પાણીપુરી ખાવા જતા પેલા આ રિપોર્ટ વાંચી લેજો, કેટલાક સેમ્પલ દુષિત મળ્યાં

આજના સમયે બહાર બજારમાંથી ખાવાનું ચલણ વધતું જાય છે, જેમાં પણ અમુક રેકડીઓ કે લારીઓ પર અલગ અલગ પ્રકારના સ્વાદીષ્ટ ખાવાનો શોખ  લોકો વધારે ધરાવે છે. જે રસ્તાના કિનારે લારીવાળા ભેળ, પકોડા, પાણી પૂરીજેવા ખોરાક વેચતા હોય છે. જેની પાસેથી લોકો કોઇપણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર આવી પાણી પૂરી ખરીદીને  હોંશે હોંશે ખાતા હોય છે.પરંતુ આ બાબતે તમારે પહેલા ખાતરી કરી લેવી જોઇએ કે તમે જે પાણી પૂરી વગેરે ખાવ છો તે સ્વસ્થ તો છે ને ! ઘણી બધી વખત આ પાણી પૂરી વવાળાની રેકડીનાં ગંદકીના અને પાણી ખરાબ વાપરતા હોવાના વિડીયો વાયરલ થતા જોવા મળે છે.આ પાણી પુરીના સેમ્પલની અવાનવાર ચકાચણી કે ફૂડની કોઈ પણ આઈટમની ચકાચણી નગરપાલિકા દ્વારા ચકાસણી કરવી જરૂરી છે. જેમાં જો ભેળસેળ કે કોઈ અશુદ્ધ વસ્તુ નીકળે તો નગરપાલિકા આ વસ્તું માટે દંડ પણ કરી શકે છે, તેમજ આ લારી કે દુકાન બંધ પણ કરાવી શકે છે.

આવી જો ભેળસેળ કે ગંદકી વાળી કોઈ વસ્તુ વાપરવામાં આવે તો રોગચાળો લાગવાની શક્યતાઓ છે. હાલમાં જ અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા આ પાણીપુરીની લારીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પ્રદુષિત હોવાનું સામે આવ્યું છે તો પેકેજડ ડ્રીંકિંગ વોટરમાં પણ શુદ્ધ પાણીને બદલે બેક્ટેરિયા વાળું પાણી હોવાનું સામે આવ્યું છે.અનેક શહેરોમાં રસ્તાઓના કિનારે કે ચોકડી પડતા રસ્તાઓ પર પાણી પુરીની લારીઓ ઉભી રહેતી હોય છે. આ લારીઓ પર ખાસ કરીને સ્ત્રીઓ પાણી પૂરી ખાવાના ખુબ જ શોખને લીધે તૂટી પડતી હોય તેવી રીતે ટોળે વળેલી જોવા મળે છે.હાલમાં સરકારી મહામારીના કેસો ઓછા જોવા મળે છે જેના લીધે  ઘણી જગ્યાઓ પર આ પાણી પુરીની લારીઓ પર લોકો ઉમટી પડે અને લિજ્જત માણતા હોય છે. જો કે આ બધી જ વસ્તુઓ કોઈને કોઈ રીતે તે પ્રદુષિત હોય તો રોગચાળો ઉત્પન્ન કરી શકે છે.

આ સાવચેતી રૂપે મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી રીતે મળીને 460 જેટલા સેમ્પલ એકઠા કર્યા હતા, જેમાંથી 421 પરિણામ યોગ્ય મળ્યા હતા. જેમાંથી 10 મિસ બ્રાંડ અને 5 અસુરક્ષિત સેમ્પલ મળી આવ્યા છે. આમાંથી 3 નમુના પાણી પુરીના હતા.આ રીતે સેટેલાઈટ વિસ્તારમાં જગદીશ શાહ પકોડી સેન્ટર તેમજ નવરંગપુરાની આર કિશનની પાણીપુરીનું પ્પાની પ્રદુષિત મળી આવ્યું અને ભાવનાબહેનની પાણીપુરીની ચટણીમાં કલર હતો. માટે આ બધી જ રીતે બહારની વસ્તુઓ ખાતા પહેલા ખ્યાલ રાખવો જોઈએ નહિતર આ સ્વાદ ભારે પડી શકે છે. નહીતર તે માંદગીમાં પાડી શકે છે.હાલમાં માંડ કોરોના શાંત પડ્યો છે, જ્યારે આવી વસ્તુઓ ખાવાથી બીજા કોઈ કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવી તકલીફો કરી શકે છે, જે જેમાંથી પછી બીજા ઘણા ભયંકર રોગો ઉત્પન્ન થાય છે. માટે આવી પાણી પૂરી ખાતા પહેલા વિચાર કરવો જોઈએ.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *