અમૃત સમાન સાબિત થાય છે ડુંગળીનો રસ ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો…

જાણો અમૃત સમાન સાબિત થાય છે આ વસ્તુનો રસ…. ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. તેમાં પણ જો ડુંગળીનો રસ કાઢીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણને બે ગણા ફાયદા આપી શકે છે. ડુંગળીનો રસ અનેક બીમારીઓને દૂર ભગાડવા માટે અને તંદુરસ્ત રહેવા માટે ખુબ ઉપયોગી છે. આમ સામાન્ય રીતે ડુંગળીનો રસ એ ઘરગથ્થુ ઈલાજ પણ છે.

મિત્રો ઉનાળામાં ખુબ જ ગરમી પડવાના કારણે લૂ લાગવાની શક્યતા ખુબ વધી જાય છે. આમ લુ લાગવાના કારણે ઝાડાઉલ્ટી પણ થતા હોય છે. આ સમયે ડુંગળીનો રસ અમૃત સમાન છે. ડુંગળીના રસને હાથ, પગ અને માથા પર લગાડવાથી લૂનો પ્રભાવ તમારા શરીરમાંથી ઘટતો જાય છે. આથી તમારા શરીરનું તાપમાન સામાન્ય થાય છે.

મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેથી વાળમાં ડુંગળીનો રસ લગાડવાથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે અને વાળ ખરવાની સમસ્યા થતી નથી. અમુક મહિલાને વાળનો ગ્રોથ પણ ખુબ ઓછું હોય છે. તેથી જો તમારે વાળનો ગ્રોથ કરવો હોય તો ડુંગળીના રસને રોજ લગાવવાથી વાળ ઝડપથી ગ્રોથ થઇ શકે છે.

ફેફસાને સ્વસ્થ રાખવા માટે ડુંગળીના રસનો ઉપયોગ થાય છે, ડુંગળીનો રસ પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમને શ્વાસ લેવામાં કંઈ પ્રોબ્લમ થતી હોય તો તેના માટે ડુંગળીનો રસ ઉપયોગી સાબિત થાય છે.

મધમાખીએ ડંખ ભર્યો હોય તો ડુંગળીના રસથી તેની પીડા અમુક હદ સુધી ઘટાડી શકાય છે. આ ઉપરાંત જો વીંછીએ ડંખ માર્યો હોય તો તાજો ડુંગળીનો રસ અથવા તેની પેસ્ટને લગાડવાથી રાહત મળે છે. અને હા, બીજા જીવજંતુએ ડંખ માર્યો હોય તો ડુંગળીના રસનો ઉપયોગ કરી શકાય છે. ડુંગળીની ગંધથી ઘરમાં રહેલા જીવ જંતુઓ દૂર ભાગે છે.

જે વ્યક્તિને કાનમાં દુખાવો રહે છે એ લોકોને ડુંગળીનો રસ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે રૂ ની મદદથી ડુંગળીના રસના એકાદ બે ટીપા કાનમાં નાખવાથી કાનમાં થતા દુખાવામાં રાહત મળે છે.

ડુંગળીના રસને ગુલાબ જળ સાથે મિક્સ કરીને આંખમાં બે ટીપા નાખવાથી આંખને લગતી સમસ્યાઓ નિવારી શકાય છે. પરંતુ અમે તમને એક ખાસ વાત જણાવી દઈએ કે આંખ સંબંધિત બાબતો માટે કોઈ આયુર્વેદિક સાથે પૂછપરછ કરી લેવી.

ડુંગળીના રસ, મધ અને ઓલિવ ઓઈલનું મિશ્રણ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ દૂર થાય છે. ડુંગળીનો રસએ ખીલના કારણે આવેલ સોજા અને લાલાશને દૂર કરવા માટે ઉપયોગી છે.

ડુંગળીના રસને સફેદ વાળ પણ લગાડવામાં આવે તો ધીમે ધીમે વાળ કાળા થાય છે. તાવ, શરદી, ઉધરસ મટાડવા માટે ડુંગળીના રસનો ઉપયોગ થાય છે. ડુંગળીના રસને મધ સાથે લેવાથી એનર્જીમાં વધારો થાય છે.

સફેદ ડુંગળીનો રસ, મધ, આદુ અને ઘીનું મિશ્રણ કરી ૨૧ દિવસ સુધી પીવાથી નપુંસકલિંગતાને દૂર કરી શકાય છે. શારીરિક સંબંધોમાં સુધાર લાવવા માટે પણ ડુંગળીના રસનો ઉપયોગ થાય છે. ૧ ચમચી આદુના રસને ડુંગળીના રસ સાથે મિક્સ કરી દિવસમાં ત્રણ વખત લેવાથી શારીરિક સંબંધોમાં સુધાર આવે છે.

હવે ડુંગળીનો રસ કેવી રીતે બનાવવો તે પણ અમે જણાવી દઈએ. તે માટે એક બે નંગ ડુંગળી લઈ મીક્ષ્યરમાં પીસી લો. પીસાઈ ગયા બાદ તેને એક કપડામાં રાખી દબાવી તેમાંથી રસ કાઢી લો. આમ તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકશો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *