છાશનો મસાલો ઘરે બનાવવાની રેસીપી નોંધી લો.

સામગ્રી :
2 ચમચી – જીરૂ
1 ચમચી – સફેદ મરચું
1/2 ચમચી – કાળામરી પાઉડર
1/2 ચમચી – ધાણાં
1 ચમચી – સંચ%too 8ળ
1 ચમચી – વરિયાળી પાઉડર
1 ચમચી – સૂકો ફુદીનો
1/2 ચમચી – આદૂનો પાઉડર

બનાવવાની રીત એક ફ્રાઇ પેનમાં જીરૂ અને ધાણાં ઉમેરો, હવે હળવી આંચ પર તેને આછા ભૂરા રંગના થવા દો. તેને ઠંડા થવા દો. ત્યાર પછી મિક્સરમાં જીરૂ, ધાણાં, ફુદીનો, સંચળ, વરિયાળી પાઉડર, આદૂનો પાઉડર, સફેદ મરચું પાઉડર અને કાળામરી પાઉડર ઉમેરી તેને બરાબર પીસીને બારીક પાઉડર બનાવી લો.

તેને એક બાઉલમાં નીકાળીને ઠંડો થવા દો. તૈયાર છે છાશનો મસાલો.. તેને એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *