‘મેરા રંગ દે બસંતી ચોલા’ ના ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે થયું નિધન. આ મહાન ગાયક વિશે જાણો

બોલિવૂડના પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર તેની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે આપ્યા છે. મિતાલીએ જણાવ્યું કે, સોમવાર, 18 જુલાઈની સાંજે ભૂપિન્દર સિંહે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ભૂપિન્દરની વિદાય બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


પત્નીએ જણાવ્યું મોતનું કારણ જણાવતા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભૂપિન્દર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહયા હતા. તેણે કહ્યું, ‘તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. પેશાબની સમસ્યા પણ આમાં સામેલ હતી. હાલ ભૂપિન્દર સિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભૂપિન્દરના મૃત્યુના સમાચારે તેના ચાહકોને પણ નિરાશ કર્યા છે.


આ પ્રખ્યાત ફિલ્મોના ગીતો ગાયાં હતા. જેમાં મૌસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયન અને હકીકત સાથે ઘણી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો. તેમના પ્રખ્યાત ગીતોમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’, ‘પ્યાર હમે કીસમોડપે લેઆયા’, ‘હુઝૂર ઈસ કદર’, ‘એક અકેલા ઈસ શહેર મેં’, ‘ઝિંદગી મિલકે બિતાયેંગે’, ‘બીટી ના બિતાયે રૈના ..’નો સમાવેશ થાય છે.


ભૂપિન્દર સિંહ બોલિવૂડના પ્લેબેક સિંગરની સાથે સાથે ગઝલ ગાયક પણ હતા. તેમનો જન્મ 6 ફેબ્રુઆરી 1940ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પ્રોફેસર નાથ સિંહજી પ્રશિક્ષિત ગાયક હતા. પિતાએ જ ભૂપિન્દરને ગાવાની તાલીમ આપી હતી. તેમના પિતા ખૂબ કડક શિક્ષક હતા. આવી સ્થિતિમાં ભૂપિન્દર સિંહ એક સમયે સંગીત અને તેના વાદ્યોને નફરત કરતા હતા.કરિયરની શરૂઆતમાં ભૂપિન્દર સિંહ દિલ્હીના ઓલ ઈન્ડિયા રેડિયોમાં પરફોર્મ કરતા હતા. તેણે ગિટાર અને વાયોલિન વગાડતા પણ શીખ્યા. 1962માં, સંગીત નિર્દેશક મદન મોહને ભૂપિન્દરને AIR નિર્માતા સતીશ ભાટિયાની ડિનર પાર્ટીમાં ગાતા સાંભળ્યા.

આ પછી તેણે ભૂપિંદરને મુંબઈ બોલાવ્યો અને મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે ‘હોકે મજબૂર ઉસને મુઝે બુલાયા હોગા’ ગીત ગાવાની તક આપી. હકીકત ફિલ્મના આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. 1980 ના દાયકાના મધ્યમાં, ભૂપિન્દર સિંહે મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા. મિતાલી બાંગ્લાદેશની ગાયિકા છે. આ દંપતીએ એકસાથે ઘણી ગઝલો ગાયી અને લાઈવ પરફોર્મન્સ આપ્યું. બંનેને એક પુત્ર છે, જેનું નામ નિહાલ સિંહ છે. નિહાલ એક સંગીતકાર પણ છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *