઉપર કોઇ આડઅસર પણ થતી નથી.

સાવ સામાન્ય દુખાવાથી લઈને ટ્યુમર સુધીના રોગનું લક્ષણ છે માથા નો દુખાવો. માથાના દુખવાની તકલીફના પણ ઘણા જુદા-જુદા પ્રકાર છે. જરૂરી નથી કે માથામાં દુખાવો ગંભીર જ હોય, પરંતુ એનો પ્રકાર કયો છે એ જાણવું જરૂરી છે.માથા નો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિ ઓ એ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે જ. પ્રત્યેક વ્યક્તિ ને એના જીવન માં કૈક તો માથા નો દુખાવો ચાલતો જ હોય .ઘણી વખત દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.ઘણી વાર માથાના દુખાવા ના સામાન્ય કારણો હોય છે જેમકે શરદી કે તાવ,દાંત માં કોઈ તકલીફ કે દુખાવો હોય તો તેના કારણએ , આંખો નો વધુ ઉપયોગ કે ખેંચાણ, માનસિક ચિંતા , તનાવ કે ટેન્શન વાળો સ્વભાવ, શારીરિક અને માનસિક થાક, સાયનસ, સિગરેટ , તમાકુ , દારૂ જેવા વ્યસનો,ચા  કોફી વધુ પડતા લેવાવા કે આદત બંધ કરવી, સુવા માં ઘણી વાર એવા પ્રકાર ની તકલીફ, કબજિયાત ગેસ.માથાના પાછળના ભાગમાં અને ગરદન પર એકદમ પ્રેશર અનુભવાય અને એ ભાગ એકદમ ટાઇટ થઈ ગયેલો લાગે અને ક્યારેક એ વસ્તુ આખા માથામાં પ્રસરતી હોય એવું લાગે. સૌથી વધારે પ્રેશર લમણા પર જ હોય કે પછી આઇબ્રોની ઉપરના ભાગમાં કે માથાની આગળના ભાગમાં હોય એમ લાગે.વળી માથાના દુખાવામાં મગજની બન્ને બાજુ દુખાવો સરખો જ થતો હોય છે, ફક્ત કોઈ એક બાજુ જ થાય એવું નથી હોતું. માથાનો દુખાવો કોઈ બીજા લક્ષણ સાથે આવતો નથી. માત્ર માથું જ દુખતું હોય છે, બીજું કંઈ થતું નથી.માથાના દુખાવાની કોઈ પૅટર્ન પણ હોતી નથી. ગમે ત્યારે થાય અને પાછો આવશે જ કે ક્યારે આવશે એ બાબતે કંઈ કહી શકાય નહીં. આ દુખાવો મિનિટોથી લઈને દિવસો સુધી લંબાઈ શકે છે.

માથા ના દુખાવા નો સૌ પ્રથમ ઉપાય તો આરામ છે . પુરતી ઊંઘ , પુરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથા નો દુખાવો થાય અને થાય તો એ તરત મટી પણ જાય . એ માટે દર વખતે દવા , ગોળી લેવા ની જરૂર નથી. આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.ગરમીના કારણે સિરદર્દ થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે, એક કપડામાં બરફના ૮-૧૦ ટુકડા બાંધી, આઈસપેક બનાવવું. આ આઈસપેક ૧૦-૧૫ મિનિટ માથા પર મુકી, આરામ કરવાથી થોડી વારમાં જ માથાના દુઃખાવાથી રાહત મળે છે. ચંદન ને પાણી ની સાથે મિલાવીને તેનો લેપ માથાના દુખાવા વાળી જગ્યા માં લગાવો. ચંદન ની તાસીર ઘણી ઠંડી હોય છે. તેના લેપ થી માથામાં ઠંડક પહોંચે છે અને માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે.માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.સામાન્ય રીતે તણાવના કારણે માથામાં દુખાવો રહ્યા કરે છે. હકીકતમાં આ માંસપેશિઓમાં થતા તણાવ અને થાકના કારણે થાય છે. તેથી જો  માથામાં દુખાવાના કારણે વધુ તણાવનો અનુભવ થતો હોય તો રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી.સખત માથાનો દુઃખાવો થતો હોય ત્યારે ગરમ પાણીમાં લીંબુનો રસ ઘોળીને પીવાથી તાત્કાલિક આરામ મળે છે. કાળી ચા માં લીંબુનો રસ મિલાવીને પીવાથી પણ માથાનો દુઃખાવો ઓછો થાય છે.

માથાના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવા માટે લવિંગના પાઉડરમાં મીઠું મેળવીને પેસ્ટ બનાવો અને તેને દૂધ સાથે પીવો. થોડીક જ મિનિટમાં તમારા માથાનો દુખાવો ઓછો થઇ જશે. તે ઉપરાંત લવિંગને સહેજ ગરમ કરો અને વાટીને તેની પેસ્ટ માથા ઉપર લગાવી લો. આ ઉપાયથી પણ માથાનો દુખાવો મટી જશે.લસણ એ એક કુદરતી દર્દ નિવારક ઔષધી છે. લસણની થોડીક કળીઓ વાટીને તેના રસનું સેવન કરો. તેનાથી માથાના દુખાવામાં ઝડપથી આરામ મળશે.મગજની માંસપેશિયાઓમાં તણાવના કારણે પણ ત્યાં દુખાવો થવા લાગે છે. આ તણાવને ઓછું કરવા માટે ગરદન, માથા અને ખંભાની માલિશ કરો. દરરોજ યોગ, શારીરિક કસરત અને મેડિટેશન કરવાથી પણ માથામાં દુખાવાની સમસ્યા ઓછી થઇ જાય છે જો તમને વારંવારમાં આવી સમસ્યા થતી હોય તો સવારમાં સફરજન ઉપર મીઠું લગાવીને ભૂખ્યા પેટે ખાઇ જાવ અને પછી ગરમ દૂધનું સેવન કરવું. કેટલાંક દિવસ દરરોજ આ ઉપાય કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળશે.માથાના દુખાવામાં રાહત મેળવવા માટે એક સ્વચ્છ કપડામાં બફરના ટૂકડા નાંખો અને આઇસ-પેક બનાવી લો. 10 મિનિટ માટે તેને માથા ઉપર મૂકો અને હટાવી લો. આમ કરવાથી થોડાંક સમયમાં માથાનો દુખાવો મટી જશે.થોડુંક કેસર અને બદામનું તેલ મેળવીને તેને સુંઘવાથી પણ માથાનો દુખાવો ઓછો થઇ જાય છે. ઝડપથી રાહત મેળવવા આ ઉપાય બેથી ત્રણ વખત કરો.

કેટલીક વખત ઉંઘ પૂરી ન થવાના કારણે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં લવિંગ, ઇલાયચી અને આદું વાળી ચા પીવી જોઇએ. તેનાથી માથાનો દુખાવો તરત જ મટી જશે. તણાવ ઓછું કરવા અને માઇન્ડ ફ્રેશ કરવા આદું વાળી ચા પીવી એક સરળ ઉપાય છે.પેટમાં ગેસ કે બળતરના કારણે પણ માથું દુખે તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને પી જવું. તેનાથી પેટ અને માથાનો દુખાવો બંનેમાં રાહત મળશે.શરદી અને ઉધરસને કારણે પણ માથામાં દુખાવો થાય તો ખાંડ અને ધાણાને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું. આ નુસ્ખાથી શરદી, ઉધરસ અને માથા દુખાવામાં આરામ મળશે.જો ગરમીના કારણે માથું દુખે તો નારિયેળના તેલથી માથામાં માલિશ કરો. તેનાથી માથામાં ઠંડક મળશે અને દૂખાવો મટી જશે માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેની બીજી બાજુની નાકમાં એક કે બે ટીંપા મધ નાંખવું. આ ઉપાયથી માથાનો દુખાવો મટી જશે. જો માઇગ્રેનના કારણે માથામાં દુખાવો થતો હોય તો મધના બદલે ગાયનું શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો.પાણીમાં દાલચીનીનો પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને માથા ઉપર લગાવો. આ આયુર્વૈદિક ઉપાયથી માથાનો દુખાવો તરત જ મટી જશે.જાયફળને ચોખાના પાણીમાં સારી રીતે વાંટીને પેસ્ટ બનાવો અને તેને માથા ઉપર લગાવો. તેનાથી માથાનો દુખાવો ઓછો થવા લાગશે માથાનો દુખાવો મટાડવા માટે ગાયના ગરમ દૂધનું સેવન પણ ફાયદાકરાક રહેશે કાકડીને કાપીને માથા ઉપર ઘસવાથી અને સૂંધવાથી પણ દુખાવો ઓછો થાય છે.સરસવના તેલને વાટકીમાં લઇને તેને બેથી ત્રણ વાર સુંઘો.

વિટામિન A એ કોઈ એક કેમિકલ નથી; પણ રેટિનૉઇડ, રેટિનોલ, રેટિનોઇક ઍસિડ અને કૅરોટેનૉઇડ્સ પ્રકારના કેટલાક કુદરતી ઘટકોનો સમૂહ છે. આ વિટામિન ચરબીમાં ઓગળી શકે એવું હોય છે એટલે ખોરાકમાંથી મળેલું વધારાનું વિટામિન A લિવરમાં સંઘરાઈ રહે છે અને જ્યારે શરીરની જરૂરિયાત વધે ત્યારે અથવા તો ખોરાકમાંથી એ મળવાનું ઓછું થઈ જાય ત્યારે લિવરમાંથી એ પાછું વાપરી શકાય છે.વિટામિન A ઇમ્યુન સિસ્ટમ, હાડકાં અને આંખ માટે ખૂબ જ જરૂરી છે. રેટિનૉઇડ પ્રકારનો ઘટક આંખના પડદાની પ્રકાશ શોષવાની ક્ષમતા માટે જરૂરી છે. પડદા પર પ્રકાશ ઝિલાય તો જ આપણે સામે પડેલી જે-તે ચીજો જોઈ શકીએ છીએ. રેટિનામાં નવા કોષો પેદા કરવામાં પણ વિટામિન A ઘણો મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રી-પુરુષની પ્રજનનક્રિયામાં પણ વિટામિન A મહત્વનો ફાળો આપે છે. હૃદય, કિડની, ફેફસાં અને અન્ય આંતરિક અવયવોના કોષો રીજનરેટ કરવામાં તેમ જ ઇન્ફેક્શનથી બચાવવા માટે વિટામિન Aની જરૂર પડે છે.એવું કહેવાય છે કે શાકાહારીઓને આ વિટામિન મેળવવામાં તકલીફ પડે છે એનું કારણ એ છે કે રેટિનૉઇડ, રેટિનોલ અને રેટિનોઇક ઍસિડ જેવા ઘટકો પ્રાણીજન્ય છે. વનસ્પતિમાંથી એ ઘટકો મળી શકતા નથી. જોકે બીટા-કૅરોટિન તરીકે જાણીતું કૅરોટેનૉઇડ દ્રવ્ય વનસ્પતિજન્ય છે. આ દ્રવ્ય શરીરને મળે તો એ આપમેળે વિટામિન A પેદા કરી શકે છે. બીટા-કૅરોટિન લીલાં પાનવાળી ભાજીઓ, લીલા-ઑરેન્જ-યલો રંગનાં શાકભાજી અને ફળોમાં ભરપૂર માત્રામાં હોય છે. શાકાહારી લોકો જો પૂરતી માત્રામાં રંગબેરંગી શાકભાજી ન ખાય તો તેમને આ વિટામિનની કમી થઈ શકે છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.