નાભિ પર તેલ લગાવવાથી થાય છે જોરદાર ફાયદા

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા, હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું….મિત્રો એવું શક્ય નથી.. તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે…ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે… નાભિ ની પાછળ ના ભાગ માં “પેચોટી”હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિમા તેલ નાખવાનુ કારણ નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે. જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે. ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે . આપણા સ્નેહીજ , મિત્ર , પરિજનો, તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો.. યોગ આચાયૅ હરીશભાઈ વૈદ વડોદરા ફક્ત વાંચો નહીં તમે પોતે કાળજી લો છો તો તેને ફોરવર્ડ કરો.

નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે. 1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો .. સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ. ઘૂંટણના દર્દમાંસુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે* લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર
અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *