વગર ખર્ચે માત્ર 2 દિવસમાં પગની પિંડી અને ગોઠણનો દુખાવો કાયમ માટે દૂર કરવાનો બેસ્ટ દેશી ઈલાજ

આજકાલ પગના સોજો અને દુખાવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પગમાં સોજો અને દુખાવો થવાના ઘણા કારણો છે, જેમાં અસ્વસ્થ જીવનશૈલી, આહાર, વધતી ઉંમર, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. પગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર કરવામાં આવે છે.હળદર પગના સોજા અને દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર સાબિત થાય છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર આ પેસ્ટ થી મસાજ કરવું જોઈએ, જ્યારે એ સૂકાઇ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઇ લો. દરરોજ બેથી ત્રણવાર આ ઉપચાર કરવાથી પગના દુખાવો અને સોજામાં રાહત મળે છે.

મુળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને પગનો સોજો મટે છે. મુળાના પાનનો પચ્ચીસ થી ત્રીસ ગ્રામ રસ પીવાથી સોજો જલદીથી ઉતરે છે અને આરામ મળે છે. તુલસીનાં પાન વાટી પગે ચોપડવાથી સોજો ઉતરે છે. લીમડાનાં પાન બાફી સોજાવાળા ભાગ પર લગાડવાથી તરત જ ફાયદો મળે છે.

પગમાં સોજો આવતા તમે દિવસમાં બે વાર તેની પર પાણીમાં સિંધાલુણ નાખીને તેનો શેક કરો. આ શેક ઓછામાં ઓછા રોજ 20 મિનિટ માટે કરો. પછી પગને હવા ન લાગે માટે ટોવેલમાં લપેટી દો. સોજાવાળા સ્થાન પર નાળિયેર તેલથી માલિશ કરવાથી પણ આરામ મળે છે.

ઓલીવ ઓઈલ પણ પગના સોજા માટે એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. તેના ઉપયોગ કરવા માટે સૌથી પહેલા થોડા ઓલીવ ઓઈલ માં બે-ત્રણ કળી લસણની કાપીને શેકી લો અને પછી તેમાંથી લસણ જુદું કરી લો. આ રીતે તૈયાર કરેલા તેલને પગ ઉપર લગાવીને દિવસમાં બે ત્રણ વખત માલીશ કરો. તેનાથી તમારા પગના સોજા ઠીક થઇ જાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે.

ઓલીવ ઓઈલ પગમાં સ્કીન નું સુકાપણા ની તકલીફને પણ દુર કરવામાં મદદ કરે છે. સોજાવાળા સ્થાન પર બરફ ઘસો. પણ ધ્યાન એ રાખો કે, બરફ ડાયરેક્ટ સોજા પર ન ઘસો. તે માટે એક કપડામાં બરફના ટુકડા લઈ અને દુખાવાવાળા સ્થાન પર લગાવો. આવુ ઓછામાં ઓછુ 5 થી 10 મિનિટ સુધી કરવાથી સોજો ઉતરી જાય છે.

પગમાં આવેલ સોજાને લીધે શરીર માં સોડીયમ નું પ્રમાણ વધી પણ શકે છે. સોજા ઓછા કરવા માટે આદુની ચા બનાવીને પીવો. કે પછી આદુને કાચું ખાવ. અથવા તો આદુનું તેલ બનાવીને તેની પગ ઉપર માલીશ કરો. તેનાથી પણ શરીરમાં સોડીયમ પાતળું થઇ જાય છે જેના લીધે પગમાં આવેલ સોજા ઓછા થઇ જાય છે.

 

જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા તકિયાની ઉપર રાખવા. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. તેમના પર ભાર પણ નહી પડે. જે કારણે સોજો ઓછો થવા લાગે છે. પગના સોજા દૂર કરવા માટે લવીંગના તેલથી માલિશ કરવાથી સોજો ઉતરી પગને આરામ મળે છે.

પગના સોજામાંથી છુટકારો મેળવવા નવસેકા પાણીમા થોડી ફટકડી નાખીને પગ ડૂબાડી દો. આનાથી બ્લડ સકર્યુલેશન સારું રહેશે. દુખાવો અને સોજાને ઓછા કરવા માટે સિંધવ મીઠું પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા એવા ખનીજ તત્વ રહેલા હોય છે જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *