રાત્રે “ડાબે કે જમણે” કયા પડખે સુવું જોઈએ ??, 80% લોકોને નથી ખબર સાચો જવાબ.., જાણો સાચી માહિતી..!
આજે અમે તમને સ્વાસ્થ્ય વિશે વધુ જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ રાત્રિના સમયે કે દિવસના કોઈ પણ સમયે, સુતા હોય છે ત્યારે, ઘણા લોકો ડાબા પડખે સૂવે છે અને ઘણા લોકો જમણા પડખે પણ સુવે છે. પરંતુ એક પ્રશ્ન અને લોકોના મનમાં આવતા હોય છે કે, સુવાની સાચી રીત કઈ છે??, જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે, કયા પડખે સૂઈ ગયા છીએ તેની આપણને ખ્યાલ હોતો નથી..

આપણે કેટલીક વખત ડાબા પડખે સૂઈ ગયા છીએ અને ઘણી વખત જમણા પડખે પણ સુતા હોઈએ છીએ, અને ઘણી વખત આપણે જોઈએ કે, ઊંધા પણ સુતા હોઈએ છીએ. જેના કારણે આપણને એવું લાગે છે કે આપણા શરીરને ખૂબ જ આરામ મળી રહ્યો છે. પરંતુ આજે અમે તેની સાચી પોઝિશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, અને સાચી પોઝિશનથી થતા ફાયદાઓ પણ જણાવવા જઈ રહ્યા છીએ.
આપણે રાત્રિના સમય પર સૂતા હોઈએ છીએ ત્યારે, એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, આપણે કયા પડખે સૂવું જોઈએ??, કારણકે વારંવાર પડખા ફરવા ને કારણે આપણા શરીરની સાથે સાથે મગજ પર પણ ઘણી બધી અસર પડે છે. તેના કારણે દરેક લોકોના મગજની અંદર એક પ્રશ્ન સતાવતો હશે કે, આપણે કયા પડખે સુવાથી આપણા શરીરને ખૂબ જ લાભ થાય છે અને મગજ પણ સારું રહે છે??.
તમને જણાવી દઈએ કે, ડાબા પડખે ફરીને સૂવાથી આપણા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ ડાબા પડખે સુવાથી આપણા શરીરની ઘણી બધી બીમારીઓથી પણ બચી શકીએ છીએ. ડાબા પડખે સુવાના ને કારણે, પેટને લગતી બીમારી જેવી કે પેટ ફૂલવું, પેટની અંદર ગેસ થવો, પેટમાં એસિડિટી થવી, વગેરે જેવી બાબતોથી ફાયદો મળી શકે છે. તેમાજ મગજ પણ સારી રીતે કામ કરે છે.

નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યા પ્રમાણે, એવું માનવામાં આવે છે કે, ડાબા પડખે ફરીને સૂવાથી, શરીરની અંદર જમા થનાર ટોકસિંન ધીમે ધીમે લસિકા તંત્ર દ્વારા બહાર નીકળી જાય છે. ડાબી બાજુ પડખું રાખીને સુવા ને કારણે, આપણા શરીરની અંદર આવેલું લીવર ઉપર કોઈપણ જાતનું દબાણ આવતું નથી. તેને કારણે શરીરની અંદર રહેલું ટોક્સિન શરીરમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે. જેના કારણે તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો.
વાત કરીએ તો, ડાબી બાજુ પડખું ફરીને સૂવાનું બીજું કારણ એ પણ છે કે, ગ્રેવીટી એટલે કે ગુરુત્વાકર્ષણ પણ છે. તે આપણા શરીરની અંદર રહેલું ભોજન ને નાના આંતરડામાંથી મોટા આંતરડા સુધી સારી રીતે પહોંચાડવામાં મદદ કરે છે. ત્યારબાદ સવારે તમારું પેટ સારી રીતે સાફ થઈ શકે છે. ડાબી બાજુ પડખું રાખીને સૂવાથી, આપણા શરીરના મગજ તેમજ બીજા ભાગોમાં સારી રીતે ઓક્સિજનનું પ્રમાણ મળી રહે છે.
તેને કારણે એમ આપણા શરીર ઉપર શારીરિક અને માનસિક રીતે સારો પ્રભાવ પડે છે. આપણા શરીરની અંદર સૌથી વધુ ગંદકી આપણા શરીરની અંદર રહેલા લીવર અને કિડની ની અંદર હોય છે. તેને કારણે રાત્રે સૂતી વખતે તે બંને ભાગો ઉપર વધારે પ્રમાણમાં ભાર પડે છે. તેને કારણે આપણા શરીરમાં એસીડીટીની સમસ્યા હોય છે. ડાબી બાજુ પડખું રાખીને સુવા ને કારણે, લીવર અને કિડની બંને ખૂબ જ સારી રીતે કામ કરે છે તેને કારણે આપણે શરીર નિરોગી રહે છે અને લીવરની અંદર ચરબી પણ જમા થતી નથી.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ