ચોમાસામાં થતા મચ્છર ને ભગાડવા કરો આ સાવ મફત ઉપાય, ઘરમાં ગોતવાથી પણ નહિ મળે એકપણ મચ્છર

ચોમાસાની ઋતુ ની શરૂઆત ધીમી ધીમી થઇ રહી છે. ચોમાસુ શરૂ થતાની સાથે સાથે મચ્છરનો ત્રાસ પણ વધતો જાય છે. અને મચ્છરના કારણે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે. ચોમાસા માં મચ્છર નો ઉપગ્રવ ખુબ જ વધી જાય છે. ઘરમાં રહેલા મચ્છર ને દુર કરવા આજે આપણે કેટલાક ઘરેલું ઉપાય વિષે જાણીશું.

ઘરમાં રહેલા મચ્છરને ભગાડવા માટે લોકો ઓલ આઉટ કે ગુડ નાઈટ નો ઉપયોગ કરતા હોય છે. અને અગરબત્તીનો ઉપયોગ કરી ને ધુમાડો કરતા હોય છે. આ બધો ધુમાડો શ્વાસ માં જાય છે. અને આ બધી કેમિકલવાળી વસ્તુ ના કારણે શરીરમાં ઘણી બધી આડ અસર થઈ શકે છે. આ ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરીને મચ્છર ને માત્ર બે મિનીટમાં જ ઘરની બહાર જતા રહેશે. અને ઘરમાંથી છુમંતર કરી દેશે.

મચ્છરને ભગાડવા માટે કપૂર એ ખૂબ જ ઉપયોગી છે. કપૂર ને સળગાવાથી મચ્છર દૂર થઈ જાય છે. આ સિવાય જો મચ્છર દૂર કરવા હોય તો પાણીના બાઉલમાં કપૂર નાખી ઘરના એક ખૂણામાં રાખી દેવો થોડા સમયમાં જ તેમાંથી નીકળતા ધુમાડાથી મચ્છર દૂર થઈ જશે. મચ્છરને ભગાડવા માટે ડુંગળી પર લોબાન નું તેલ લગાવીને ઘરમાં રાખવાથી મચ્છર દૂર થઈ જાય છે. આ સિવાય માખી અને મચ્છર દૂર કરવા માટે ફુદીનાની ડાળી મૂકવાથી મચ્છર દૂર થાય છે. મચ્છર ભગાડવા માટે સૌથી અસરકારક ઉપાય લસણ છે. કારણ કે તેની ખૂબ જ વાસ આવતી હોય છે. તેનો છંટકાવ કરવામાં આવે તો મચ્છર મરી જાય છે.

આ સિવાય ગુડ નાઈટ ની ખાલી રીફીલ માં કપૂર અને ટરપેન્ટાઇન ને મિક્સ કરીને ઓલ આઉટ શરૂ કરવાથી મચ્છર અને બીજા અનેક જીવાણુઓ પણ મરી જાય છે. આ નુસખો બજારમાં મળતી રીફીલ કરતા વધારે ચાલશે અને શરીરને પણ કોઈ પણ નુકસાન થશે નહિં. આ સિવાય લીંબુ અને લવિંગ પણ મચ્છર ભગાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે પહેલા લીંબુ ને કાપી લો ત્યારબાદ તેમાં લવિંગ મૂકો અને રૂમ માં રાખવાથી મચ્છર આવશે નહિ અને જો ઘરમાં હશે તો તે ભાગી જશે.

ચોમાસાની ઋતુ માં જે તે જગ્યાએ પાણી ભરાઈ જાય છે. ઘરની આજુબાજુ કોઈ જગ્યા પર પાણી એકઠું થયું હોય તો તેનો નિકાલ કરવો જોઈએ. નહીં તો તેમાંથી ઘણા બધા જ મચ્છર પણ ઉત્પન્ન થઇ શકે છે. આ સિવાય તુલસી અને સરસિયાના તેલને મિક્ષ કરીને શરીર પર લગાવવાથી મચ્છર કરડતા નથી. આ ઉપરાંત સૂર્યમુખીના વૃક્ષ ને ઘરમાં ઉગાડવાથી પણ મચ્છર ઘરમાં આવતા નથી. આ સિવાય મચ્છરને ભગાડવા માટે અથવા મચ્છર થી બચવા માટે મચ્છર દાની નો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી કોઈ પણ શારીરિક અસર પણ નહીં થાય. અને મચ્છરથી પણ બચી શકાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *