ઊંઘમાં તમારે નસકોરા બોલતા હોય તો ચેતી જજો એક જીવલેણ રોગ છે તેનાથી બચવાના ઉપાયો

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોથી આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે પરંતુ નસકોરા બોલાવનાર વ્યક્તિ માટે પણ એ જોખમી સાબિત થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છેકે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઇ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોના લોહીમાં ગઠ્ઠા જામવાની શક્યતા બમણી થઇ જાય છે. ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં હૃદયરોગ થવાની સંભાવના પણ ૮૦% જેટલી વધી જાય છે.નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં હોય છે,પરંતુ તબીબી દૃષ્ટિએ આ માન્યતા ખોટી તથા ભૂલભરેલી છે. મોટી ઉંમરે નસકોરાં બોલે એ સામાન્ય બાબત છે. નસકોરાં સાથે સૂવાની બાબતને ઊંઘના એક રોગ તરીકે ગણવામાં આવે છે.

નસકોરા બોલાવનાર વ્યક્તિને હાઈ બીપી, હાઇપર ટેન્શન, હ્ય્દયરોગ તથા લકવાના હુમલાનું પ્રમાણે વધારે જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં તો નસકોરાં બોલવા એ છૂટાછેડા માટેનું એક મોટું કારણ બન્યું છે.જેથી આજે અમે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા કેટલાક શ્રેષ્ઠ ઉપાય જણાવીશું. પ્રચલિત નસકોરાનાં કારણે તમને અકળામણ થાય છે. તો નિયમિત રીતે આ આસન અને પ્રાણાયમ કરવાથી નસકોરાથી હંમેશા માટે દૂર થઇ જશેનસકોરાને દૂર કરવા માટે નિયમિત રીતે પ્રાણાયમ કરો. પ્રાણાયામ નસકોરા બોલાવવાની સમસ્યાને ખતમ કરવા માટે નિયમિત રીતે પ્રાણાયામ કરવું જોઈએ. પદ્માસન કે સુખાસનમાં બેસીને, આંખો બંદ કરીને ઉંડા શ્વાસ લેવા અને બહાર કાઢવા. આનાથી ફેફસાથી લઈ શ્વાસનળી સુધીની કસરત થઈ જાય છે.

સૂતા પહેલાં આ રીતે કરવાથી ઝડપથી ફાયદો થાય છે અને ધીરે ધીરે નસકોરાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
ભ્રામરી પ્રાણાયામ આ પ્રાણાયામ રાતના સમયે કરવું જોઈએ. આ આસન કરવાથી નસકોરા બોલાવવાની તકલીફ દૂર થાય છે. જેના માટે બંને હાથોની આંગળીઓને કાન અને આંખો ઉપર લગાવી પેટ પર બળ આપતા ઉંડા શ્વાસ અંદર લો અને શ્વાસને રોકો. આમાં કાન બંધ થવા પર ભમરા જેવો શબ્દ સંભળાવા લાગે છે. પછી શ્વાસ બહાર કાઢો.સિંહ ગર્જન આસન: સિંહ ગર્જન આસનથી પણ નસકોરાં બંધ કરી શકાય છે. જેમાં તમે ઘૂંટણ પર બેસી જાવ. બંને હાથને પગની વચ્ચે સીધા રાખો. તમે ઇચ્છો તો સુખાસનમાં પણ બેસી શકો છો. હવે મોને બંધ કરી ઊંડો શ્વાસ લો અનો છોડો જેટલી શક્ય બને તેટલી જીબ બહાર કાઢો. નસકોરાની સમસ્યા માટે બેસ્ટ છે.

અનુલોમ પ્રતિલોમ પ્રાણાયમ :અનુલોમ પ્રતિલોમ પ્રાણાયમથી પણ નસકોરામાં આરામ મળે છે. પહેલા તમે સુખાસનમાં બેસી જાવ. નાકને એક બાજુને દબાવો. બીજી બાજુથી શ્વાસ લો, ફરી બીજી બાજુ નાકને દબાવો, પહેલી બાજુથી શ્વાસ લો, આ પ્રક્રિયા પાંચથી દસ મિનિટ કરવાથી નસકોરામાં ફાયદો થાય છે.નસકોરાંના પ્રકારનસકોરાં બોલાવવાની પ્રક્રિયાને તબીબી દૃષ્ટિએ બે પ્રકારે જોવામાં આવે છે. જેમાંથી એક છે સામાન્ય નસકોરાં (Simple snoring) જે ઘણી વખત વધારે પડતા શ્રમ અથવા થાક્યા પછી ઊંઘમાં બોલે છે, તેને મોટે ભાગે નિર્દોષ માનવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારને snoring તથા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ OSA (obstructive sleep apnea) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ઊંઘમાં નસકોરાં સતત બોલતાં નથી,

પણ તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વારંવાર બદલાય છે અને ઘણી વાર શ્વાસ થોડી સેકન્ડ માટે બંધ પણ થઈ જાય છે. થોડી વાર બાદ વ્યક્તિ ઝબકીને જાગી જાય તેમ મોટા અવાજે શ્વાસ ફરીથી શરૂ થાય છે. આ પ્રકારે નસકોરાં બોલાવવાની પ્રક્રિયાને sleep disordered breathing (SDB) તરીકે પણ ઓળખવામાં આવે છે.નિદાન :નસકોરાંનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીનું વજન, થાઇરોઇડના ટેસ્ટ તથા સાઇનસની તકલીફ માટે એક્સ-રે કે સીટીસ્કેન કરાવવામાં આવે છે. ઊંઘ દરમિયાન ઓક્સિજન કેટલો ઘટી જાય છે તથા તેની તીવ્રતા જાણવા માટે દર્દી ઊંઘતા હોય ત્યારે સ્લીપ સ્ટડી કરાવવામાં આવે છે. તેની મદદથી ઊંઘ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ કેટલી વખત અને કેટલા પ્રમાણમાં ઘટી ગયું તથા નાડી વગેરેમાં થતા ફેરફાર, મગજની ઈલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં થતા ફેરફાર વગેરે જાણી શકાય છે.

કારણો :નસકોરાંનાં અનેક કારણો છે, પરંતુ સૌથી મહત્ત્વનું કારણ મેદસ્વીપણું છે. હાઈપો થાઇરોડિઝમ (થાઇરોઇડનો રોગ), વધારે પડતા મોટા ટોન્સિલ્સ (કાકડા), નાકના મસા, એર્લિજક સાઇનુસાઇટીસ, જડબાંનો અમુક પ્રકારનો વિકાસ વગેરે હોઈ શકે છે. નાનાં બાળકોમાં એડિનોઈડસ (નાકની પાછળ રહેલ ટોન્સિલ જેવા ટિસ્યૂ અથવા નાકની પાછળના મસા)ને કારણે નસકોરાં બોલતાં હોય છે.ઘર રેમેડિઝ મધ – રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ ખાવ. આવુ કરવાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મળશે.યોગ – યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે.જેનાથી નસકોરા દૂર થાય છે.જાડાપણું – નસકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો.ડાબી કરવટ સૂવો – એવુ કહેવાય છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે.ગરમ પાણી – રાત્રે સૂતા પહેલા ગરમ પાણીનુ સેવન કરો. કારણ કે ગરમ પાણી પીવાથી ગળુ ખુલી જાય છે.નાકને સાફ રાખો – નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો.ધૂમ્રપાન – ધૂમ્રપાન કરનારા લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો તમારા સારા સ્વાસ્થ્ય અને નસ્કોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *