હવે ફંગસથી ગભરાવવાની જરુર નથી, જલ્દી થી તેને અટકાવી શકાય છે આ ઘરેલું ઉપચારથી જાણો…

હાલમાં ઘણા લોકો કોરોનાના રોગમાં ભરડામાં આવ્યા છે. આ રોગના લીધે ઘણા લોકોને સારવાર દરમિયાન રીકવરી આવી જાય છે, પરંતુ આવા સમયે ઘણા લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. જેના લીધે ફુગથી થતા રોગમાં પણ શરીરમાં ઈમ્યુનીટી રહેતી નથી.

આ સમયે ઓક્સીજન મશીન, વેન્ટીલેટર અનેવધારે પડતું માસ્ક પહેરી રાખવાથી તેમાં ફૂગ જામે છે અને તેના લીધે આ મ્યુકરમાઈસિસ નામની ફુગથી થતી બીમારી થાય છે. હાલમાં આ રોગથી ઘણા કેસો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ રોગની સારવાર ખુબ જ ખર્ચાળ છે, જયારે આયુર્વેદમાં આ રોગને અટકાવી કે મટાડી શકાય તેવા ઉપચારો આપવામાં આવ્યા છે. આ ઈલાજ કરીને આ રોગને મટાડી શકાય છે. આ રોગ એક પ્રકારે ભયંકર રોગ છે. ઘણા આયુર્વેદિક નિષ્ણાતો દ્વારા આ રોગને આયુર્વેદ દ્વારા મટાડવાના ઉપચાર અમે અહિયાં જણાવીએ છીએ.

મ્યુકોરમાઈસીસને મટાડવા માટે હળદર, અજમો અને લીમડો , સુંઠ વગેરેનો ઉપયોગ કરીને ફૂગને અટકાવી શકાય છે. હળદર અને અજમાનો નાસ લઈને મ્યુકોરમાઈસીસ ફૂગને રોકી શકાય છે. ગરમ પાણીમાં હળદર, સુંઠ, કડવા લીમડાના પાન નાખીને અડધો કપ પાણી રહી આય ત્યાં સુધી ઉકાળીને નવશેકું પાણી પીવાથી ફૂગને અટકાવી શકાય છે.

આ સિવાય આયુર્વેદિક સ્ટોર પર મી રહેતી ગંધક રસાયણ, આરોગ્ય વર્ધની, ત્રિફળા જેવી વનસ્પતિ કે જે આ ફૂગને રોકવાનું કામ કરે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. વાસી કે બગડેલા ખોરાક ન સુંઘવા જોઈએ, જયારે બગડેલી વસ્તુઓએ પર આ ફૂગ વધારે હોય છે, જેથી આવા પદાર્થના સંપર્કમાં ન આવવું જોઈએ. માટે બગડેલી વસ્તુઓને ન સુંઘવી જોઈએ.

ડોક્ટર હસમુખ સોનીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તે પ્રમાણે સારવાર લેવી. તેઓ ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન છે. તેઓએ જણાવ્યું છે કે આયુર્વેદ દ્વારા આ ફંગલ ઇન્ફેકશન એટલે કે ફુગથી થતા આ રોગ મ્યુકોરમાઈસીસને અટકાવી શકાય છે અને રોકી શકાય છે. આ રોગથી ગભરાવાની કોઈ જરૂર નથી.

તેમને જણાવ્યું છે કે આ મ્યુકોરઈસીસ રોગના લક્ષણો જોવા મળે તો આયુર્વેદિક ઔષધીઓમાં હળદર, અજમો, લીમડો અને સુંઠ જેવી ઔષધિઓ દ્વારા પણ મટાડી શકાય છે. આ માટે આ ઈલાજમા હળદર અને અજમાનો નાસ લેવો.

અજમા અને હળદરને શેકીને પણ નાસ લઇ શકાય છે. તેમજ અજમા અને હળદર બંનેને પાણીમાં નાખીને ગરમ કરીને તેની વરાળ લઈ લેવાથી આ રોગના લક્ષણોમાં ઘટાડો થાય છે, અને આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે, આ નાસ લેવાથી શ્વાસ નળી અને ફેફસામાં રહેલા ફૂગના પ્રજીવો નાશ પામે છે. આયુર્વેદમાં વાઈરલ ઇન્ફેકશન અને ફૂગથી થતા રોગને ટકાવવા માટે નાસ પદ્ધતિને બેસ્ટ ગણવામાં આવી છે.

આ સિવાય હળદર, સુંઠ, કડવા લીમડાના પાન પાણીમાં નાખીને તેને ઉકાળવા મૂકી દેવા. ઉકળતા જયારે પાણી અડધું રહે ત્યારે આ પાણીને પીવાથી શરીરમાંથી ફૂગ મટે છે. આ નવશેકું પાણી પીવાથી ફૂગના વાયરસ મરી જાય છે. જેના લીધે આ ફંગલ ઇન્ફેકશન અટકે છે.

આ સિવાય આ પાણીના કોગળા કરવા. આ કોગળા કરવાથી પણ ફેફસા, ગળા, શ્વાસ નળી અને નાસમાં જ્યાં ફૂગનું સંક્રમણ લાગુ પડયુ હોય તો તે અટકી જાય છે. આ ફૂગને અટકાવવા માટે ખુબ જ અસરકારક ઈલાજ છે.

હાલમાં મ્યુકોરમાઈસીસ રોગ માટે એલોપથી દવાઓ પણ ઉપલબ્ધ છે. આ દવાઓમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન સારવાર આપવામાં આવે છે. જેના લીધે આ આ રોગ સામે રક્ષણ મળે છે. જયારે આયુર્વેદમાં પણ વર્ષોથી ફૂગનાશક અને ચામડીના રોગ માટે દવાઓ ઉપલબ્ધ છે. તે આ રોગમાં ફાયદો કરે છે.

આયુર્વેદમાં બનેલી દવાઓ જેવી કે ગંધક રસાયણ, આરોગ્ય વર્ધની, ત્રિફળા જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલી આ દવાઓ અને ચૂર્ણ ખુબ જ ફાયદો કરે કે. જયારે આવા કોઈ લક્ષણો જણાય રો આ દવાઓ દ્વારા ઉપચારો ચાલુ કરી દેવાથી ખુબ જ ફાયદો થાય છે.

આ સિવાય થોડી કાળજી રાખવામાં આવે તો પણ આ મ્યુકોરમાઈસીસથી બચી શકાય છે. આ માટે ઉકરડાની કે ખેતરની કે કુંડાવાળી જે બાંધકામ વાળી જમીનના સંપર્કમાં ન આવવું. બની શકે તો હાથમાં મોજા પહેરીને કાર્ય કરવું.

તમે માસ્ક પહેરો છો તેને દરરોજ બદલાવી નાખવું, અથવા તો માસ્કને દરરોજ ધોઈ નાખવું. જેનાથી ફૂગ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. વાસી ખોરાક ન ખાવો, ફ્રીજમાં રાખેલી જૂની વસ્તુઓ ખોરાકમાં ન વાપરવી. બગડી ગયેલા ખોરાકને સુંઘીને ચેક ન કરવો. બજારનું પેકિંગ વાળું કોઈ ખોરાક ન ખાવું, જેવું કે શીખંડ, સોફ્ટ ડ્રીંક, આઈસ્ક્રીમ કે કેરીનો રસ ન વાપરવો.

મોઢું અને નાક એકદમ સ્વચ્છ રાખવું. બની શકે તો દિવસમાં બે વખત બ્રશ કરવું. મોઢામાં બીટાડીન જે કોઈ મોઢા સાફ કરવાની દવા નાખીને મોઢાને સાફ કરવું. ફટકડી પાણીમાં નાખીને પણ કોગળા કરી શકાય છે. ડાયાબીટીસ હોય તો તેને કાબુમાં રાખવી. કડવા લીમડાનો રસ પીવો અને કારેલાનું જ્યુસ પીવું.

આમ આ આયુર્વેદિક ઉપચારો કરીને મ્યુકોરમાઈસીસ નામના ફુગથી થતા આ રોગને અટકાવી શકાય છે. આ રોગને આ ઉપચારો દ્રારા તેનું સંક્રમણ અટકાવી શકાય છે. તેમજ ગંભીર સ્થિતિમાંથી બચી શકીએ છીએ. અમે આશા રાખીએ કે મ્યુકોરમાઈસીસ રોગમાં આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *